સમસ્ત લેઉવા પટેલ સમાજ - Leuva Patel

  • Home
  • India
  • Himatnagar
  • સમસ્ત લેઉવા પટેલ સમાજ - Leuva Patel

સમસ્ત લેઉવા પટેલ સમાજ  - Leuva Patel leuvapatel_samaj

03/09/2026
સરદારધામ GPBO અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લઈને આવ્યું છે…GPBO Ahmedabad Business Expo 2026 powered by D-Light Solar Energyઆ એક્ઝ...
31/08/2026

સરદારધામ GPBO અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લઈને આવ્યું છે…

GPBO Ahmedabad Business Expo 2026 powered by D-Light Solar Energy

આ એક્ઝિબિશન માં 125થી વધુ સ્ટોલ્સ, 75થી વધુ બિઝનેસ કેટેગરીઝ, 32,000 સ્ક્વેર ફૂટનું વિશાળ એક્ઝિબિશન એરિયા અને 25,000થી વધુ વિઝિટર.

તો તૈયાર રહો... 12 અને 13 સપ્ટેમ્બર, 2026, EKA Club, મણિનગર, અમદાવાદ.

આજે જ સ્ટોલ બુક કરીને તમારા બિઝનેસને નવી ઉંચાઈઓએ પહોંચાડો!

Sponsors, Exhibitors & Visitors Registration Link: expo.gpbo.org

વધુ માહિતી માટે સંપર્ક કરો: 7284912530 | 9426375055

Connecting Businesses. Creating Opportunities

સરદારધામ દ્વારા 1150 તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાયસરદારધામ દ્વારા ‘ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ ...
29/08/2026

સરદારધામ દ્વારા 1150 તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય

સરદારધામ દ્વારા ‘ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના’ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 1150 તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ. 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવી. સરદારધામ, અમદાવાદ ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મેરિટના આધારે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.મેડિકલ, એન્જિનિયરિંગ, IIT, આર્કિટેક્ચર, ફાર્મસી, સાયન્સ, BCA સહિત વિવિધ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળ્યો.આ શિક્ષણલક્ષી પહેલને દાતાશ્રીઓના સહયોગથી સફળ બનાવવામાં આવી છે.આર્થિક સંસાધનોના અભાવે કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે સરદારધામનો મુખ્ય ઉદ્દેશ છે. આ સમગ્ર શિક્ષણ સહાય યોજનાને સફળ બનાવવા માટે શ્રી ચીમનભાઈ જે. અગ્રવાલ, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, AIA CSR ફાઉન્ડેશન, મેઘમણી પરિવાર તથા શ્રી પુનમચંદભાઈ પટેલ સહિતના દાતાશ્રીઓનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન વધારવાની દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ છે.

લાઈવ...સરદારધામ અમદાવાદ ખાતે ડોક્યુમેન્ટ વેરીફીકેશન રજીસ્ટ્રેશન @ સરદારધામ સંચાલિત ડો. ચિતરંજભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ ...
29/08/2026

લાઈવ...સરદારધામ અમદાવાદ ખાતે ડોક્યુમેન્ટ વેરીફીકેશન રજીસ્ટ્રેશન @ સરદારધામ સંચાલિત ડો. ચિતરંજભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના.

27/08/2026

તાજેતરમાં રાજકોટ કાર્યક્રમ દરમિયાન “સમાજ માટે લોહીનું ટીપે ટીપું અર્પણ કરવાની વાત કરતાં સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયાની આંખો ભીની થઈ ગઈ…”

આ આંસુ માત્ર લાગણીના નથી, પરંતુ સમાજ અને યુવાનો પ્રત્યેના નિઃસ્વાર્થ સમર્પણ અને સેવાની સાક્ષી છે. આવી લાગણીસભર સેવા અને સમર્પણને શબ્દોમાં વ્યક્ત કરવું ખરેખર મુશ્કેલ છે.🙏🏼

26/08/2026

વોલીબોલ ટુર્નામેન્ટ - સરદારધામ કુમાર છાત્રાલય

સરદારધામ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીમવર્ક, શિસ્ત અને રમતગમતની ભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું.

સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન રાજકોટનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયોસરદારધામ દ્વારા શિક્ષણ, કારકિર્દી, કૌશલ્ય વિકાસ, રોજગાર અને યુ...
25/08/2026

સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન રાજકોટનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો

સરદારધામ દ્વારા શિક્ષણ, કારકિર્દી, કૌશલ્ય વિકાસ, રોજગાર અને યુવા સંગઠનના ક્ષેત્રે સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વધુ વેગ આપવા સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન રાજકોટનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી થઈ હતી. સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ વર્ષ 2016થી 2026 સુધીની કામગીરીનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી 2027થી 2047 સુધીના રોડમેપની જાહેરાત કરી હતી. શિક્ષણ, સુરક્ષા, સમૃદ્ધિ, તંદુરસ્તી અને યુનિટીના પાંચ સંકલ્પો સાથે યુવા શક્તિને શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે આગળ વધારવા પર ભાર મૂકાયો હતો. સમાજ માટે લોહીનું ટીપે ટીપું અર્પણ કરવાની વાત કરતાં ગગજીભાઈ સુતરીયા ભાવુક બન્યા હતા.

અધ્યક્ષસ્થાને મૌલેશભાઈ ઉકાણી, ચેરમેન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, સિદસર ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સૌરાષ્ટ્ર ઝોનના ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓનું સન્માન તથા યુવા સંગઠનના સભ્યોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ કણકોટ ખાતે સરદારધામ ભવનનું સાત માળનું ચણતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વર્ષ 2027માં ભવનના લોકાર્પણનો સંકલ્પ સમારોહની વિશેષતા રહ્યો હતો. સમારોહમાં ટ્રસ્ટીઓ, ટીમ સરદારધામ, યુવા સંગઠન, GPBO, ઔદ્યોગિક-વ્યાપારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન GPBO તથા યુવા સંગઠન સૌરાષ્ટ્ર ઝોનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

Address

Himatnagar

Telephone

7043025872

Website

Alerts

Be the first to know and let us send you an email when સમસ્ત લેઉવા પટેલ સમાજ - Leuva Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સમસ્ત લેઉવા પટેલ સમાજ - Leuva Patel:

Shortcuts

Share

Category