Shree Online

Shree Online We Provide a e-governance Government services.

ખેતીવાડી ની વિવિધ અરજીઓ.
10/04/2018

ખેતીવાડી ની વિવિધ અરજીઓ.

03/02/2018

આધાર નંબર પરથી આધાર કાર્ડ સ્માર્ટ ની સુવિધા હાલ થોડા સમય માટે બંધ છે. જે સમય પર ચાલુ થશે તે સમયે તુરંત જાણ કરવામાં આવશે.

શ્રી ઓનલાઇ, બેચરાજી

ચૂંટણી એ આપણો રાષ્ટ્રીય પર્વ છે. મત આપવો એ આપણો અધિકાર છે. તો આપનો કિંમતી અને અમૂલ્ય મત જરૂર થી આપવો.જય હિન્દ જય ભારત
10/12/2017

ચૂંટણી એ આપણો રાષ્ટ્રીય પર્વ છે. મત આપવો એ આપણો અધિકાર છે. તો આપનો કિંમતી અને અમૂલ્ય મત જરૂર થી આપવો.

જય હિન્દ જય ભારત

12/08/2017

UIDAI અત્યાર સુધી 81 લાખ આધાર નંબર કર્યા ડીએક્ટિવી, જાણો સરકારે શું કારણ આપ્યું

નવી દિલ્હીઃ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ અત્યાર સુધી અંદાજે 81 લાખ આધાર નંબર ડીએક્ટિવ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી પીપી ચૌધરીએ રાજ્ય સભામાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, UIDAIએ રાજ્ય, વર્ષ અને કારણની કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી.

આધાર (નોંધણી અને અપડેટ) વિનિયમ 2016ની કલમ 27 અને 28માં ઉલ્લેખિત જુદા જુદા કારણોથી આધાર નંબરને ડીએક્ટિવ કરવામાં આવે છે. ચૌધરીએ કહ્યું કે, આધાર કાનૂન, 2016 પહેલા આધાર નંબરને આધાર લાઈફ સાઈકલ મેનેજમેન્ટ (એએલસીએમ) ગાઈડલાઈન્સ અનુસાર નિષ્ક્રિય અથવા રદ્દ કરવામાં આવતા હતા. તેમણે જણાવ્યું કે, UIDAIના ક્ષેત્રીય કાર્યાલયોને આધાર નંબર નિષ્ક્રિય કરવાનો અધિકાર છે.

આધાર કાર્ડ હવે એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેવડદેવડ અને સરકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેની અનિવાર્યતાને કારણે દરેક વ્યક્તિએ પોતાની પાસે રાખવું જરૂરી થઈ ગયું છે. UIDAI હેલ્પલાઈન અને આધાર રજિસ્ટ્રેશન સેન્ટરના અધિકારીઓ અનુસાર જો તમે તમારો આધાર નંબરનો સતત ત્રણ વર્ષ સુધી કોઈ ઉપયોગ ન કરો તો તે ડીએક્ટિવ થઈ જશે. આગળ વાંચો તમારો આધાર નંબર ડીએક્ટિવ થયો છે કે નહીં તે જાણવાની પ્રોસેસ.

UIDAIની વેબસાઈટના હોપ પેજ પર જાઓ અને તેમાં આધાર સર્વિસીઝ ટેબ મળશે. તેમાં તમને ‘વેરિફાઈ આધાર નંબર’નો ઓપ્શન જોવા મળશે.

તે પછી તમે તમારા આધાર નંબર અને કેપ્ચા કરો. જો લીલા રંગમાં ચેકમાર્ક આવે તો સમજી લો કે તમારું આધાર કાર્ડ એક્ટિવ છે.

જો તમારું આધાર કાર્ડ ઈનએક્ટિવ છે, તો પછી તમારી નજીકના રેજિસ્ટ્રેશન કેન્દ્રમાં જવું પડશે અને તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે. ત્યાં, તમારે આધાર ફોર્મ ભરવું પડશે. ફરી એકવખત તમારી બાયોમેટ્રિક ડિટેલ્સ આપવી પડશે. તેના વેરિફિકેશન બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. તેના અપડેશન માટે તમારે 25 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો મોબાઈલ નંબર નોંધાવવો જરૂરી રહેશે. આ તમે ઓનલાઈન કે પોસ્ટ દ્વારા નહીં કરી શકો.

10/04/2017

આદ્યશક્તિ બહુચર માતાજીના પવિત્ર યાત્રાધામ બહુચરાજી (જીલ્લો - મહેસાણા) માં ચૈત્રી પૂનમના મેળામાં આવનાર
શ્રધ્ધાળુઓનું શ્રી ઓનલાઈન (ઈ સેવા કેન્દ્ર ) તરફથી હાર્દિક સ્વાગત કરે છે.

મધુવન સોસાયટી તથા શ્રી ઓનલાઈનના સહિયારા સાથથી બહુચરાજી થી શંખલપુર રોડ સેવા કેમ્પ નું આયોજન કરેલ છે, તો સેવાનો લાભ આપવા શ્રધ્ધાળુને નમ્ર વિનંતી છે.

જય બહુચર...

શ્રી ઓનલાઇન બહુચરાજી
09/04/2017

શ્રી ઓનલાઇન બહુચરાજી

20/03/2017

We provide all Government &
None - Government services.

* Aadhar Enrollment
* Pan card Apply
* Passport Apply
* Couriers
* Adhhar smart Card
* Online shopping

Etc...........

Address

Rudrax Complex, Becharaji
Modhera
384210

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7pm
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm
Saturday 9:30am - 7pm
Sunday 9:30am - 7pm

Telephone

9898942923

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Online:

Share

Category