Scheme Details

Scheme Details Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Scheme Details, Public & Government Service, Block No. 1, 3rd Floor, Bahumali Bhavan, Sardar Baug, Junagadh.

અત્રેની કચેરી હસ્તકની આદર્શ નિવાસી શાળા, (કન્યા/કુમાર) જૂનાગઢ મુકામે ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટેના શુભેચ્છા સમારો...
26/02/2026

અત્રેની કચેરી હસ્તકની આદર્શ નિવાસી શાળા, (કન્યા/કુમાર) જૂનાગઢ મુકામે ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટેના શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે જિલ્લા નાયબ નિયામકશ્રી પવાર સાહેબ ખાસ હાજર રહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

16/02/2026
આજ રોજ આદર્શ નિવાસી શાળા (કુમાર) કેશોદ, જિ. જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં...
26/01/2026

આજ રોજ આદર્શ નિવાસી શાળા (કુમાર) કેશોદ, જિ. જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. માનનીય કલેકટરશ્રી, જૂનાગઢના હસ્તે ઘ્વજાવરણ કરવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. માનનીય ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઓડેદરા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કેશોદ નગરપાલિકા પ્રમુખશ્રી, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, જુનાગઢ શ્રી પવાર સાહેબ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ વગેરે પ્રજાસત્તાક દિનની આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિ શાળાના વ્યાયામ શિક્ષક ડૉ એચ.એલ.વાળા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવી જેમાં શ્રેષ્ઠ કૃતિ અંતર્ગત ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શીલ્ડ(મોમેન્ટો ) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.

અનુસૂચિત જાતિ ના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ -મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના...
21/01/2026

અનુસૂચિત જાતિ ના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ -મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના...

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો -૨૦૨૬ અંતર્ગત આ કચેરી હસ્તકની ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી કુુુુમાર છાત્રાલય ખાતે તા. ૦૪/૦૧/૨૦...
05/01/2026

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો -૨૦૨૬ અંતર્ગત આ કચેરી હસ્તકની ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી કુુુુમાર છાત્રાલય ખાતે તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જુનાગઢ દ્વારા રોડ સેફ્ટી સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) આયોજિત સશક્ત નારી મેળા (૧૯ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫)નું તા. ૧૯/૧૨/૨૦૨૫...
19/12/2025

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) આયોજિત સશક્ત નારી મેળા (૧૯ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫)નું તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રભારી માન. મંંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા જુનાગઢ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું.

તા. ૦૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ડાૅૅ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અત્રેની કચેરી તથા કચેરી હસ્તકની સરકારી...
06/12/2025

તા. ૦૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ડાૅૅ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અત્રેની કચેરી તથા કચેરી હસ્તકની સરકારી કન્યા અને કુુુુમાર છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાઓ ખાતે કચેરીના અધિકારીશ્રી, આચાર્શ્રી તેમજ કર્મચારીશ્રીઓ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમજ શાળામાં તથા છાત્રાલયોમાં વિવિધ કાર્યક્રમો જેેેેવાં કે મૌન રેલી, વક્તવ્ય અને પુષ્પાંજલી અર્પણ વગેરેનું આયોજન કરવામાં આવેલ હતું.

તા. 26 નવેમ્બર 2025 ના રોજ આ કચેરી હસ્તકની સરકારી છાત્રાલયો તથા આદર્શ નિવાસી શાળાઓમાં સંવિધાન દિવસની હર્ષભેર ઉજવણી કરવામ...
28/11/2025

તા. 26 નવેમ્બર 2025 ના રોજ આ કચેરી હસ્તકની સરકારી છાત્રાલયો તથા આદર્શ નિવાસી શાળાઓમાં સંવિધાન દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. જેમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, આમુખ વાંચન તેમજ બંધારણ સંબંધી પુસ્તકોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું.

આદર્શ નિવાસી શાળા કુમાર(અ.જા)  જુનાગઢ ખાતે આજરોજ સરકારશ્રીના પરિપત્ર અનુસાર રાષ્ટ્રગાન અને વંદે માતરમ નું સમૂહ ગાનનું આય...
08/11/2025

આદર્શ નિવાસી શાળા કુમાર(અ.જા) જુનાગઢ ખાતે આજરોજ સરકારશ્રીના પરિપત્ર અનુસાર રાષ્ટ્રગાન અને વંદે માતરમ નું સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો અને બધા વિધાર્થીઓ તથા શાળાના સ્ટાફ દ્વારા સ્વદેશી ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી.

આદર્શ નિવાસી શાળા કુમાર(અ.જા) કેશોદ જીલ્લો જુનાગઢ ખાતે આજરોજ સરકારશ્રીના પરિપત્ર અનુસાર રાષ્ટ્રગાન અને વંદે માતરમ નું સમ...
08/11/2025

આદર્શ નિવાસી શાળા કુમાર(અ.જા) કેશોદ જીલ્લો જુનાગઢ ખાતે આજરોજ સરકારશ્રીના પરિપત્ર અનુસાર રાષ્ટ્રગાન અને વંદે માતરમ નું સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના આચાર્યશ્રી બી એસ ભાવસારની આગેવાનીમાં શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો. ડૉ હમીરસિંહ વાળા સાહેબ દ્વારા બધાને સ્વદેશી ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ સ્વદેશી અપનાવવા થી આપણા દેશનો આર્થિક વિકાસ કરી શકાય એ માટેના પ્રવચન આચાર્યશ્રી દ્વારા આપવામાં આવ્યું.શાળા ના શિક્ષકશ્રી હીરાભાઈ મૂછાળ, દિનેશભાઈ મારું અને સપોર્ટ ટ્રેઈનર વિજયસિંહ વાળા અને અજયભાઈ ઝેરડીયા અને વિધાર્થીઓ એ જેને સર્વે બિરદાવ્યા અને કાર્યક્રમ ઉત્સાહપૂર્વક પૂર્ણ કર્યો....

તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ- કન્યા), જુનાગઢ ખાતે ગાંધી જયંતિ નિમિતે પુ. બાપુ ની તસ્વીરને...
03/10/2025

તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ- કન્યા), જુનાગઢ ખાતે ગાંધી જયંતિ નિમિતે પુ. બાપુ ની તસ્વીરને સુતારની આંટી પહેરાવી તેમજ પુષ્પ અર્પણ કરેલ. આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા પ્રસંગોચિત ખુબ સરસ વક્તવ્ય રજૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ શાળામાં સ્વછતા અંગેેેેનું અભિયાન ચલાવવામાં આવેલ હતુંં.

Address

Block No. 1, 3rd Floor, Bahumali Bhavan, Sardar Baug
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Scheme Details posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share