Info Jamnagar Gog

Info Jamnagar Gog page of District Information Office, Jamnagar, Government of Gujarat

વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'ની જાહેરાતશ્રાવણોત્સવ-2026ને વધુ ...
03/08/2026

વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'ની જાહેરાત

શ્રાવણોત્સવ-2026ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'નું આયોજન .

સ્પર્ધાનું આયોજન 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે. વિજેતાઓને રૂ. 31 હજાર, રૂ. 21 હજાર અને રૂ. 11 હજારના રોકડ ઇનામ

ગાંધીનગર, ૨ ઑગસ્ટ:* ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા શ્રાવણોત્સવ-2026ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ખાસ કરીને યુવાનો સહિત તમામ નાગરિકોને વડનગરના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક મહત્ત્વ, પ્રવાસન ક્ષમતા, લોકકલાઓ અને શ્રાવણોત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા રજૂ કરવા પ્રોત્સાહિત કરશે.

સ્પર્ધાનું આયોજન 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે. સ્પર્ધકોને 'અનંત, અનાદિ વડનગર' વિષય પર 1થી 3 મિનિટની મૌલિક (Original) રીલ તૈયાર કરીને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં અને ઓછામાં ઓછા 720p રિઝોલ્યુશનમાં હોવી જરૂરી રહેશે.

સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. જો વિડિયોમાં અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સબટાઇટલ્સ ફરજિયાત રહેશે. સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવતી રીલ સંપૂર્ણપણે સ્વયં શૂટ કરેલી અને ઓરિજિનલ હોવી જરૂરી છે. સ્ટોક ફૂટેજ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલી સામગ્રી અથવા કૉપિરાઇટ ધરાવતી સામગ્રી સ્વીકારવામાં આવશે નહીં.

સ્પર્ધામાં ભાગ લેવા માટે માત્ર MyGov ગુજરાત પોર્ટલ મારફતે નોંધણી અને એન્ટ્રી સબમિટ કરી શકાશે. દરેક સ્પર્ધક માત્ર એક જ એન્ટ્રી મોકલી શકશે. અંતિમ તારીખ બાદ પ્રાપ્ત થયેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. મૂલ્યાંકન માટે નિયુક્ત સમિતિનો નિર્ણય અંતિમ અને તમામ સ્પર્ધકો માટે બંધનકારક રહેશે.

સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. 31,000, દ્વિતીય વિજેતાને રૂ. 21,000 અને તૃતીય વિજેતાને રૂ. 11,000નું ઇનામ એનાયત કરવામાં આવશે.

ગુજરાત સરકારનો ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ 2026 પ્રત્યે જનભાગીદારી વધારવાનો છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનમાં સહભાગી બનાવી શ્રાવણો

જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વિવિધ રસ્તાઓના નવીનીકરણ અને સમારકામના કામો પૂર્ણરૂ. ૧૦૦ લાખના ખર્ચે આરીખા...
03/08/2026

જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વિવિધ રસ્તાઓના નવીનીકરણ અને સમારકામના કામો પૂર્ણ

રૂ. ૧૦૦ લાખના ખર્ચે આરીખાણા-એસ.એચ. રોડનું રિસર્ફેસિંગ પૂર્ણ;શેઠવડાળા-જશાપર રોડ પર તાત્કાલિક ડામર પેચવર્ક હાથ ધરાયું

જામનગર તા.૦૩, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી માર્ગ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકામાં વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોની સુવિધા અર્થે રોડ રિસર્ફેસિંગ અને પેચવર્કની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વિગતવાર માહિતી અનુસાર, લાલપુર તાલુકામાં આવેલ આરીખાણાથી સ્ટેટ હાઈવે ને જોડતો આશરે ૨.૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતો ગ્રામ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ માર્ગને નવીન બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૦.૦૦ લાખની મંજૂરી આપવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી નિયત સમયમર્યાદામાં ડામરકામ સહિતની રિસર્ફેસિંગ કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.

સાથે જ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા-જશાપર રોડની ડામર સપાટીને નુકસાન થતાં વાહનવ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી. જનસુવિધા અને માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને અસરગ્રસ્ત સ્થળે ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લામાં હાથ ધરાયેલી આ બંને કામગીરીઓ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને હવે વધુ સુરક્ષિત, સુગમ અને ઝડપી અવરજવરની સુવિધા પ્રાપ્ત થશે.સાથે જ માર્ગ કનેક્ટિવિટી સુધરવાથી ગ્રામ્ય વિસ્તારના કૃષિ, વેપાર અને સ્થાનિક આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
00000

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈમંત્રીશ્રી દ્વારા શ્ર...
03/08/2026

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ

મંત્રીશ્રી દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી

દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભો સમયમર્યાદામાં મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીની તાકીદ

જામનગર તા.૦૩, રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે તેમના હસ્તકના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, 'લખપતિ દીદી' પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તથા સ્વચ્છ ભારત મિશન સહિતની વિવિધ યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે મંત્રીશ્રીને વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી.

રોજગાર ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા રોજગાર અધિકારી શ્રી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નામ નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળાના આયોજન, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, અનુબંધમ પોર્ટલ પર નોંધાયેલા એકમો તથા સ્થાનિક તાલીમ વર્ગોની માહિતી રજૂ કરી હતી, જેના પર મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત, મદદનીશ શ્રમ આયુક્તની કચેરીની કામગીરી અંતર્ગત શ્રમિકોને કરાયેલા ચૂકવણાં, બોનસ, ગ્રેચ્યુઈટી, અસંગઠિત શ્રમયોગીઓ માટેની યોજનાઓ તથા કચેરીના મહેકમની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા જિલ્લામાં નોંધાયેલા કારખાનાઓ, જોખમી એકમો, ઔદ્યોગિક અકસ્માત નિવારણના પગલાં, વર્ષ ૨૦૨૬ માં યોજાયેલ ઓફ-સાઈટ ઈમરજન્સી મોકડ્રિલ તથા બાંધકામ શ્રમયોગી અધિનિયમ હેઠળની કામગીરીની વિગતો મંત્રીશ્રી સમક્ષ રજૂ કરાઈ હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ ચાલતી કલ્યાણકારી યોજનાઓ જેવી કે ઈ-નિર્માણ કાર્ડ, ધન્વંતરી આરોગ્ય રથ, પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, શિક્ષણ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને શ્રમિક અન્નપૂર્ણા યોજનાની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકના અંતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપ

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા ગુમશુદા મહિલાનું પરિવાર સાથે કરાવાયું પુનઃમિલન સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અને બાળ અધિક...
03/08/2026

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા ગુમશુદા મહિલાનું પરિવાર સાથે કરાવાયું પુનઃમિલન

સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ૧૮૧ હેલ્પલાઈનના સંયુક્ત પ્રયાસોથી મધ્યપ્રદેશની પીડિત મહિલાને મળી તત્કાલ મદદ

જામનગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને એક ગુમશુદા મહિલાને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવીને તત્કાલ મદદ પૂરી પડાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી તેમનું સાંત્વનાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના વતની છે અને કૌટુમ્બિક ઝઘડાના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર આવી પહોંચ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ સઘન પ્રયાસો હાથ ધરી મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનો જામનગર ખાતે આવી પહોંચતા મહિલાને સહીસલામત રીતે તેમને સોંપવામાં આવ્યા હતા. ગુમ થયેલી મહિલા પરત મળતાં પરિવારજનો ભાવુક થઈ ઉઠ્યા હતા અને સખી વન સ્ટોપ સેન્ટરની આ સેવાકીય કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આમ, સખી વન સ્ટોપ સેન્ટર જામનગરની ટીમ દ્વારા પીડિત મહિલાને સમયસર આશ્રય, કાઉન્સિલિંગ, પોલીસ અને મેડિકલ સહિતની જરૂરી તમામ સહાય પૂરી પાડીને તેમના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવાયુ હતું.

03/08/2026
03/08/2026
03/08/2026

આજનો શબ્દ

03/08/2026

ડાંગમાં આવેલું ડોન હિલ સ્ટેશન કુદરતના ખોળે વસેલું એક અત્યંત સુંદર સ્થળ છે. ચોમાસામાં ઠેર-ઠેર વહેતા ઝરણાં અને લીલુંછમ જંગલ આ હિલ સ્ટેશનની રોનક વધારી દે છે.

Address

Seva Sadan-2, Lal Bunglow Circle, First Floor, District Information Office
Jamnagar
361001

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Alerts

Be the first to know and let us send you an email when Info Jamnagar Gog posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share