Vaikhari Vani Publish

Vaikhari Vani Publish Vaikhari Vani is a unique fortnightly published from Jamnagar & distributed free. It provides superub publicity at the lowest cost.

કાલાવડ ખાતે જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાય...
28/01/2026

કાલાવડ ખાતે જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ

જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના ૯ ટેબ્લો પ્રદર્શિત કરાયા

વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના ૨૭ વ્યક્તિઓ/સંસ્થાઓનું સન્માન કરાયું

-: જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર :-

આપણે દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ

ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમુનારૂપ રહ્યું છે

સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું

વડાપ્રધાનશ્રીએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લાને રૂ.833 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેંટ આપી

મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો આઇકોનિક ઓવરબ્રિજ જામનગરની નવી ઓળખ બન્યો
*****
જામનગર તા.26 જાન્યુઆરી, જામનગર જિલ્લા
કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસતાક પર્વની ઉજવણી કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિમોહન સૈની સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરીએ. તેમનો ઈતિહાસ અને આદર્શો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે.

ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજયના નિર્માણ માટે તેમજ વંચિતો-શોષિતોના વિકાસ માટે અને પીડિતોના ઉત્કર્ષ માટે આગળ વધ્યો છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમુનારૂપ રહ્યું છે. આપણું રાષ્ટ્ર આ બંધારણ થકી દિનપ્રતિદિન પ્રગતિ કરી રહયું છે.

છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લનો બાંધણી ઉધોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્યારણ તેમજ ભુજીયો કોઠો રાજ્યના ગૌરવ સમાન છે. જામ રણમલજીએ પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. જેને હાલ નવરંગ રૂપ આપવામાં આવતા શહેરના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જામનગરની ઓળખમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા આઇકોનિક ઓવરબ્રિજનો ઉમેરો થયો છે.

આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી વિચારધારાત્મક અને સાંસ્કૃતિક પહેલો થકી આપણામાં રાષ્ટ્રગૌરવ, સાંસ્કૃતિક મૂલ્યો અને આત્મગૌરવની ભાવના મજબૂત બની છે. સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. ભારતની અખંડ ચેતનાના પ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્યતાથી ઊભેલું “દિગ્વિજય દ્વાર” એ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ છે.

ભારત દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત - 2047’ ના સંકલ્પને સાકાર કરવા તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.

ઓપરેશન સિંદુર ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનું ઉદાહરણ છે. જેની સફળતા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને અભિનંદનનો સૌ પ્રથમ સંદેશ જામનગરના રાજવીશ્રી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો.

આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે 'ભારત-પર્વ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પંદર દિવસ સુધી ચાલેલાં આ પર્વમાં ભારતની અનેકતામાં એકતા પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

વર્ષ-2003માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું બીજ રોપ્યું હતું, તે આજે એક વટવૃક્ષ બની ચૂકી છે. વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં હવે ‘લોકલ’નો આયામ ઉમેરાયો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેનું પ્રદેશ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે.

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પ્રથમ શૃંખલાનું મહેસાણા ખાતે આયોજન થયું. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની દ્વિતિય શૃંખલાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના રોકાણ માટે 5,000થી વધુ કરારો થયા. આ આયોજનના કારણે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમ જ સ્ટાર્ટ-અપ્સને વૈશ્વિક પ્લેટફોર્મ મળ્યું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં વિશ્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા અને ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જિયો દ્વારા એક ખાસ 'ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ' લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં AI સેવાનો ઉપયોગ કરી શકે.

વાઈબ્રન્ટ રીજીયોનલ કોન્ફરન્સ દ્વારા જિલ્લામાં ઉદ્યોગોને નવી દિશા મળી છે. જામનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં 9 કંપનીઓ દ્વારા રૂપિયા 5 હજાર 716 કરોડની રકમના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાનશ્રીએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લાને 833 કરોડ વધુના વિકાસ કાર્યોની ભેંટ આપી છે. રૂ.525 કરોડ 10 લાખ ના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું નિર્માણ થવાથી કુલ 2હજાર 71 બેડ સહીતની તમામ અધ્યતન સુવિધાઓ ઉપ્બલ્બ્ધ બનશે. જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન — વિશ્વનું પહેલું અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે, જે પરંપરાગત મેડિસિન માટે કાર્ય કરશે.
પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલારાઈઝેશન યોજના હેઠળ જિલ્લાની વિવિધ જગ્યા પર કુલ 17 પ્લાન્ટ્સ કમિશન થયેલ છે જેની કુલ ક્ષમતા 50 મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ 200 કરોડ છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જિલ્લાને રૂ.622 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેંટ આપી છે. જે મુખ્ય કામોમાં ફલાયઓવરનું કામ, એમ. પી. શાહ મેડિકલ કોલેજ ખાતે રૂ 66 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલનું કામ, રૂ.268 કરોડના ખર્ચે ગાર્બેજ કલેક્શનના 216 વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે છે તેનું ઉદાહરણ છે, કુદરતી આફતો વખતે રક્ષણ આપવા ખેડૂતોને ચુકવવામાં આવતી આર્થિક સહાય. ગત વર્ષે કમોસમી વરસાદના પરિણામે જામનગર જિલ્લાના 1 લાખ 40 હજાર 572 ખેડૂતોને 481 કરોડથી વધુ રકમની રાહત સહાય ચૂકવવામાં આવી છે.

ધરતીપુત્રોને આર્થિક ટેકો પ્રાપ્ત થાય તે માટે ગુજરાત ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરી રહી છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષે 8 લાખથી વધુ ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં રૂ. 12હજાર કરોડથી વધુની ખરીદી કરી. આ ખરીદીમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જામનગર જિલ્લાના ખેડૂતોના ખાતામાં 42 કરોડ 42 લાખ જમા થયા છે. જામનગર જિલ્લામાં કૃષિ વિષયક વિવિધ સહાય યોજનાઓ હેઠળ ગત વર્ષે 3 હજાર 788 લાખથી વધુની માતબર સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ 140 ક્લસ્ટર બનાવી 7 હજાર 241 ખેડૂતો 17 હજાર 177 એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. જિલ્લાના 1 હજાર 159 લાભાર્થીઓને દેશી ગાય નિભાવ ખર્ચ માટે સહાય આપવામાં આવી છે. જિલ્લામાં બાગાયતી પાકો હેઠળ 60 હજાર 967 હેક્ટર વાવેતર છે.

ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ અભિયાન હાથ ધર્યા."સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતામુક્ત ગુજરાત"ના અભિયાન હેઠળ વડાપ્રધાનશ્રીના 75માં જન્મદિવસ નિમિત્તે 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ માટે ‘યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું. તેમ જ 600 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીના 75માં જન્મદિવસે જ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં અંદાજે 1.40 લાખથી વધુ હેલ્થ કેમ્પ, 10,800થી વધુ સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને 1,30,000થી વધુ સ્ક્રિનિંગ કેમ્પ યોજવામાં આવ્યા. આ નિશુલ્ક સેવાનો લાખો નાગરિકોએ લાભ લીધો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જિલ્લામાં 6 લાખ 82 હજારથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરાયા છે અને 8 હજાર 599 લાભાર્થીઓને રૂપિયા 48 કરોડ 88 લાખની સારવાર આપવામાં આવી છે. NQAS અને મુસ્કાન પ્રમાણપત્રો મેળવી જામનગર જિલ્લો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તરફ આગળ વધી રહ્યો છે.

વર્ષ 2002માં ગુજરાતમાં માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે તેની સંખ્યા વધીને 24 થઈ છે. જામનગર શહેરમાં પણ 41 કરોડ 77 લાખના ખર્ચે ખંભાળિયા રોડ પર અત્યાધુનિક સુવિધાઓ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બની રહ્યું છે જે રમતવીરો માટે ખુબ જ ઉપયોગી થશે.

ખેલમહાકુંભ-2025માં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયેલ છે. જેમાં જામનગર જિલ્લામાં કુલ 1 લાખ 47 હજાર 805 અને શહેરમાં કુલ 78 હજાર 857 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. સૌરાષ્ટ્રનો એક માત્ર ગરમ પાણીની સુવિધા વાળો સ્વીમીંગ પુલ જામનગરમાં છે. જેનો દરરોજ 300 થી વધુ લોકો “પે એન્ડ પ્લે' અંતર્ગત લાભ લઇ રહ્યા છે.

ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ કાલાવડના 13 ખેલાડીઓ ઉપરાંત ધ્રોલના 12 ખેલાડીઓએ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ હોય કે 2036નું ઓલિમ્પિક, ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા પૂરી તાકાતથી આગળ વધી રહ્યું છે.

મહિલાઓનો સમાજમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આપણા વડાપ્રધાનશ્રીએ કન્યા કેળવણીને સમાજ અને રાષ્ટ્રના વિકાસની ચાવી ગણાવી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્રના સફળ પ્રયાસો થકી શાળાએ ન જતી 137 બાળકીઓને શાળામાં પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો છે.
શિક્ષણ, બાળ વિકાસ અને કન્યા કેળવણીની વિવિધ યોજના હેઠળ જિલ્લાની તમામ કન્યાઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. આર.ટી.ઈ. હેઠળ રૂ. 620 કરોડથી વધુની ગ્રાન્ટ વિવિધ શાળાઓને આપવામાં આવી છે. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ 18 હજારથી વધુ બાળકોને પોષણ અને શિક્ષણ આપવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ 31 ગૌશાળાઓને રૂ.1 કરોડ 84 લાખની સહાય આપવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા એક વર્ષમાં 130 પશુ આરોગ્ય મેળા યોજી, 14 હજાર 460 પશુઓને સારવાર અને 29 હજાર 161 પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 16 હજાર 341 વીજ જોડાણોમાં સોલાર પ્લાન્ટ લગાવાયા છે. ખેતીવાડી માટે 2 હજાર 758 વીજ જોડાણો આપવામાં આવ્યા.

જલ જીવન મિશન હેઠળ જિલ્લામાં 1 લાખ 42 હજાર 84 ઘરોમાં નળ જોડાણો પૂર્ણ કરાયા, અને વિવિધ ઓગમેન્ટેશન યોજનાઓથી 427 ગામોને શુદ્ધ પાણી પહોંચાડાયું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે વર્ષ 2025ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવ્યું છે. રાજ્ય સરકાર 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ'નો મંત્રનો અપનાવી નાગરિકોને રોજગાર સાથે ઉત્તમ જીવનશૈલી આપવા પણ કટિબદ્ધ છે. આ મંત્રને અનુરુપ અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને 'સેટેલાઈટ ટાઉન' વિકસાવવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ગરીબ લાભાર્થીઓના આર્થિક બોજને દૂર કરવા અને રાષ્ટ્રવ્યાપી એકરૂપતા અને કાયદાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં મૂકી છે. છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં NFSA હેઠળ 8 લાખ 21 હજાર 327 લાભાર્થીઓને અનાજ વિતરિત કરાયું છે. સાથે જ 9 પંડીત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવામા આવેલ છે.

જામનગર જિલ્લો ઉદ્યોગ અને સ્વરોજગારના ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગ માંડી રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન કુલ 244 એકમોને કામચલાઉ સહાય મંજૂરી પત્ર તેમજ 701 એકમોને 2 હજાર 607 લાખથી વધુની સહાય ચૂકવીને તેમને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવ્યા છે.
મત્સ્યોદ્યોગમાં 5 હજાર 407 મેટ્રિક ટન દરિયાઈ અને 1 હજાર 792 મેટ્રિક ટન આંતરિક મત્સ્ય ઉત્પાદન થયું છે. ચેરના વનોમાં ગુજરાત બીજા ક્રમે છે. ત્યારે આપણા જિલ્લામાં 974 હેક્ટરમાં ચેરનું વાવેતર કરાયું છે.

ગુજરાત આખા દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેનું કારણ છે ગુજરાત પોલીસની પ્રૉ-એક્ટિવ અભિગમ સાથેની કામગીરી. આધુનિક યુગમાં ગુનાઓનું સ્વરૂપ બદલાયું છે. આ બદલાયેલા સ્વરૂપને અનુરુપ પોલીસ પણ પોતાની કામગીરીમાં પરિવર્તન લાવી રહી છે. જામનગર પોલીસ વિભાગમાં પોલીસ અધિક્ષકની નવી કચેરીનું રૂ.20 કરોડ 36 લાખના ખર્ચે બાંધકામ ચાલુ છે, જે સુરક્ષા અને કાયદા અમલને વધુ મજબૂત કરશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં રસ્તાઓના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. વિકાસની આ ગતિને વધુ વેગ આપવા જામનગર જિલ્લામાં હાલ રૂ.494 કરોડના ખર્ચે રસ્તા-પુલોના કામો અને રૂ.108 કરોડથી વધુના ખર્ચે મકાનોના 6 કામો પ્રગતિ હેઠળ છે. જે જિલ્લાની કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરશે.

વિકાસ માત્ર ઈમારતો કે માર્ગોથી જ નહિ, પરંતુ નૈતિક મૂલ્યો, સામાજિક સમરસતા અને સંવિધાન પ્રત્યેની નિષ્ઠાથી થાય છે. આપણું કર્તવ્ય છે કે આપણે દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ.

રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ૫ સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના ટેબ્લો જેમાં વન વિભાગ, પીજીવીસીએલ, ITRA, કૃષિ, આત્મા, બાગાયત અને પશુપાલન વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વનવિભાગ,આરોગ્ય વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર,108ના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના વિકાસ માટે કલેકટરશ્રીના હસ્તે રૂ.25 લાખનો ચેક નિવાસી અધિક કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ૨૭ જેટલા વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગનો ટેબ્લો, દ્વિતીય ક્રમે પીજીવીસીએલ અને તૃતીય ક્રમે આવેલ ખેતીવાડી વિભાગના ટેબ્લો વિજેતા થવા બદલ સમ્માન કરાયુ હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પર્વમાં ધારાસભ્ય સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટરશ્રી શારદા કાથડ, અગ્રણીશ્રીઓ આર.સી.ફળદુ, શ્રી રમેશભાઈ મુંગરા, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,
વિવિધ પ્લાટુનના પ્લાટુન કમાન્ડરશ્રીઓ, હોમગાર્ડ જવાનશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું

इस पावन दिन पर तुलसी माता की आराधना कर हम अपने जीवन से नकारात्मकता को दूर करते हैं.  तुलसी माता की पावन पूजा का यह शुभ अ...
25/12/2025

इस पावन दिन पर तुलसी माता की आराधना कर हम अपने जीवन से नकारात्मकता को दूर करते हैं. तुलसी माता की पावन पूजा का यह शुभ अवसर सभी के जीवन में सुख, शांति और सकारात्मकता लेकर आए. तुलसी को माँ लक्ष्मी का स्वरूप माना जाता है, जिनकी कृपा से घर में समृद्धि, आरोग्य और मंगल का वास होता है.

Atal Bihari Vajpayee ki janm Shatabdi per Vishesh by Prachi Kirkol cheif editor Vaikhari vani newspaper25 दिसंबर भारतीय ...
25/12/2025

Atal Bihari Vajpayee ki janm Shatabdi per Vishesh
by Prachi Kirkol cheif editor Vaikhari vani newspaper
25 दिसंबर भारतीय राजनीति के लिए अविस्मरणीय दिन है जिस दिन भारतीय राजनीति के आदर्श पुरुष भारत रत्न अटल बिहारी वाजपेई का जन्म हुआ ईमानदारी शालीनता एवं सादगी के प्रतीक अटल बिहारी वाजपेई भारतीय राजनीति में शुचिता, सरकार में सुशासन और संसदीय व्यवस्था में सर्वमान्य संसद के रूप में स्थापित व्यक्तित्व के रूप में हमेशा प्रेरक व्यक्तित्व बने रहेंगेवाजपेई जी केवल सफल प्रधानमंत्री ही नहीं बल्कि भारतीय चेतना के संवाहक थे उनकी राजनीति का मूलस्रोत सनातन संस्कृति की वही शाश्वत दृष्टि थी जो मानवता, समरसता, कर्तव्य और राष्ट्रबोध को केंद्र में रखती है। वे मानते थे कि भारत का वास्तविक विकास केवल आर्थिक प्रगति से नहीं बल्कि सांस्कृतिक पुनर्जागरण से संभव है। १)सर्व शिक्षा अभियान ज्ञान को संस्कार से जोड़ने का प्रयास २) राष्ट्रीय राजमार्ग विकास परियोजना तीर्थ और संस्कृति का पुनर संयोजन स्वर्णिम चतुर्भुज परियोजना ३) ग्राम सड़क योजना ग्राम संस्कृति और आत्मनिर्भरता का संरक्षण ४) संस्कृति और विरासत संरक्षण के लिए संस्थागत समर्थन ५) योग आयुर्वेद और भारतीय ज्ञान परंपरा का सम्मान ६) विदेश नीति में वसुधैव कुटुंबकम की भावना ७) राष्ट्रीय गौरव और सांस्कृतिक आत्मविश्वास वाजपेई जी की योजनाएं केवल प्रशासनिक या आर्थिक नहीं थी वह एक सांस्कृतिक राष्ट्र निर्माण का माध्यम थी शिक्षा सड़क गांव संस्कृति स्वास्थ्य और विदेश नीति हर क्षेत्र में उनकी सोच सनातन संस्कृति के मूल तत्वों से अनुप्राणित थी। उन्होंने यह सिद्ध किया था कि आधुनिकता और सनातन परस्पर विरोधी नहीं बल्कि पूरक है आज जब भारत पुनः अपनी सांस्कृतिक जड़ों की ओर लौट रहा है तब अटल जी की नीतियों और योजनाएं प्रेरक प्रकाश स्तंभ के रूप में हमारे सामने खड़ी है।

08/12/2025
*રાજ્ય ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી અન્વયે મતદારો સરળતાથી 2002 ની યાદીમાં પોતાનું નામ સર્ચ કરી શકે તે માટે સુંદર વીડ...
28/11/2025

*રાજ્ય ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી અન્વયે મતદારો સરળતાથી 2002 ની યાદીમાં પોતાનું નામ સર્ચ કરી શકે તે માટે સુંદર વીડિયો બનાવવામાં આવ્યો છે.વધુમાં વધુ મતદારો સુધી આ વીડિયો પહોચે તે માટે આપ સૌના સહયોગની અપેક્ષા સહ અત્રે રજૂ છે*.
https://www.instagram.com/reel/DRhWeAQiAIT/?igsh=NTJpem8zMG5kZ3h1https://www.instagram.com/reel/DRhWeAQiAIT/?igsh=NTJpem8zMG5kZ3h1

*શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની ૧૮૧ અભયમ ટીમ**કુશળ કાઉન્સેલિંગ અને સોશિયલ નેટવર્કિંગથી કડી જોડ...
27/11/2025

*શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની ૧૮૧ અભયમ ટીમ*

*કુશળ કાઉન્સેલિંગ અને સોશિયલ નેટવર્કિંગથી કડી જોડી જામનગરની ૧૮૧ અભયમ ટીમ વૃદ્ધાના પરિવારજનો સુધી પહોંચી*

જામનગર તા.૨૬ નવેમ્બર, જામનગરની ૧૮૧ અભયમ ટીમે મંદિરે દર્શનાર્થે જતાં ભૂલા પડેલા અને શારીરિક અશક્ત એવા એક નિઃસહાય વૃદ્ધાને મદદ કરીને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

એક જાગૃત નાગરિક દ્વારા પેટ્રોલ પંપ પાસે બેસેલા આ નિઃસહાય વૃદ્ધ મહિલા માટે ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ૧૮૧ ટીમનાં કાઉન્સેલર રૂપલ મકવાણા, મહિલા કોન્સ્ટેબલ ગીતાબેન ધરવિયાં અને ડ્રાઇવર સુરજીતભાઈ વાઘેલા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ત્યાં પહોંચીને ટીમે સૌપ્રથમ ૭૫ વર્ષની ઉંમર ધરાવતા આ વૃદ્ધાને હૂંફ આપીને ભાવનાત્મક ટેકો પૂરો પાડ્યો અને કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે વૃદ્ધા મંદિર જવા માટે રિક્ષામાં બેઠા હતા પરંતુ રિક્ષાચાલક તેમને બીજા રસ્તે ઉતારીને જતો રહ્યો હતો. નબળી યાદશક્તિના કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા.

આ વૃદ્ધા માત્ર પોતાનું નામ અને દીકરાનું નામ જ જણાવી શકતા હતા તેમજ રહેઠાણના વિસ્તારની તૂટક અને અપૂરતી માહિતી જ આપી શકતા હતા. અભયમ ટીમે તેમની કુશળતાનો ઉપયોગ કરીને વૃદ્ધા દ્વારા આપવામાં આવતી તૂટક માહિતીના આધારે આસપાસના વિસ્તારોમાં સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ ઉપરાંત, સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરીને પણ તેમના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી જેમાં એક વ્યક્તિ દ્વારા વૃદ્ધાની ઓળખ થતાં જ ટીમે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો.
પરિવારજનોએ ૧૮૧ ટીમને જણાવ્યું કે, "તેમના બા સવારથી ઘરેથી નીકળી ગયા હતા અને તેમને પરત ફરવાનો રસ્તો યાદ ન હોવાથી તેઓ બધા સવારથી જ તેમની શોધખોળ કરી રહ્યા હતા."

અભયમ ટીમે વૃદ્ધ મહિલાનું તેમના પરિવારજનો સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. માતાને સુરક્ષિત જોઈને પરિવારજનોએ જામનગરની ૧૮૧ અભયમ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના દર્શાવે છે કે સંકટના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ અને વૃદ્ધો માટે એક અસરકારક સહારો બની રહી છે.

*'વંદે માતરમ'ના સામુહિક ગાન અને 'સ્વદેશી' શપથથી સમગ્ર પ્રશાસનિક તંત્ર એકસૂત્રતાથી જોડાયું**જિલ્લાની વિવિધ કચેરીઓમાં ઉત્સ...
08/11/2025

*'વંદે માતરમ'ના સામુહિક ગાન અને 'સ્વદેશી' શપથથી સમગ્ર પ્રશાસનિક તંત્ર એકસૂત્રતાથી જોડાયું*

*જિલ્લાની વિવિધ કચેરીઓમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

​જામનગર, તા. ૦૭ નવેમ્બર ૨૦૨૫, દેશની આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરનાર "વંદે માતરમ્" રચનાના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે જામનગર જિલ્લામાં ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આદેશ અનુસાર, જિલ્લા કક્ષાએ સામુહિક ગાન અને સ્વદેશીના શપથનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર જિલ્લાનું પ્રશાસનિક તંત્ર રાષ્ટ્રભક્તિના એક તાંતણે બંધાયું હતું. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, જિલ્લાની તમામ મુખ્ય સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એકસાથે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેકટર કચેરી ઉપરાંત, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, પ્રાંત કચેરીઓ, એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, મામલતદાર કચેરીઓ, જિલ્લા માહિતી કચેરી, માર્ગ અને મકાન વિભાગ, શ્રમ અને રોજગાર કચેરી અને જિલ્લા હોમગાર્ડ કચેરી સહિતના અનેક સ્થળોએ "વંદે માતરમ્"નું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવામાં આવ્યું હતું.​સાથે જ દેશને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પને બળ આપવા સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.
0000000

Address

F9, Green Avenue Commercial Complex, First Floor, Green City Main Road
Jamnagar
361005

Alerts

Be the first to know and let us send you an email when Vaikhari Vani Publish posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vaikhari Vani Publish:

Share

Category