Cultural Cell BJP Gujarat

Cultural Cell BJP Gujarat Cultural Cell BJP Gujarat

04/02/2026

Good News For Film Industry Of Gujarat..

ગુજરાતમાં CBFCની અલગ બ્રાન્ચ સ્થાપવા મુદ્દે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ

થોડા સમય પહેલા ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલના સંયોજક શ્રી બિહારી હેમુ ગઢવી તથા શ્રી જનક જસવંતભાઈ ઠક્કર ની આગેવાની માં ગુજરાત રાજ્ય માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની અલગ બ્રાન્ચ સ્થાપવા બાબતે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. સાંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશ માંથી પ્રતિનિધિ તરીકે શ્રી અરવિંદ વેગડા, શ્રી મહર્ષિ દેસાઈ, શ્રી રાકેશ પુજારા સહિત સૌ મિત્રો સાથે જોડાયા હતા.

આ પ્રતિનિધિમંડળે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ જી તથા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા જીના સહયોગથી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ જીને સંસદ ભવન સ્થિત તેમના કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરી હતી. તે સમયે મંત્રી શ્રી દ્વારા આ મુદ્દે ચોક્કસ અને સકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. સમયે સમયે સંગઠન માહામંત્રી શ્રી રત્નાકર જી નુ પણ માર્ગદર્શન મળતુ રહ્યું.

ત્યારબાદ ગુજરાતના સાંસદ શ્રી કેસરી દેવસિંહ જી દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઇ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ જીને લેખિત પત્ર આપી તેમજ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
આ સાથે સાથે સાંસદ શ્રી એચ. એસ. પટેલ જી, શ્રી દિનેશ મકવાણા જી, દ્વારા પણ અલગથી પત્ર લખી શ્રીઅશ્વિની વૈષ્ણવ જીને ગુજરાતમાં CBFCની અલગ બ્રાન્ચ સ્થાપવા માટે વિનંતી કરવામાં આવી હતી.

છતાં પણ આજ સુધી ગુજરાતમાં CBFCની અલગ બ્રાન્ચ સ્થાપવાની દિશામાં કોઇ ઠોસ નિર્ણય લેવામાં ન આવતા, આ મુદ્દે ફરી એક વખત અવાજ ઉઠાવતાં આજરોજ રાજ્યસભામાં સાંસદ શ્રી કેસરી દેવસિંહ જી દ્વારા આ પ્રસ્તાવ સત્તાવાર રીતે મૂકવામાં આવ્યો છે.

ગુજરાતના ફિલ્મ નિર્માતા, દિગ્દર્શકો, કલાકારો અને સમગ્ર ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા સર્જકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યસભામાં મુદ્દો ઉઠ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ગુજરાતના ફિલ્મકારોને CBFC સંબંધિત પ્રક્રિયામાં રાહત આપશે.

Narendra Modi JI Ashwini Vaishnaw ji Bhupendra Patel Ji Jagdish Panchal Ji Harsh Sanghavi Ji Ratnakar Ji

ગત રોજ યોજાયેલ કલાકાર કલ્યાણ નિધિ સમિતિની બેઠક ગુજરાત સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ના ગુજરાત સરકાર ન...
03/02/2026

ગત રોજ યોજાયેલ કલાકાર કલ્યાણ નિધિ સમિતિની બેઠક ગુજરાત સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ના ગુજરાત સરકાર ના માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક યોજાઈ. બેઠકમાં કલાકારોના હિતને કેન્દ્રસ્થાને રાખીને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણયરૂપે, અત્યાર સુધી બાકી રહેલા કલાકારોના મેડિકલ સહાયના બિલોમાંથી રૂપિયા 75 લાખથી વધુની રકમના 57થી વધુ લાભાર્થીઓના બિલોને મંજૂરી આપવામાં આવી. આ નિર્ણય કલાકાર સમાજ માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે.

વાજિંત્ર સહાય અંતર્ગત રૂપિયા 31,000થી વધુના બિલોને મંજૂરી આપવામાં આવી. ઉપરાંત, વાજિંત્ર સહાયની મર્યાદા હાલના રૂપિયા 5,000માંથી વધારી રૂપિયા 25,000 કરવાની ભલામણ સમિતિ દ્વારા કરવામાં આવી, જેને માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ હકારાત્મક રીતે સ્વીકારી.

મેડિકલ સહાય માટેની આવક મર્યાદા હાલ રૂપિયા 2 લાખ છે. આ મર્યાદા વધારવા અંગે માનનીય મંત્રીશ્રીએ સૂચન કર્યું, અને સમિતિએ આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરવાની દરખાસ્ત મૂકી જેને મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયથી વધુ કલાકારોને યોજનાનો લાભ મળી શકશે.

કલાકારોના ઓળખપત્ર યોજનામાં લાંબા સમયથી બાકી રહેલી અરજીઓને મંજૂરી આપવામાં આવી. વધુને વધુ કલાકારો સુધી ઓળખપત્ર પહોંચે અને તેઓ યોજનાનો લાભ લઈ શકે તે માટે પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂકાયો. સોશિયલ મીડિયા મારફતે માહિતી વ્યાપક રીતે પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ દ્વારા કલાકારોના સર્વાંગી કલ્યાણ, સહાયની રકમમાં વધારો તથા યોજનાના વ્યાપના વિસ્તરણ અંગે કરવામાં આવેલી ભલામણોને સમિતિએ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ અમલ માટે સકારાત્મક નિર્ણયો લીધા.

સમિતિના બિનસરકારી સભ્યો Arvind Vegda , Manu Rabari , Dipak Joshi Lok Sahityakar , કનુભાઈ પટેલ અને અભેસિંહ રાઠોડે એકમતથી અભિપ્રાય વ્યક્ત કર્યો કે વધુને વધુ કલાકારો સુધી યોજનાનો લાભ પહોંચાડવો અને કલાકાર વર્ગને સશક્ત બનાવવો આવશ્યક છે.

આવક મર્યાદા વધતા લાભાર્થીઓની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્ટાફ અને મેનપાવરની વધારાની જોગવાઈ કરવા અંગે પણ સૂચનો કરવામાં આવ્યા.

માનનીય કમિશનરશ્રી, યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી કે આવનારા સમયમાં યોજનાનો વ્યાપ વધારવા, પ્રચાર-પ્રસાર મજબૂત બનાવવા અને વધુ કલાકારો સુધી લાભ પહોંચાડવા માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવશે. સાથે જ યોજનાનું ભંડોળ વધારવા માટે પણ પ્રયત્નો કરવામાં આવશે.

કલાકારોના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતું આ એક મહત્વપૂર્ણ પગલું છે, જેમાં મેડિકલ અને વાજિંત્ર સહાય સહિત રૂપિયા 75 લાખથી વધુની સહાયને મંજૂરી આપવામાં આવી છે.

આ સમગ્ર પ્રક્રિયા માટે સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબ નો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી Harsh Sanghavi જી , માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામીત જી તથા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ ના તથા સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી ના માર્ગદર્શન અને સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ દ્વારા કલાકારોના હિત માટે કરવામાં આવેલી ભલામણો અને સકારાત્મક રજૂઆતો બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેઓના પ્રયાસોથી કલાકાર કલ્યાણ યોજનાઓને વધુ મજબૂતી અને વ્યાપ મળ્યો છે.

કલાકારો ની ચિંતા કરતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી.. ખુબ ખુબ આભાર શ્રી Bhupendra Patel , સાહેબ, શ્રી Harsh Sanghavi , ...
30/01/2026

કલાકારો ની ચિંતા કરતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી.. ખુબ ખુબ આભાર શ્રી Bhupendra Patel , સાહેબ, શ્રી Harsh Sanghavi , સાહેબ શ્રી Jagdish Panchal, સાહેબ શ્રી Ratnakar Ji શ્રી Jayram Gamit સાહેબ..

20/01/2026

PM Modi Live: Prime Minister Narendra Modi felicitates the new BJP President at the Party headquarters in Delhi. To Su...

અભિનંદન...
19/01/2026

અભિનંદન...

અભિનંદન...
19/01/2026

અભિનંદન...

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી દ્વારા આજે પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી.

સૌ પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ.

09/01/2026

જય શ્રી સોમનાથ દાદા

भारतीय जनता पार्टी के राष्ट्रीय कार्यकारी अध्यक्ष के रूप में श्री  जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई एवं शुभकामनाएँ।...
14/12/2025

भारतीय जनता पार्टी के राष्ट्रीय कार्यकारी अध्यक्ष के रूप में श्री जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई एवं शुभकामनाएँ।

युवा, ऊर्जावान और विचारधारा के प्रति पूर्णतः समर्पित श्री नितिन नवीन जी ने संगठन के प्रति अपनी गहरी प्रतिबद्धता निरंतर सिद्ध की है। बिहार सरकार में मंत्री के रूप में उनका कार्यकाल तथा छत्तीसगढ़ के प्रभारी के रूप में उनकी प्रभावी भूमिका उनके कुशल नेतृत्व, प्रशासनिक क्षमता और संगठनात्मक दक्षता का सशक्त प्रमाण है।

सरदार @ 150 युनिटी मार्च राष्ट्रीय पदयात्रा के समापन समारोह में भारत के महामहिम उपराष्ट्रपति श्री सी पी राधाकृष्ण जी , ग...
06/12/2025

सरदार @ 150 युनिटी मार्च राष्ट्रीय पदयात्रा के समापन समारोह में भारत के महामहिम उपराष्ट्रपति श्री सी पी राधाकृष्ण जी , गुजरात के राज्यपाल श्री आचार्य देवव्रत जी , गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल जी, केन्द्रीय मंत्री श्री मनसुख मांडवीया जी के साथ भारतीय जनता पार्टी के प्रदेश व्यवस्थापन टीम की मुलाक़ात हुई..

Address

Sardar Sarovar Dam, Narmada District, Kevadia, Gujarat
Kevadia Colony
393155

Website

Alerts

Be the first to know and let us send you an email when Cultural Cell BJP Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share