11/05/2024
જય પરશુરામનાં નારાઓથી કંજરી રોડ ગુંજી ઊઠ્યો.
આજરોજ તારીખ ૧૦ મે અને અક્ષયતૃતીયા ના પાવન દિવસે ભગવાન પરશુરામ ની જન્મ જયંતી નિમિત્તે હાલોલ નગરના વિવિધ મંદિરોથી ધબકતા એવા કંજરી રોડ ઉપર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (માતૃસંસ્થા) નાં હાલોલ એકમના મુખ્ય, મહિલા અને યુવા પાંખ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગણેશ - હનુમાન મંદિર કંજરી રોડ થી શોભાયાત્રાનું પ્રસ્થાન હાલોલ પ. પૂ. રામશરણદાસજી મહારાજ, પ. પૂ. બાબુકાકા શાસ્ત્રીજી, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર, કણજરી સ્ટેટ યુવરાજ શ્રી મયુરધ્વજસિંહજી પરમાર, નગર સેવાસદનના પૂર્વ પ્રમુખશ્રી, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર, તાલુકા તથા યુવા મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી, મહામંત્રીશ્રીઓ અને અનેક નગર શ્રેષ્ઠીઓ ની ઉપસ્થિતિ માં પાદુકા પૂજન કરી થયેલ.
અદમ્ય અને અદભૂત ડેકોરેશન, બ્રહ્મ ભૂલકાઓ ની વિવિધ વેશભૂષા, ઋષિઓ, ખુદ ભગવાન પરશુરામ ની વેશભૂષા માં સજ્જ એવા વિવિધ ટેબલો અને ફ્લોર નાં શણગાર અદભૂત હતા. ધાર્મિક વાતાવરણ નાં માહોલ થી કંજરી રોડ ગુંજી ઊઠ્યો હતો. આ શોભા યાત્રા માં સોનુ ડી.જે. નાં તાલે યુવાઓ, મહિલાઓ અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાઈ ને ગરબા રાસ ની રમઝટ બોલાવી રહ્યા હતા.
આ શોભાયાત્રાનું કંજરી રોડ નાં વિવિધ મુખ્ય સ્થળો ઉપર ભવ્ય સ્વાગત, પૂજન અને શીતળ જળ શરબત નાસ્તા થી કરવામાં આવેલ. સમાપન સ્થળ રામેશ્વર મંદિર પર આરતી ઉતારી સર્વ ભક્તો ને સુંદર મહાપ્રસાદ ભોજન કરાવી થયેલ.
આ શોભાયાત્રાનાં સફળ આયોજન માટે નગરસેવાસદન, પોલીસ વિભાગ, પત્રકારો, તમામ યુવાધન, સૌજન્ય શ્રેષ્ઠીઓ, લાયન્સ ક્લબ ઓફ હાલોલ (સનરાઈઝ), બાંકડા ગ્રુપ, અનીશભાઈ જોશી, આકાશભાઈ પટેલ, SVGP ગ્રૂપ, ગણપતિ યુવક મંડળો, રામનવમી ઉત્સવ સમિતિ, રોટરી ક્લબ, તથા તમામ ભાવિભક્તોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવેલ.
જય પરશુરામ.🙏🏻