14/08/2026
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કુલ રૂ. ૨૨.૫૨/- કરોડના ખર્ચ તૈયાર થયેલ નવનિર્મિત જિલ્લા રમત સંકુલ, આણંદ ખાતે આજ રોજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી અને ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમી ખેલાડીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
આ રમત સંકુલ ખાતે મલ્ટીપર્પઝ હોલ, ટેબલ ટેનિસ, શૂટિંગ ઇન્ડોર રમતો અને હોકી, ટેનિસ, બાસ્કેટબોલ, ખોખો, કબ્બડી આઉટડોર રમતોની સુવિધાઓ આવેલ છે.