સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ

  • Home
  • India
  • Junaghur
  • સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ

સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ, Social service, Bhavnath, Junagadh, Junaghur.

🚩 પવિત્ર શ્રાવણમાસના પ્રથમ દિવસે ભવનાથ મહાદેવના દર્શન 🚩પવિત્ર શ્રાવણમાસના પ્રથમ દિવસે જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં સ્વયંભૂ...
17/08/2026

🚩 પવિત્ર શ્રાવણમાસના પ્રથમ દિવસે ભવનાથ મહાદેવના દર્શન 🚩

પવિત્ર શ્રાવણમાસના પ્રથમ દિવસે જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં સ્વયંભૂ બિરાજમાન શ્રી ભવનાથ મહાદેવના શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ જગ્યાના પ્રમુખ શ્રી ભુપતભાઈ ડાભીએ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

🙏 હર હર મહાદેવ! 🙏
🔱 ૐ નમઃ શિવાય 🔱

મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય અર્પે તેવી પ્રાર્થના.

🌼 ગુરુપૂર્ણિમાના પાવન અવસરે 🌼જુનાગઢના પવિત્ર ગિરનારની ગોદમાં બિરાજમાન ગુરુ સંતોના સમસ્ત તળપદા કોળી સમાજ જગ્યાના પ્રમુખ શ...
29/07/2026

🌼 ગુરુપૂર્ણિમાના પાવન અવસરે 🌼

જુનાગઢના પવિત્ર ગિરનારની ગોદમાં બિરાજમાન ગુરુ સંતોના સમસ્ત તળપદા કોળી સમાજ જગ્યાના પ્રમુખ શ્રી ભુપતભાઈ ડાભી તથા ટ્રસ્ટી શ્રી સોમાભાઈ ભાલીયા, શ્રી મનુભાઈ સોલંકી એ પાવન દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવ્ય અવસર મળ્યો.

🙏 જય ગિરનારી
🙏 જય ગુરુદેવ
🌺 ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. 🌺

આજરોજ સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા ખાતે વાડીના બાંધકામ હેઠળ ચાલી રહેલા નવા 29 રૂમ અને હોલના કામનું નિરીક્ષણ કરવામાં આ...
05/05/2026

આજરોજ સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા ખાતે વાડીના બાંધકામ હેઠળ ચાલી રહેલા નવા 29 રૂમ અને હોલના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું।

પ્રમુખ શ્રી ભુપતભાઈ ડાભી તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી રહેલું કાર્ય ખરેખર સરાહનીય છે। આ વિકાસ કાર્ય વાડીને એક નવી દિશા અને ઓળખ આપનાર સાબિત થશે।

આવી જ રીતે સમાજના વિકાસ માટે સૌનો સહકાર અને પ્રયત્ન ચાલુ રહે તેવી શુભેચ્છાઓ। 🙏

🔷 પોલીસ ભરતી માટે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ ની સરાહનીય સેવા 🔷હાલ ચાલી રહેલી PSI/LRD ભરતી પ્રક્રિયામા...
26/02/2026

🔷 પોલીસ ભરતી માટે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ ની સરાહનીય સેવા 🔷

હાલ ચાલી રહેલી PSI/LRD ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે ભવનાથ સ્થિત જ્ઞાતિની જગ્યાએ રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રમુખશ્રી ભુપતભાઈ ડાભી તથા સર્વ ટ્રસ્ટીઓ, મેનેજર અને સ્ટાફની નિષ્ઠાપૂર્વકની મહેનતથી યુવાનોને સહારો મળી રહ્યો છે...

સમાજ હંમેશા યુવાનોની સાથે — સેવા જ અમારું ધ્યેય. 💛

📢 RTE માટે વાલી મિત્રો હવે થી તૈયારી શરૂ કરી દો🔴 RTE ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2026–27⚠️ ખાસ અને અગત્યની નોંધ (સૌ પ્રથમ આ ...
25/02/2026

📢 RTE માટે વાલી મિત્રો હવે થી તૈયારી શરૂ કરી દો

🔴 RTE ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2026–27

⚠️ ખાસ અને અગત્યની નોંધ (સૌ પ્રથમ આ વાંચો):

🔹 ઉંમરનો નિયમ: બાળકને તા. 01/06/2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા ફરજિયાત છે. (6 વર્ષમાં એક દિવસ પણ ઓછું હશે તો ફોર્મ ભરાશે નહીં).
🔹 નામમાં સુધારો: જન્મના દાખલામાં બાળકનું આખું નામ (નામ + પિતાનું નામ અટક) હોવું જરૂરી છે. તમામ ડોક્યુમેન્ટમાં નામની જોડણી જન્મના દાખલા મુજબ જ હોવી જોઈએ.
🔹 આધાર અપડેટ: બાળકના આધારકાર્ડમાં બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને ફોટો) અપડેટ કરાવેલ હોવું જોઈએ.
🔹 આવકનો દાખલો: વાલીએ આવકનો દાખલો જે સરનામે રહેતા હોય ત્યાંનો જ કરાવવાનો રહેશે (રહેઠાણના પુરાવા અને આવકના દાખલાનું સરનામું એક જ હોવું જોઈએ).
📋 જરૂરી દસ્તાવેજોની યાદી (ઓરિજિનલ):
🔹 જન્મનો દાખલો: આખા નામ વાળો ઓરિજિનલ દાખલો.
🔹 રહેઠાણનો પુરાવો: જો ભાડે રહેતા હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર (નોટરી વાળો નહીં ચાલે) અથવા પોતાનું લાઈટ બિલ/વેરા બિલ/આધારકાર્ડ.
🔹 આવકનો દાખલો: મામલતદાર અથવા TDO સાહેબનો નવો દાખલો (રહેઠાણના પુરાવા મુજબના સરનામે).
🔹 બાળકનું આધારકાર્ડ: (બાયોમેટ્રિક અપડેટ સાથે).
🔹 જાતિનો દાખલો: (SC / ST / SEBC–OBC કેટેગરી માટે).
🔹 બેંક પાસબુક: બાળક અથવા વાલીના નામની બેંક વિગત.
🔹 ફોટો: બાળકનો પાસપોર્ટ સાઈઝ કલર ફોટો.

24/02/2026
સમાજનું હિત, સમાજની એકતા – આપણી પ્રાથમિકતા! 🙏​શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિના તમામ નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે:​📍 જ્ઞાત...
18/02/2026

સમાજનું હિત, સમાજની એકતા – આપણી પ્રાથમિકતા! 🙏

​શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિના તમામ નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે:

​📍 જ્ઞાતિની મર્યાદા: આ જગ્યા અને સંસ્થા ફક્ત તળપદા કોળી સમાજ પૂરતી જ મર્યાદિત છે.
​🏛️ વહીવટ અને નિમણૂક: ટ્રસ્ટના બંધારણ મુજબ, સમગ્ર ગુજરાતમાંથી જિલ્લાવાર ટ્રસ્ટીઓ ની નિમણૂક કરવામાં આવી છે.
​⚖️ પ્રશ્નોનું નિરાકરણ: જગ્યા કે વ્યવસ્થા સંબંધિત કોઈપણ પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર માત્ર ટ્રસ્ટીશ્રીઓ ને જ છે.

​🚫 સોશિયલ મીડિયાનો ઉપયોગ: કોઈપણ તકલીફ હોય તો સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવાને બદલે, તમારા વિસ્તારના ટ્રસ્ટી ને જાણ કરવી.

​નોંધ: જૂનાગઢ ભવનાથ ખાતે સમાજની વિવિધ પેટા જ્ઞાતિઓની અલગ-અલગ વાડીઓ આવેલી છે. જે-તે પેટા જ્ઞાતિના પ્રશ્ન હોય તો તેમણે પોતાની જ્ઞાતિની વાડીમાં જ યોગ્ય રજૂઆત કરવી...

​આપણો લક્ષ્ય: સકારાત્મક વિચાર સાથે જ્ઞાતિ અને વાડીનો વિકાસ કરવો.

​✍️ એકતા – વિકાસ – સંસ્કાર
સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ

16/02/2026
10/02/2026
10/02/2026

Address

Bhavnath, Junagadh
Junaghur
362004

Website

Alerts

Be the first to know and let us send you an email when સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા, ભવનાથ.જુનાગઢ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category