Info Sabarkantha GoG

Info Sabarkantha GoG Info Sabarkantha GoG
facebook Account of District Information office, Sabarkantha ( જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા) Government of Gujarat

28/08/2026

રક્ષાસૂત્ર એ માત્ર એક દોરો નથી, એમાં વણાયેલો છે સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનો ભાવ...

આપ સૌને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ...

24/08/2026

સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

પ્રાંતિજમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો; પર્યાવરણ અને યોગના સમન્વય પર અપાયો ભાર

‘એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ’ના મંત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણનો પ્રારંભ

- પ્રકૃતિ અને માનવજીવનના અતૂટ નાતાને જીવંત રાખવા વૃક્ષારોપણ સાથે જતન અનિવાર્ય: શિશપાલસિંહ રાજપૂત
- વન મહોત્સવમાં જનભાગીદારી દ્વારા ગ્રીન સાબરકાંઠા બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલનું આહ્વાન
- પર્યાવરણ રક્ષણ અને જળ સંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓ અને પંચાયતોનું વિશેષ બહુમાન

પ્રાંતિજ: 24-08-2026

HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે “માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો! 🌸 🏥કોલેજના આંતરિક ગુણવ...
20/08/2026

HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે “માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો! 🌸 🏥

કોલેજના આંતરિક ગુણવત્તા ખાતરી સમિતિ (IQAC) ના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની મુખ્ય વિગતો:

તબીબી માર્ગદર્શન: ભગવતી સ્ત્રીરોગ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. યામિની પટેલ દ્વારા માસિક સ્વચ્છતા, વ્યક્તિગત સ્વાસ્થ્ય અને HPV રસીકરણના મહત્વ અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી.

પ્રશ્નોત્તરી સત્ર: વિદ્યાર્થીનીઓના આરોગ્ય સંબંધિત પ્રશ્નો અને શંકાઓના નિવારણ માટે વ્યક્તિગત માર્ગદર્શન સત્ર યોજાયું.

મુખ્ય હેતુ: યુવતીઓમાં સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવાય, HPV સામે રક્ષણ મળે અને સમયસર તબીબી સલાહ મેળવવા પ્રોત્સાહન મળે.

આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ એસ. પટેલ, ડૉ. કુંજલ દીક્ષિત સહિત શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


CMO Gujarat Gujarat Information

સાબરકાંઠા જિલ્લા માટે ગૌરવની ક્ષણ! 💐🏆નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ઋણ યોજના, સામાજિક સુરક્ષા અને સરક...
20/08/2026

સાબરકાંઠા જિલ્લા માટે ગૌરવની ક્ષણ! 💐🏆

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ઋણ યોજના, સામાજિક સુરક્ષા અને સરકારી પ્રાયોજિત યોજનાઓના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાબરકાંઠા જિલ્લાને ગ્રુપ-B માં “સર્વશ્રેષ્ઠ સમગ્ર પ્રદર્શન કરનાર જિલ્લો” જાહેર કરવામાં આવ્યો છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લાના લીડ બેંક મેનેજર (LBM) શ્રી સંજય કુમાર ચૌધરીને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

જિલ્લા બેંકિંગ ક્ષેત્રની મુખ્ય સિદ્ધિઓ:

PM મુદ્રા યોજના: ૭૫,૮૬૬ થી વધુ ખાતાઓમાં ₹૬૫૧.૫૨ કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું.

PM સ્વનિધિ યોજના: શેરી ફેરિયાઓ માટે ૯૧% લક્ષ્યાંક હાસલ કરાયો.

PM જન ધન યોજના: ૬.૮૫ લાખથી વધુ ખાતાઓ અને ૯૪.૧૩% સીડીંગ પૂર્ણ.

સુરક્ષા વીમા અને જીવન જ્યોતિ યોજના: અનુક્રમે ૮૧% અને ૭૩% સિદ્ધિ.

PM વિશ્વકર્મા યોજના: ૧૮ પરંપરાગત વ્યવસાયના કારીગરોને ધિરાણ અને ટૂલકિટ સહાય.

આ સન્માન સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, લીડ બેંક (બેંક ઓફ બરોડા) અને સંકળાયેલા તમામ વિભાગોના સુદ્રઢ સંકલન અને મહેનતનું પરિણામ છે.

સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


CMO Gujarat Gujarat Information

જીલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.બેઠકમ...
20/08/2026

જીલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોનો ઝડપી નિકાલ, જનસુવિધાના વિકાસકામો તથા નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસોની સમીક્ષા કરી અધિકારીઓને ખંતપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું.


CMO Gujarat Gujarat Information

સાબરકાંઠા જિલ્લાએ ‘ભૂમિ સીમાંકન’ પાયલોટ પ્રોજેક્ટમાં પ્રશંસનીય કામગીરી કરી! 💪ખેડૂતોના જમીન માપણીના પડતર પ્રશ્નોનો નિકાલ ...
18/08/2026

સાબરકાંઠા જિલ્લાએ ‘ભૂમિ સીમાંકન’ પાયલોટ પ્રોજેક્ટમાં પ્રશંસનીય કામગીરી કરી! 💪

ખેડૂતોના જમીન માપણીના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ પ્રોજેક્ટમાં ૧૩,૫૦૮ અરજીઓનો રેકોર્ડ સમયમાં નિકાલ કરવામાં આવ્યો છે. વરસાદી માહોલ અને ભૌગોલિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ૨૦ વિશેષ ટીમોએ રાત-દિવસ એક કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળ કામગીરી બદલ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. હવે રેકોર્ડમાં સુધારણાની પ્રક્રિયા પણ તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે.


CMO Gujarat Gujarat Information

🌾 વડાલીમાં કૃષિ અને સહકારી ક્ષેત્રની ગૌરવપૂર્ણ ઉજવણીવડાલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની રજત જયંતી તથા સહકારી...
18/08/2026

🌾 વડાલીમાં કૃષિ અને સહકારી ક્ષેત્રની ગૌરવપૂર્ણ ઉજવણી

વડાલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની રજત જયંતી તથા સહકારી જીનની સુવર્ણ જયંતીની ભવ્ય ઉજવણી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ.

આ પ્રસંગે વર્ષોથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં યોગદાન આપનાર ખેડૂતો, વેપારીઓ, સહકારી અગ્રણીઓ અને સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું.

કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ અને આધુનિક ટેકનોલોજી અપનાવી કૃષિ ક્ષેત્રને નવી દિશા આપવા આહ્વાન કર્યું.

“૫૦ વર્ષ પહેલાં વડવાઓએ ખેડૂતોનો વિચાર કર્યો હતો, હવે નવી પેઢીએ કૃષિ ક્ષેત્રને નવી ટેકનોલોજી અને મૂલ્યવર્ધન સાથે આગળ વધારવાનું છે.”

#વડાલી #સહકારીક્ષેત્ર #ખેડૂતો #પ્રાકૃતિકખેતી #કૃષિ

Vadnagar – Virasat Bhi, Vikas Bhi Reel Competition 🎥✨શું તમે વડનગરના વારસા અને વિકાસની અનોખી સફરને તમારી સર્જનાત્મકતા દ્...
17/08/2026

Vadnagar – Virasat Bhi, Vikas Bhi Reel Competition 🎥✨

શું તમે વડનગરના વારસા અને વિકાસની અનોખી સફરને તમારી સર્જનાત્મકતા દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો?

તો શરૂ થઈ રહી છે ‘Vadnagar – Virasat Bhi, Vikas Bhi’ Reel Competition!

*થીમ:*
“Virasat Bhi, Vikas Bhi”

વડનગરની આપને ગમતી બાબત પર સર્જનાત્મક રીલ બનાવો અને વડનગરની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ, પરંપરા, વિકાસ, સ્થળો, લોકો કે વિશેષતાઓને તમારી નજરે રજૂ કરો.

📱 રીલ બનાવો
📲 Instagram અથવા YouTube પર Public પોસ્ટ કરો
🔗 તેની લિંક MyGov.in પર સબમિટ કરો

🎬 સ્ટોક વિઝ્યુઅલ્સનો પણ ઉપયોગ કરી શકાશે.

👥 કોણ ભાગ લઈ શકે?
• કોઈપણ વયજૂથના નાગરિકો
• સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લઈ શકશે

🏆 આકર્ષક રોકડ ઇનામો!
🥇 પ્રથમ: ₹31,000
🥈 દ્વિતીય: ₹21,000
🥉 તૃતીય: ₹11,000

*સ્પર્ધાનો સમયગાળો:*
13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર, 2026

આજે જ ભાગ લો:

Vadnagar-Virasat Bhi Vikas Bhi Reel Competition

Address

Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Info Sabarkantha GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Sabarkantha GoG:

Shortcuts

Share