Integrated Child Development Services - Jamnagar

Integrated Child Development Services - Jamnagar Government Official
Official Account of the Integrated Child Development Services - Jamnagar, Govern

જામજોધપુર આંગણવાડી કોડ નંબર 119 , અલગ અલગ કપડાના રંગો દ્વારા ટી.એલ.એમ બનાવી બાળકોને વિવિધ રંગોની ઓળખ.
01/04/2026

જામજોધપુર આંગણવાડી કોડ નંબર 119 , અલગ અલગ કપડાના રંગો દ્વારા ટી.એલ.એમ બનાવી બાળકોને વિવિધ રંગોની ઓળખ.

"કિશોરી મેળો" આઈસીડીએસ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત કાલાવડ ઘટકમાં આઇસીડીએસ ની યોજનાઓ,આરોગ્ય અને એચ.બી તપાસ શિક્ષણની વિવિધ...
17/03/2026

"કિશોરી મેળો" આઈસીડીએસ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત કાલાવડ ઘટકમાં આઇસીડીએસ ની યોજનાઓ,આરોગ્ય અને એચ.બી તપાસ શિક્ષણની વિવિધ યોજનાઓ સુરક્ષા વિશે વિવિધ ગેમ અને સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ.

*કિશોરી મેળો - ૨૦૨૬*પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો​૧. કાર્યક્રમનો હેતુ:​કિશોરીઓમાં સ્વાસ્થ્ય, પોષણ અને સુરક્ષા પ્રત્યે...
27/02/2026

*કિશોરી મેળો - ૨૦૨૬*
પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો
​૧. કાર્યક્રમનો હેતુ:
​કિશોરીઓમાં સ્વાસ્થ્ય, પોષણ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 'પૂર્ણા' યોજના હેઠળ કિશોરીઓમાં એનીમિયા (લોહીની ઉણપ) ઘટાડવા અને સંતુલિત આહારનું મહત્વ સમજાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
​૨. કાર્યક્રમની રૂપરેખા:
​કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી. આ મેળામાં જામજોધપુર તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રોની કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
​૩. મુખ્ય પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો:
​વાનગી સ્પર્ધા: સ્થાનિક સ્તરે મળતા પૌષ્ટિક અનાજ અને કઠોળમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું.
​હિમોગ્લોબિન તપાસ: કિશોરીઓના સ્વાસ્થ્યના હેતુથી સ્થળ પર જ લોહીની તપાસ અને હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
​માર્ગદર્શન સેમિનાર: સ્વચ્છતા, સંતુલિત આહાર અને આયર્નની ગોળીઓના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી.
​આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓએ પૂર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કિશોરીઓને આત્મનિર્ભર બનવા અને શિક્ષણ પર ભાર મૂકવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત, કથક નૃત્ય અને શૌર્ય ગીત રજુ કરવામાં આવેલ.

સાથે એનીમિક માંથી નોર્મલ થયેલ કિશોરીઓ, પુનઃ શાળા પ્રવેશ પામેલ કિશોરીઓ, વાનગી નિંદર્શન માં ભગવાન લીધેલ કિશોરીઓ ને સન્માનિત કરવામાં આવેલ..
​૫. સમાપન:
​કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ કિશોરીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આભાર વિધિ બાદ પૌષ્ટિક નાસ્તા સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જામજોધપુર નગરપાલિકા પ્રમુખશ્રી, ICDS વિભાગ જિલ્લા પંચાયત જામનગર પ્રોગ્રામ ઓફિસર શ્રી, જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી, જામજોધપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, બાળ વિકાસ યોજના અધિકારી શ્રી, પૂર્ણા કન્સલ્ટન્સ શ્રી, નગરપાલિકા પંચાયત સભ્ય શ્રી, તથા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર શ્રી, આંગણવાડી વર્કર, ICDS સ્ટાફ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ જોડાયેલ
સ્થળ: ગાયત્રી મંદિર, જામજોધપુર
તારીખ: ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬
આયોજક: આઈ.સી.ડી.એસ. વિભાગ, જામજોધપુર જિલ્લો જામનગર

01/06/2025

UNO! Mobile is on the move! Play a match in 3 minutes or less!

14/07/2022
23/10/2021
20/10/2021

મહિલા અને બાળ વિકાસ વિભાગ અમલીકૃત મહિલા શક્તિ કેન્દ્ર - જામનગરની ટીમ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત અધૂરો અભ્યાસ છોડી દીધેલ 27 દીકરીઓનો શાળામાં પુનઃપ્રવેશ કરાવી 'મેગા લીગલ કેમ્પ'માં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ, જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. CMO Gujarat Manisha Vakil

15/10/2021

હાથની સ્વચ્છતા એ જ નિરોગી રહેવાની ચાવી "ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે - 2021"
Health & Family Welfare Department, Government of Gujarat CMO Gujarat Manisha Vakil

આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ...
15/10/2021

આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ના સ્ટોલમાં વાનગી નિદર્શન ની માન.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી. જેમાં ના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. WCD Gujarat- Mahila Ane Bal Vikash Vibhag- Gujarat Sarakar Collector Office,lal Bungalow,jamnagar Info Jamnagar GoG

Address

District Panchayat Jamnagar
Jamnagar
361005

Opening Hours

Monday 10:30am - 6:15pm
Tuesday 10:30am - 6:15pm
Wednesday 10:30am - 6:15pm
Thursday 10:30am - 6:15pm
Friday 10:30am - 6:15pm
Saturday 10:30am - 6:15pm

Telephone

+912882661272

Alerts

Be the first to know and let us send you an email when Integrated Child Development Services - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Integrated Child Development Services - Jamnagar:

Share