Day-Nulm Jamnagar Municipal Corporation

Day-Nulm Jamnagar Municipal Corporation To reduce poverty and vulnerability of the urban poor households by Providing support to them.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૧/૦૨/૨૦૨૬ ના રોજ શહેરી વિકાસ વર્ષ 2025-26 અંતર્ગત આજીવિકા કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવેલ છ...
12/02/2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૧/૦૨/૨૦૨૬ ના રોજ શહેરી વિકાસ વર્ષ 2025-26 અંતર્ગત આજીવિકા કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા UCD શાખા અંતર્ગત DAY-NULM વિભાગ દ્વારા ત્રણ પ્રોગ્રામો યોજવામાં આવ્યા.જેમાં સખી મંડળના બહેનો દ્વારા ત્રણ અલગ અલગ કેટેગરીમાં કોમ્પીટીશન યોજવામા આવી.જેમા મહેંદી સ્પર્ધા ફુડ કોમ્પીટીશન તેમજ વેસ્ટ માંથી બેસ્ટ કોમ્પીટીશન યોજવામા આવી. અને પ્રથમ ક્રમે આવેલા વિજેતા ને એવોર્ડ આપવામાં આવેલ. તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં લીડ બેંક મેનેજરશ્રી અને બેંક અધિકારીશ્રીઓ દ્વારા સખી મંડળની બહેનોને ફાયનાન્સિય લિટરસી બાબતે ખુબજ અગત્યની જાણકારી પણ આપવામાં આવેલ હતી. માન. ડેપ્યુટી કમિશનરશ્રી અને પ્રોજેક્ટ ઓફિસરશ્રીનાં માર્ગદર્શન હેઠળ DAY-NULM યોજનાનાં મેનેજરશ્રીઓ અને સ્ટાફ દ્રારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સખીમંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.




ગુજરાત સરકારશ્રી દ્વારા “શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬” ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જે અન્વયે માન. અગ્ર સચિવશ્રી, શહે...
05/02/2026

ગુજરાત સરકારશ્રી દ્વારા “શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬” ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જે અન્વયે માન. અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિભાગ હસ્તકની તમામ કચેરી, મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ જુદી જુદી પ્રવૃત્તિ યોજવા સુચના આપવામાં આવેલ છે. સદર બાબતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રવૃતિઓના મોનીટરીંગ માટે “UDY સેલ” ની રચના પણ કરવામાં આવેલ છે.
જે અન્વયે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬ ની ઉજવણી અંતર્ગત કરવાની થતી કામગીરીનાં માસિક કેલેન્ડર અનુસાર જામનગર મહાનગરપાલિકાની યુ. સી. ડી. શાખા દ્વારા આગામી સમયમાં “આજીવિકા કેમ્પેઇન” કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં ત્રણ કેટેગરી (૧) ફૂડ કમ્પીટીશન (૨) મહેંદી કમ્પીટીશન અને (૩) બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કમ્પીટીશન માં સ્પર્ધા રાખવામાં આવનાર છે. જે અન્વયે સરકારશ્રીની DAY-NULM યોજનાનાં સ્વ-સહાય જૂથનાં લાભાર્થીઓ પાસેથી નીચે જણાવેલ વિગતે સ્પર્ધા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે.
ક્રમ વિગત પાત્રતા
૧ DAY-NULM યોજના અન્વયે રજીસ્ટર થયેલા સ્વ-સહાય જૂથનાં બહેનો DAY-NULM યોજના અંતર્ગત SHG રજીસ્ટર થયેલ હોવું જરૂરી છે.
ઉપરોક્ત વિગતે અરજદારો પાસેથી તા. ૦૬/૦૨/૨૦૨૬ થી તા. ૦૭/૦૨/૨૦૨૬ સુધી સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ સુધી યુ. સી. ડી. શાખા, પ્રથમ માળ, જામનગર મહાનગર સેવા સદન-૧, જામનગર મહાનગરપાલિકા,જયુબેલી ગાર્ડન, જામનગર ખાતે રૂબરૂ આપવા જાણ કરવામાં આવે છે.

Address

UCD Department, 1st Floor, Jamnagar Mahanagar Seva Sadan-1, Jamnagar Municipal Corporation, Opp. Jubailee Garden, Lal Bunglow Circle
Jamnagar
361001

Alerts

Be the first to know and let us send you an email when Day-Nulm Jamnagar Municipal Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Day-Nulm Jamnagar Municipal Corporation:

Shortcuts

Share