Baraiya Jitu

Baraiya Jitu સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત

03/10/2023
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે , પરંતુ તે દરેક નો એક રસ્તો હોય છે , અને એ રસ્તો એને જ મળતો હોય છે , કે જેનો ચહેરો સદાય...
12/09/2023

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે , પરંતુ તે દરેક નો એક રસ્તો હોય છે , અને એ રસ્તો એને જ મળતો હોય છે , કે જેનો ચહેરો સદાય હસતો હોય છે .

Jay bhim

*આજ રૉજ ખેડા જિલ્લાની  મહુધા નગરપાલિકાના સફાઈ કામદારના પણ પ્રશ્નો માટે સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતની મુખ્ય સમિતિ આજરોજ મહુ...
04/09/2023

*આજ રૉજ ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકાના સફાઈ કામદારના પણ પ્રશ્નો માટે સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતની મુખ્ય સમિતિ આજરોજ મહુધા નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાત દિવસમાં પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે* *મુખ્ય માંગ*
*( 1) પાર્ટ ટાઈમ રોજમદાર કર્મચારીને ફુલ ટાઈમ કરવામાં આવે*
*( 2) મહુધા નગરપાલિકા માં રોસ્ટર મુજબ અન્ય સમાજ નાં સફાઈ કામદારની ભરતી કરવામાં આવી છે તેની પાસે સફાઈની કામગીરી જ લેવામાં આવે*

*(3) મહુધા નગરપાલિકા નાં સફાઈ કામદારો નૅ લધુત્તમ વૅતન અનૅ સરકારશ્રીના પરિપત્ર મુજબ વેતન ચૂકવવામાં આવે*

*(4) મહુધા નગરપાલિકા ના સફાઈ કામદારના પ્રશ્નો હલ કરવા માં નહીં આવે તો દિવસ સાત પછી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને સદંતર સફાઈ બંધ કરવા માં આવશૅ*
*સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત*✍️

સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત ની મુખ્ય સમિતિ બરૉડા માં તા 3/9/2023 નાં રૉજ મંગલેશ્વર વિસ્તાર માં આવી રહીયા છે આપ પણ પધારૉ
02/09/2023

સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત ની મુખ્ય સમિતિ બરૉડા માં તા 3/9/2023 નાં રૉજ મંગલેશ્વર વિસ્તાર માં આવી રહીયા છે આપ પણ પધારૉ

સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત
08/08/2023

સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત

જય ભીમજય વાલ્મીકિસમાજની પ્રગતિ નું મુખ્ય આધાર ધંધો, શિક્ષણ, અને સમાજની એકતા છે. બસ આ પેટન ઉપર ઘણા સમાજો આગળ વધી રહ્યા છે...
28/07/2023

જય ભીમ
જય વાલ્મીકિ
સમાજની પ્રગતિ નું મુખ્ય આધાર ધંધો, શિક્ષણ, અને સમાજની એકતા છે. બસ આ પેટન ઉપર ઘણા સમાજો આગળ વધી રહ્યા છે.
જો દરેક શિક્ષિત સમૃદ્ધ સમાજ કહેવાય તો આપણે શું કહેવાઈએ.?
બધી રીતે સુખ સમૃદ્ધિ આપણે દરેક સમાજ ની જોઇ રહયા છીએ તે ઉપરની વસ્તુઓ ના આધારે છે.
જો આ સમાજ બધી રીતે સુખી સંપન્ન હોવા છતાં પણ જો શિક્ષણ મા અનામતની જરુરિયાત સમજી જે આયોજનપૂવૅક ધમપછાડા કરીને આ માંગ પૂરી કરાવી.
તો શું આપણે આટલા સુખી સંપન્ન છીએ?
જો ના તો શું તમારા શિક્ષિત બાળકો માટે અનામત જરુરી નથી?
શું તમે જાણો છો કે પહેલાં આપણા સમાજ માટે બે ટકા સ્પેશિયલ અનામત શિક્ષણના એડમિશન માટે સાથે નોકરી માટે પણ અનામત હતી????
કોણે કાઢી? કોણે સાચવી નહિ? તે પ્રશ્રનો મહત્વ નથી. પરંતું અત્યારે હાલ એ છે કે આપણી સમાજના શિક્ષિત
(સરકારી નોકરી) કરતાં લોકોના બાળકો પણ સોસાયટી વાળતાં, પ્રાઇવેટ નોકરી કરતાં થઈ ગયા છે. શું આ સત્ય નથી?
આવો ફરીથી એક થઈ, એક આવાજ, એક વિચાર,એક ધ્યેય
સ્પેશિયલ અનામત હકક છે અમારો.
જો 2℅ અનામત આપવી એ રાજય સરકારની ફરજ છે. જે સરકારે નિભાવી જોઇએ.
જો સમાજનો મુખ્ય આધાર શિક્ષણ છે. તો
શિક્ષિત થઈ નોકરી મેળવવી એ પણ જરુરી છે. 2007 સુધી સ્પેશિયલ અનામત ના કારણે આ સમાજના ઘણાં શિક્ષકો બન્યા હતા. સમાજ સુધારણા મહત્વ ની ભૂમિકા ભજવી છે. શું આ સત્ય નથી???
સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત
એ વાલ્મીકિ સમાજ ગુજરાત ના લોકોનું વિશ્વાસ પાત્ર સંગઠન છે.
સમાજ ના શિક્ષિત યુવાનો, શિક્ષિત યુવાનોના માતા પિતા વગેરે ને તન મન ધનથી સાથ સહકાર આપવા વિનંતી🙏
સમાજ આવાજ દો
સ્પેશિયલ અનામત છે અધિકાર અમારો.

*સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત નાં નૅજા હૅઠળ ચાલતાં આદૉલન નૅ મૉરબી જિલ્લા નાં વાંકાનેર નગરપાલિકા નાં કામદારો સાથે થતાં અન્ય...
27/07/2023

*સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત નાં નૅજા હૅઠળ ચાલતાં આદૉલન નૅ મૉરબી જિલ્લા નાં વાંકાનેર નગરપાલિકા નાં કામદારો સાથે થતાં અન્યાય અત્યાર સામૅ ઍક મજબૂત અવાજ ઉઠાવ્યો હતો સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત દ્રારા*
*સૌ પ્રથમ નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓને લઘુત્તમ વેતનથી વંચિત રાખવામાં આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારના લઘુતમ વેતન ના પરિપત્રો મુજબ 1 4 2023 ના રોજ લઘુત્તમ વેતન પરિપત્ર તે મુજબ અમલવારી વાંકાનેર નગરપાલિકા ન કરતા.કર્મચારીઓએ તાત્કાલિક સમસ્ત વાલ્વિક સમાજ ગુજરાતને જાણ કરી.અને તાતત્કાલિક સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત ની મુખ્ય સમિતિ વાંકાનેર પહોંચી. અને અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી.*
*• વાંકાનેર ના કર્મચારીઓને હવૅ લઘુતમ વેતન ચૂકવવામાં આવશે.*

*• 42 સફાઈ કામદારો બહેનો આ પાર્ટ ટાઇમ ફરજ બજાવતા હતા તૅ બધાં નૅ ફુલ ટાઈમ પર માંગ સ્વીકારાઈ.*

*• સફાઈ કર્મચારીઓ પાસેથી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મનસ્વી રીતે કામગીરી લૅવા માં આવતી હૉવા થી. નીતિ નિયમ મુજબ 8 કલાક નોકરીનો સમય તેની જગ્યાએ કામદારો પાસે 12 કલાક સુધી કામગીરી લેવામાં આવતી હતી.*
*• સફાઈ કામદારો ભાઈઓ બહેનોને કોઈપણ જાહેર રજા નો લાભ આપવામાં આવતો ન હતો. ત્યારે દરેક જાહેર રજા નો લાભ આપવામાં આવશે.*

*• દરેક કર્મચારીઓને બેન્ક એકાઉન્ટમાં પગાર ચૂકવવામાં આવે. તેવી સમસ્ત ગુજરાતની માંગ હતી તે પણ સ્વીકારાય છે.*

*• અન્ય સમાજના નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કર્મચારી સાથે ગેરવર્તનની વારંવાર ફરિયાદ થતી હતી. તો એ બાબતે સફાઈ કર્મચારીઓ સાથે કોઈ ગેરવર્તન કરશે તો તેમના સામે કાયદાકીય નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.*

*• રોસ્ટર મુજબની ભરતીમાં આવેલ સાત સફાઈ કામદારોને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં કાયમી કરવામાં આવેલ ન હોય. તો તેવા કર્મચારીઓને તાત્કાલિક કાયમી કરવાની દરખાસ્ત કરવામાં આવે તે માંગ પણ સ્વીકારી છે.*

*આ તકે વાંકાનેરના સમાજના પ્રમુખશ્રી મહેશભાઈ વાઘેલા હસમુખભાઈ વાઘેલા સોમભાઈ તથા નવયુવાનો કૌશિક ભાઈ રાઠોડ આ દરેક લોકો સમાજના હક્ક અધિકારની મેળવવા માટે સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાત સાથે હતા*
*મોરબી જિલ્લાના પ્રમુખશ્રી* *સાવનભાઈ મારુડા જિલ્લા ઉપપ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પરમાર અલ્પેશભાઈ મારુડા કિરણભાઈ વાઘેલા પણ વાંકાનેર ખાતે ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા કાલું ભાઈ નૈયા કૈલાશભાઈ બારૈયા અનિલભાઈ બારૈયા સાગર ભાઈ ઉપસ્થિત રહીને આ દરેક પ્રશ્નોની માંગ વહીવટદાર શ્રી કાનાણી સાહેબ ની અધ્યક્ષતામાં તમામ જે પ્રશ્નો હતા. તેને સારી રીતે સાંભળી એક સારા અધિકારી તરીકે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવા અમો સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાત કાનાણી સાહેબ નૅ અભિનંદન આપીએ છીએ*
*સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાત એક બિન રાજકીય સંગઠન છે અને હેલ્પલાઇન દ્વારા અમને જે કોઈ જગ્યાએથી કોલ આવતા હોય એટલે તેના નિરાકરણ માટે તાત્કાલિક સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતની મુખ્ય સમિતિ ત્યાં પહોંચી જાતી હોય છે અને સમાજને અધિકારથી વંચિત રાખતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને સમાજના ભાઈઓ બહેનોને રોજગારી મળે શોષણ મુક્ત થાય તે દરેક પ્રકારના કાર્યો સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત કરી રહ્યું છે.*

*સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત* ✍️

જેનીપાસે ધીરજ છે,તે ઈચ્છે તે પ્રાપ્તકરી શકે છે !!
23/07/2023

જેની
પાસે ધીરજ છે,
તે ઈચ્છે તે પ્રાપ્ત
કરી શકે છે !!

Address

Jasdan
360050

Website

Alerts

Be the first to know and let us send you an email when Baraiya Jitu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category