Shankhalpur Gram Panchayat

Shankhalpur Gram Panchayat SHANKHALPUR

ગુજરાતના લોકપ્રિય અને વિકાસલક્ષી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
15/07/2026

ગુજરાતના લોકપ્રિય અને વિકાસલક્ષી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપનાર, પ્રખર વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની...
06/07/2026

ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપનાર, પ્રખર વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતી પર સાદર વંદન🙏

🌍 વિશ્વ પોલિયો દિવસ ૨૦૨૬ 💧 આયુષ્માન આરોગ્યમંદિર શંખલપુર ખાતે વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે બાળકોને પોલિયો રસી પીવડાવવાનો આર...
28/06/2026

🌍 વિશ્વ પોલિયો દિવસ ૨૦૨૬ 💧

આયુષ્માન આરોગ્યમંદિર શંખલપુર ખાતે વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે બાળકોને પોલિયો રસી પીવડાવવાનો આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.

“દરેક બાળકને પોલિયોથી સુરક્ષા – પોલિયોની બે ટીપાં જીવનભરની રક્ષા"

સ્વસ્થ બાળક, સ્વસ્થ પરિવાર અને પોલિયોમુક્ત ભારતના નિર્માણ માટે દરેક માતા-પિતાએ પોતાના બાળકને સમયસર પોલિયો રસી અવશ્ય અપાવવી.

#વિશ્વપોલિયોદિવસ2026 #પોલિયોમુક્તભારત

શિક્ષણના દિવડા પ્રગટાવી, ભવિષ્યના ઘડવૈયાઓનું સ્વાગત.યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલ શૈક્ષ...
24/06/2026

શિક્ષણના દિવડા પ્રગટાવી, ભવિષ્યના ઘડવૈયાઓનું સ્વાગત.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલ શૈક્ષણિક ક્રાંતિ “24 મો શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬” અને “કન્યા કેળવણી મહોત્સવ” અંતર્ગત આજે પીએમ શ્રી શંખલપુર અનુપમ પ્રાથમિક શાળાના આંગણે ઉત્સાહભેર પાપા પગલી માંડી રહેલા નાના-નાના ભૂલકાંઓનો ઉત્સાહ વધારી, તેઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું અને સુવર્ણ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા. કલરવ કરતાં બાળકોની આંખોમાં ભવિષ્યના સપનાઓ અને ચહેરા પરનું નિર્દોષ સ્મિત જોઈને હૃદય આનંદિત થઈ ગયું.

॥ जिवेत शरदः शतम् ॥ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ 71 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓમાં બહુચર સદા...
22/06/2026

॥ जिवेत शरदः शतम् ॥

ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ 71 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

માં બહુચર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના

જન કલ્યાણ શિબિર
12/06/2026

જન કલ્યાણ શિબિર

📚 સેવા એ જ પરમો ધર્મ 📚​શ્રી બહુચરાજી માતાજીની અસીમ કૃપાથી ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમ​"વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક...
10/06/2026

📚 સેવા એ જ પરમો ધર્મ 📚
​શ્રી બહુચરાજી માતાજીની અસીમ કૃપાથી ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમ
​"વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સરાહનીય કદમ"
​શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિર શંખલપુર ટ્રસ્ટ દ્વારા તેમજ પરમ પૂજ્ય દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય અને નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
​📍 લાભાર્થી શાળાઓ અને વિદ્યાર્થીઓ:
​🏫 શંખલપુર પ્રાથમિક શાળા
​🏫 શંખલપુર હાઇસ્કુલ
​🎒 ૧૪૦૦ થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે (ફ્રી) ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.
​🙏 હાર્દિક આભાર:
​અમે એ તમામ ઉદાર દિલના દાતાશ્રીઓ અને ટ્રસ્ટના સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમના આર્થિક અને શારીરિક સહયોગથી આ સેવાયજ્ઞ સફળ બન્યો છે. માતાજી આપ સૌને સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના!

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra modi  સાહેબને સતત સૌથી લાંબા સમય સુધી લોકશાહી રીતે ચૂંટાયેલા ભારતના વડાપ્રધાન બનવાનો ઇ...
10/06/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra modi સાહેબને સતત સૌથી લાંબા સમય સુધી લોકશાહી રીતે ચૂંટાયેલા ભારતના વડાપ્રધાન બનવાનો ઇતિહાસ રચવા બદલ હાર્દિક અભિનંદન સહ અનંત શુભકામનાઓ.

આ ઐતિહાસિક સિદ્ધિ જનતાના અતૂટ વિશ્વાસ, નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવા અને વિકાસના સંકલ્પની જીત છે.



દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન સ્વતંત્રતા સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ પર ક...
09/06/2026

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન સ્વતંત્રતા સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન 🙏🏻

 #સ્વચ્છ_શંખલપુર  #સોહામણું_શંખલપુરસ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિનને સાપ્તાહિક કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે...
08/06/2026

#સ્વચ્છ_શંખલપુર #સોહામણું_શંખલપુર
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિનને સાપ્તાહિક કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે શંખલપુર ગામે સ્વચ્છતા સપ્તાહની શરૂઆત કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત બેચરાજીના ઇન્ચાર્જ TDO તથા SBM ટીમ તલાટી રાજુભાઈ તથા ગ્રામજનો અભિયાનમાં જોડાયા..

Address

Modhera

Telephone

+919825004780

Website

Alerts

Be the first to know and let us send you an email when Shankhalpur Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shankhalpur Gram Panchayat:

Shortcuts

Share