Shree Garvi Gujarat Group Goa

Shree Garvi Gujarat Group Goa Social Welfare Group

17/11/2025
Jay Dwrakadhishદિવસે ને દિવસે ઇતિહાસ રચાઈ રહ્યો છે -"Laalo" not just a film એક સહાનુભૂતિ... અનુભવ... કૃષ્ણવાણી... ગીતા જ...
17/11/2025

Jay Dwrakadhish

દિવસે ને દિવસે ઇતિહાસ રચાઈ રહ્યો છે -

"Laalo" not just a film એક સહાનુભૂતિ... અનુભવ... કૃષ્ણવાણી... ગીતા જ્ઞાન... દૈવિક અનુભવ...

વિશ્વાસ, ભાવના અને કળાનું સુંદર મિશ્રણ

ભગવાન શ્રી કૃષ્ણ પર આધારિત આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે મુશ્કેલીના સમયમાં ભગવાન કેવી રીતે આપણને સાચો રસ્તો બતાવે છે, અને જીવન કઈ દિશામાં લઈ જવું તે સમજાવે છે.

પ્રત્યેક સીનમાં ભાવના ભરેલી... અને પ્રત્યેક સંદેશ હૃદયને સ્પર્શે

આ ફિલ્મની એક્ટિંગ અદભૂત, દરેક કલાકારએ પોતાનો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યો છે.

ડિરેક્ટશન તો લાજવાબ – દરેક પળ, દરેક શૉટ અને દરેક ભાવના એટલી નઝાકતથી રજૂ થઈ છે કે આંખો અટકી જાય.

અને સૌથી સુંદર—ફિલ્મના ફ્રેમ્સ! દરેક ફ્રેમ એક પેઇન્ટિંગ જેવી લાગે... એટલી સુંદર રીતે શૂટ કરાયેલ.

Goa ઓડિયન્સે પણ આ ફિલ્મને દિલથી સ્વીકારી અને ખૂબ પ્રેમ દર્શાવ્યો.

વિશ્વાસ હોય તો રસ્તો પણ મળે... અને આશીર્વાદ તો હંમેશા સાથ હોય જ.
ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने, प्रणतः क्लेशनाशय गोविंदाय नमो नमः
પરીવાર સાથે જોવાલાયક ફિલ્મ તમે જોઈ કે નહીં ?

#લાલો #લાલોગુજરાતીફિલ્મ



કાલે અમે “લાલો” ગુજરાતી મૂવી જોઈ —" લાલો " 10 ઓક્ટોબર ના રોજ આ ગુજરાતી ફિલ્મ રીલિઝ થઈ. જુનાગઢ શહેર અને આજુબાજુ ના દ્રશ્ય...
10/11/2025

કાલે અમે “લાલો” ગુજરાતી મૂવી જોઈ —
" લાલો " 10 ઓક્ટોબર ના રોજ આ ગુજરાતી ફિલ્મ રીલિઝ થઈ. જુનાગઢ શહેર અને આજુબાજુ ના દ્રશ્યો ખુબ જ સુંદર રીતે કેમેરા મા કંડારેલ છે. ઘણા સમય બાદ ગુજરાતી ફિલ્મ જોઈ આવી જેમા હાસ્ય છે , દુઃખ છે , પ્રેમ છે , તિરસ્કાર છે , અને ભગવાન પ્રત્યે નો ભાવ છે. આજ ના સમય મા થોડા બજેટ મા સુંદર ફિલ્મ અને કલાકાર ની મહેનત રંગ લાવી છે.
“લાલો” ગુજરાતી મૂવી જોઈ — જેમાં ચાર સુંદર શીખ મળી.એક આર્થિક સંકડામણ આવે તો દારૂ કે ખોટા રસ્તે ન જવુ. બીજી સંઘર્ષના સમયમાં પત્નીએ પણ પતિને સાથ આપવો જોઈએ નહીંતર એ ખોટા રસ્તે જતો રહેશે.
ત્રીજી તમારા ખરાબ કર્મો માટે જવાબદાર તમે જ છો,
ઈશ્વર માત્ર માર્ગ બતાવે છે, તેમાંથી બહાર આવવા તમારે જ સત્કર્મ કરી મેહનત કરી બહાર આવવું પડશે.
અને ચોથી ઈશ્વર તમારા દિલમાં જ છે,તમે જે કરશો — સારું કે ખરાબ — એ તમને જોતો રહે છે.
પરીવાર સાથે જોવાલાયક ફિલ્મ તમે જોઈ કે નહીં ?

લાલો કૃષ્ણ સદા સહાયતે
कृष्णम वंदे जगद्गुरुम्

#લાલો #લાલોગુજરાતીફિલ્મ

08/11/2025

*JAI SHREE KRUSHNA*

Get ready for the most awaited Gujarati movie - *LAALO*
*KRISHNA SADA SAHAYATE*

📽️🍿📽️🍿📽️🍿
*SCREEN 1 SHOW IS HOUSEFULL*
*REQUESTING TO THOSE WHO HAVE BOOKED THE TICKETS TO KINDLY ARRIVE BY 3:00 PM;*
Show starts *SHARP at 3:15 PM on 9th November at MOVIE MAX - Z SQUARE CINEMA (CINE VISHANT) MARGAO*

Let's Witness the divine energy of *LAALO* on the big screen🙏🏻

_SEE YOU ALL_🙏🏻
🎬🎬🎬🎬🎬🎬
*Shree Garvi Gujarat Group,Goa.*

🚩 ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने, प्रणतः क्लेशनाशय गोविंदाय नमो नमः

: *શ્રી કૃષ્ણ સદા સહાયતે:* 🦚 *આવે છે રે આવે છે મારો* *લાલો ગોવા માં આવે છે* 🚩 # *Laalo: શ્રી કૃષ્ણ સદા સહાયતે* તારીખ: _૯...
02/11/2025

: *શ્રી કૃષ્ણ સદા સહાયતે:*
🦚 *આવે છે રે આવે છે મારો* *લાલો ગોવા માં આવે છે* 🚩

# *Laalo: શ્રી કૃષ્ણ સદા સહાયતે*

તારીખ: _૯ નવેમ્બર ૨૦૨૫ ને_ રવિવારે
સમય:બપોરે ૩ કલાકે
સ્થળ:મુવી મેક્સ z સ્ક્વેર સિનેમા હોલ
મડગાવ ગોવા 🙏

શ્રી ગરવી ગુજરાત ગ્રુપ ગોવા આપ સૌ નું સ્વાગત કરે છે

Address

Margão
403601

Telephone

+919762888999

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Garvi Gujarat Group Goa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Garvi Gujarat Group Goa:

Share

Category