રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી એ ૨૧ ની સદી ની વિચારધારા ધરાવતી એક માત્ર પાર્ટી છે. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી બીજી પાર્ટી કે તેના લોકો પર કીચળ ઉછાળવો કે તેમને કેટલા નીચે બતાવવા તેના કરતા પોતે લોકો માટે શું કરી શકે છે અને શું નવું કરવું જોઈએ તેમાં માનનારી પાર્ટી છે. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના કોઈ પણ સભ્ય અન્ય કોઈ પાર્ટી કે અન્ય પાર્ટી ના સભ્યો વિશે ક્યારેય પણ અપશબ્દો કે મજાક માં કે કટાક્ષ માં કોઈ
શબ્દ કહેશે નહિ. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના કોઈ પણ સભ્ય પુતળા બાળવા કે ધમાલ કરવા જેવી છીછરી પ્રવૃત્તિ કરશે નહિ. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીને જો કોઈ સરકારના કે અન્ય કોઈ પાર્ટી ના નિર્ણય નો વિરોધ કરવો હશે તો પાર્ટી તે સભ્યતા પૂર્વક જ કરશે. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી અન્ય કોઈ પાર્ટી ના સભ્યો ના ભાષણ માં શું ખોટું છે અને શું ખરાબ છે એ શોધ્યા કરતા તેમાંથી શું નવું જાણી અને શીખી શકીએ તેમાં રસ રાખશે. અને આપણે આપણા વિસ્તાર માં કેટલા સારા કામ કરી શકીએ છીએ અને શું નવું કરવું જોઈએ તેમાંજ પોતાના સમય અને બુધ્ધીનો ઉપયોગ કરશે. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના સભ્યો હંમેશા દરેક પાર્ટી અને દરેક પાર્ટી ના લોકોનું સન્માન કરશે કેમ કે રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી રાષ્ટ્નો વિકાસ કરવા માંગતી હોય દરેક પાર્ટી ના લોકો પણ તેના પોતાના રાષ્ટ્રના જ છે તે યાદ રાખીને જો કોઈ પણ પાર્ટી રાષ્ટ્રના હિતના કે વિકાસના કાર્ય કરશે તો રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી હંમેશા તે પાર્ટી નું સમર્થન કરશે.