12/09/2024
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સી, ગાંધીનગર દ્વારા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન તથા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે ‘મિશન વાત્સલ્ય' હેઠળ બાળ સુરક્ષા વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન તારીખ ૧૧-૦૯-૨૦૨૪ ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(GNLU) ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી ભાનુબેન બાબરીયા.માન.કેબીનેટ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ, શ્રી ભીખુસિંહજી પરમાર માન. રાજ્યકક્ષાના મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, શ્રીમતી શિલ્પાબેન પટેલ,માન. પ્રમુખ, જિ.પંચાયત, ગાંધીનગર અને શ્રીમતી રીટાબેન પટેલ, માન. ધારાસભ્ય, ગાંધીનગર વગેરે મહેમાનોએ હાજરી આપેલ હતી આ વર્કશોપમાં માન.નિયામકશ્રી સમાજ સુરક્ષા-વ- મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટી ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં હાજર રહેલ મહેમાનો અને તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરી આ વર્કશોપની શરૂઆત કરવામાં આવેલ જેમાં બાળ અધિકારો, સંરક્ષણ અને બાળ સુરક્ષા વિશે સમજૂતી, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ બોર્ડની ભૂમિકા અને કાર્યો સહિત બાળ સુરક્ષામાં ઉદ્દભવતા પ્રશ્નો અને નિરાકરણ જેવા વિષયો પર ગહન ચર્ચા તથા વિષય નિષ્ણાતો દ્વારા સમજણ આપવામાં આવેલ કરવામાં આવી.
CMO Gujaratgujarat
Central Adoption Resource Authority
Ministry of Women & Child Development, Government of IndiaWCD
National Commission for Protection of Child RightsmmissionforProtectionofChildRights
UNICEF Indiadia
Social Justice & Empowerment Department,Government of Gujarat
Bhanuben Babariya
Gujarat Information
Ministry of Women & Child Development, Government of India
PMO India