Shree madhavalal shah high school,khambhat

Shree madhavalal shah high school,khambhat school details-daily programms-

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ખંભાત"મારી શાળા મારુ ગૌરવ"આણંદ જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળામા...
25/03/2026

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત
શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ખંભાત

"મારી શાળા મારુ ગૌરવ"

આણંદ જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળામાં ધોરણ 6 થી 12 માં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે..
વિદ્યાર્થીમિત્રો, આપ આપનું એડમિશન મેળવવા માગતા હો તો આજે જ સંપર્ક કરશો..

એડમિશન મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી મિત્રો આપ આપનું પોતાનું નામ અને ફોટો વાળું સુંદર ડિજિટલ એડમિશન પોસ્ટર બનાવી શકો છો અને આ તકનો લાભ લઈ શકો છો....

🖼️ તમારું પોસ્ટર કેવી રીતે બનાવશો?

૧. નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

૨. તમારું નામ લખો અને ફોટો અપલોડ કરો.

૩. Submit બટન દબાવો અને તમારું પોસ્ટર તૈયાર!

🔗 પોસ્ટર બનાવવા માટેની લિંક:https://madhavlalshahhighscool.netlify.app/

નોંધ: આ પોસ્ટર બનાવીને આપના WhatsApp સ્ટેટસ અને સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકે.....

આણંદ જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળામાં ધોરણ 6 થી 12 માં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે..

શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના પ્રિન્સિપાલ અનિલભાઈ સી. પરમારની ગૌરવંતી સિદ્ધિ 💐💐💐💐💐💐💐                      કેમ્બે એજ્યુકેશન...
24/02/2026

શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના પ્રિન્સિપાલ અનિલભાઈ સી. પરમારની ગૌરવંતી સિદ્ધિ 💐💐💐💐💐💐💐

કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ના આચાર્ય અનિલભાઈ સી. પરમાર ને એન.સી.સી. ક્ષેત્રમાં આપેલ તેમની લાંબા સમયથી નિષ્ઠાપૂર્વકની અને પ્રશંસનીય સેવાઓને માન આપી NCC 4 Gujarat Battalion દ્વારા ફર્સ્ટ ઓફિસર પદ પરથી પ્રમોશન આપી ચીફ ઓફિસર (C/O) તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ સંસ્થા તેમજ સમગ્ર શિક્ષણજગત માટે ગૌરવની ક્ષણ બની છે.
અનિલભાઈ પરમાર શિક્ષણ ક્ષેત્ર સાથે સાથે વિદ્યાર્થીઓમાં શિસ્ત, દેશભક્તિ અને નેતૃત્વના ગુણો વિકસે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એન.સી.સી. પ્રવૃત્તિઓ દ્વારા અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેઓએ યુવા પેઢીને રાષ્ટ્રસેવા તરફ પ્રેરિત કરવાની નોંધપાત્ર કામગીરી કરી છે, જેને ધ્યાનમાં લઈ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ પ્રમોશનથી શાળા પરિવાર, કેમ્બે એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીમિત્રો તેમજ શહેરના આગેવાનોમાં આનંદની લાગણી વ્યાપી છે અને સર્વત્રથી અભિનંદનનો વર્ષાવ થઈ રહ્યો છે. સંસ્થાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ નવા પદ પર પણ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવી સંસ્થાનું નામ વધુ ઊંચું લેશે.આ અવસરે સૌએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની ઉત્તરોઉત્તર પ્રગતિ તથા ઉત્તમ આરોગ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

15/02/2026
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માનધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓના ધ...
30/01/2026

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓના ધોરણ 10 અને 12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)માં અભ્યાસ કરતા અને ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં એ-1 તથા એ-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મૌકતિક રંગભૂમિ, ખંભાત ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સોસાયટી સંચાલિત દરેક શાળામાંથી પસંદ કરાયેલા એક શ્રેષ્ઠ શિક્ષક નું બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં માધવલાલ શાહ હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓને 11 હજાર રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવ્યા હતા. તેમને આ સન્માન પ્રાપ્ત થતાં એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વીનેશચંદ્ર પટેલ, માનદ મંત્રી હેમેન્દ્રભાઈ શાહ શાળાના આચાર્ય અનિલભાઈ પરમાર સહિત સમગ્ર સોસાયટી પરિવાર તથા માધવલાલ શાહ હાઈસ્કૂલ પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..

ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ શાળાની મુલાકાતે.........
12/01/2026

ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ શાળાની મુલાકાતે.........

જવાહર નવોદય પરીક્ષાની  સ્ટાફ-મીટીંગ
16/12/2025

જવાહર નવોદય પરીક્ષાની સ્ટાફ-મીટીંગ

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ, ખંભાત ખાતે બ્યુટી એન્ડ વેલનેસ લેબ તથા ગર્લ્સ રૂમનું ભવ્ય ...
16/12/2025

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ, ખંભાત ખાતે બ્યુટી એન્ડ વેલનેસ લેબ તથા ગર્લ્સ રૂમનું ભવ્ય ઉદ્ઘાટન

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ, ખંભાત ખાતે સરકારશ્રી દ્વારા મંજૂર કરાયેલા બ્યુટી એન્ડ વેલનેસ અભ્યાસક્રમ માટેની આધુનિક સુવિધાસભર લેબ તેમજ ગર્લ્સ રૂમના નવનિર્મિત મકાનનું ભવ્ય ઉદ્ઘાટન સન્માન્ય મહેમાનોની શુભહાથે કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય અનિલભાઈ સી. પરમારના શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની પૃષ્ઠભૂમિ અંગેની સુંદર રજૂઆતથી કરવામાં આવી. આ અવસરે ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને કાર્યક્રમના પ્રમુખ વીનેશભાઈ પટેલ, અતિથિ વિશેષ હેતલબેન પટેલ, સંસ્થાના માનદમંત્રી હેમેન્દ્રભાઈ શાહ,સહ માનદ મંત્રી સમીરભાઈ શાહ, CRC અબ્દુલભાઈ શેખ, તાલુકા SVS કન્વીનર રસિકભાઈ પંડ્યા, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ તથા બ્યુટી એન્ડ વેલનેસ અભ્યાસક્રમની બ્લોક કોર્ડિનેટર ચેતનાબેન પટેલની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
બ્યુટી એન્ડ વેલનેસ વિભાગની વોકેશનલ ટ્રેનર શ્રીમતી ભાવિનીબેન પરમારે કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન સુંદર રીતે નિભાવ્યું. વાલીગણને અભ્યાસક્રમ હેઠળના હેર ડ્રેસિંગ, હેર ડિઝાઇનિંગ, મેકઅપ આર્ટિસ્ટ્રી, મેડિક્યોર, પેડિક્યોર, નેઇલ પોલિશિંગ, બોડી થેરાપી જેવા વિષયોનું પ્રયોગાત્મક અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ અવસરે માનદમંત્રી હેમેન્દ્રભાઈ શાહે બ્યુટી એન્ડ વેલનેસ અભ્યાસક્રમની આજના યુગમાં જીવનમૂલ્ય, સ્વનિર્ભરતા અને ભવિષ્યમાં ઉપલબ્ધ વિશાળ રોજગારી તકો અંગે ઉજાગર શબ્દોમાં પ્રકાશ પાડ્યો. પ્રમુખ વીનેશભાઈ પટેલે અભ્યાસક્રમના શૈક્ષણિક મહત્વ અને વિદ્યાર્થીઓ માટેના વાસ્તવિક લાભો અંગે તાર્કિક માર્ગદર્શન પૂરું પાડ્યું.
ત્યારબાદ મહેમાનોની હાજરીમાં રિબીન કાપી બ્યુટી એન્ડ વેલનેસ લેબ અને ગર્લ્સ રૂમનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપાલીબેન જોષી તથા હેમલ શાહે સ્વચ્છતા અને વ્યવસ્થિતતા સાથે નિભાવ્યું.
અંતે શાળાના સુપરવાઇઝર અલ્પેશભાઈ પરમારે આભારવિધિ વ્યક્ત કરી. શાળાના આચાર્ય અનિલભાઈ સી. પરમારે સમગ્ર શાળા પરિવાર, મહેમાનો તથા આયોજનમાં સહભાગી દરેકનો આભાર માનતા કાર્યક્રમ સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા.

ખેલ મહાકુંભ 2025–26 : શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલનો પ્રભાવશાળી દબદબો – જિલ્લાસ્તરે અનેક ગૌરવપૂર્ણ સિદ્ધિઓ                 ...
09/12/2025

ખેલ મહાકુંભ 2025–26 : શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલનો પ્રભાવશાળી દબદબો

– જિલ્લાસ્તરે અનેક ગૌરવપૂર્ણ સિદ્ધિઓ

રાજ્ય સરકાર દ્વારા યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવવાનો મુખ્ય હેતુ રાખીને આયોજિત ખેલ મહાકુંભ 2025–26 અંતર્ગત જિલ્લા સ્તરની વિવિધ રમતગમત સ્પર્ધાઓનો ભવ્ય સફળતાપૂર્વક સમાપન થયો. ખંભાત શહેરની પ્રતિષ્ઠિત અને ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલે આ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લાનું ધ્યાન ખેંચ્યું છે. વિવિધ કેટેગરીમાં શાળાની વોલીબોલ ટીમોએ એક પછી એક ઉત્તમ પ્રદર્શન કરી નવી ઊંચાઈઓ સર કરી છે.
અંડર–14 બોયઝ વોલીબોલ ટીમ : જિલ્લામાં પ્રથમ ક્રમાંક – બેસ્ટ સેટર પવન પ્રજાપતિ
અંડર–14 બોયઝ વિભાગની વોલીબોલ ટીમે અદભૂત ટીમવર્ક, શિસ્ત અને મજબૂત રણનીતિના બળે જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. યુવાન ખેલાડીઓની આ સિદ્ધિએ માત્ર શાળાનાં નામમાં જ નહીં પરંતુ સમગ્ર ખંભાત શહેરમાં ગૌરવનો માહોલ સર્જ્યો છે. ટીમના મુખ્ય ખેલાડી પવન પ્રજાપતિએ ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી સમગ્ર સ્પર્ધામાં બેસ્ટ સેટર તરીકે પસંદગી મેળવી – જે તેમની પ્રતિભા, મેદાન પરની સમજ અને મહેનતનું જીવંત ઉદાહરણ છે.
જ્યારે અંડર–14 ગર્લ્સ વોલીબોલ ટીમે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો જ્યારે બેસ્ટ લીબ્રો બંસરી રબારીએ પ્રાપ્ત કર્યો ખેલ મહાકુંભ અંતર્ગત અંડર–14 ગર્લ્સ વોલીબોલ ટીમે પણ ધીરજ, સંકલ્પ અને અનોખી લડવૈયી ભાવનાનો પરિચય આપી જિલ્લામાં ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો. ટીમ તરફથી ખાસ નોંધપાત્ર પ્રદર્શન બંસરી રબારીનું રહ્યું, જેમને સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાના બચાવ કૌશલ્ય અને ઝડપી પ્રતિસાદના બળે બેસ્ટ લીબ્રો માટે પસંદગી મળેલ છે.
અંડર–17 ગર્લ્સ વોલીબોલ ટીમ : તૃતીય ક્રમાંક – બેસ્ટ એટેકર જાનવી પરમાર અંડર–17 ગર્લ્સ વિભાગે પણ વોલીબોલ સ્પર્ધામાં મજબૂત હાજરી દર્શાવતા તૃતીય ક્રમાંક મેળવી શાળાના ગૌરવમાં ઉમેરો કર્યો. આ ટીમમાંથી જાનવી પરમારેએ પોતાના શક્તિશાળી સ્પાઈક, સ્થિર રમત અને ઉત્તમ એટેક તકનીકના બળે બેસ્ટ એટેકરનો ખિતાબ જીત્યો હતો. તેમની આ સિદ્ધિથી શાળા તથા સમગ્ર કોચિંગ ટીમ ગર્વ અનુભવે છે.

વિદ્યાર્થીઓ હવે ઝોન સ્તરે રાજ્ય માટે લડશે
જિલ્લા સ્તરે મળેલી આ તમામ પ્રભાવશાળી સિદ્ધિઓ પછી હવે તમામ ત્રણેય ટીમના ખેલાડીઓ ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં શાળાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. ખેલ મહાકુંભની અનોખી તકનો улар્ખાતો લાભ લઈ ખંભાતના આ ખેલવીરો હવે આગામી તબક્કામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા આતુર છે. કોચિંગ ટીમની મહેનત : નૈનીષાબેન વાળા, સી.જી. પટેલ અને આર.જે. રાવતનું મહત્વપૂર્ણ યોગદાન જોવા મળ્યું છે. આ સિદ્ધિઓ પાછળ વોલીબોલના અનુભવી અને નેશનલ લેવલના કોચ નૈનીષાબેન વાળા, સાથે સી.જી. પટેલ અને આર.જે. રાવતની વિશેષ ભૂમિકા રહી છે. તેમની સચોટ માર્ગદર્શન, તકનીકી તાલીમ, નિયમિત પ્રેક્ટિસ અને રમત પ્રત્યેની નિષ્ઠાએ વિદ્યાર્થીઓને મજબૂત બનાવી મેદાનમાં વિશ્વાસપૂર્વક ઉતાર્યા છે. તેમના પ્રયાસોને શાળા પરિવાર તેમજ વાલી વર્ગ દ્વારા વિશેષ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ અંગે શાળાના પ્રિન્સિપાલ શ્રી અનિલભાઈ પરમારે તમામ જીતેલી ટીમો, વ્યક્તિગત પુરસ્કાર મેળવનારા ખેલાડીઓ અને તમામ કોચિંગ ટીમને શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે— “શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ સદા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસની તક આપે છે. ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓએ આપેલા આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી શાળા ગૌરવ અનુભવે છે. આગામી ઝોન તથા રાજ્ય સ્તરે પણ અમારા બાળકો વધુ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરશે એવી અમારી પૂર્ણ આશા છે.”શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે પણ ખેલાડીઓની આ સિદ્ધિને વધાવી સૌને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

Address

Bethak Road
Khambhat
388620

Telephone

+91 2698 220 326

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree madhavalal shah high school,khambhat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category