વિશ્વકર્મા વિચાર મંચ ગુજરાત

  • Home
  • India
  • Morbi
  • વિશ્વકર્મા વિચાર મંચ ગુજરાત

વિશ્વકર્મા વિચાર મંચ ગુજરાત સમસ્ત વિશ્વકર્મા સમાજ ની માહિતી આપતું માધ્યમ વધુ માહિતી માટે સંપર્ક કરો 8511096426

*🚩પધારો આમોદરા ધામ...પધારો આમોદરા ધામ...પધારો આમોદરા ધામ...🚩*સમસ્ત લુહાર પંચાલ સમાજ દ્વારા સંત શ્રી મુળદાસ ધામ આમોદરાને ...
16/08/2026

*🚩પધારો આમોદરા ધામ...પધારો આમોદરા ધામ...પધારો આમોદરા ધામ...🚩*

સમસ્ત લુહાર પંચાલ સમાજ દ્વારા સંત શ્રી મુળદાસ ધામ આમોદરાને આંગણે રૂડો અવસર સંત શ્રી મુળદાસ બાપા ભવ્ય નવ નિર્મિત મંદિર પુન:પ્રતિષ્ઠા...

મંદિર દેવતાઓની પૂન પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રી દિવસીય કાર્યક્રમ

*મુળદાસજી અવતરણ તિથિ (જન્મ જયંતિ) મહોત્સવ*

*🚩સંતવાણી તેમજ લોક ડાયરો🚩*
તા. ૨૦/૧૧/૨૦૨૬ શુક્રવાર રાત્રે ૯:૦૦ કલાકે

આઝાદી પર્વ નિમિત્તે આપ સૌને વિશ્વકર્મા વિચાર મંચ ગ્રુપ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.શુભેચ્છક: વિશ્વકર્મા વિચાર મંચ
15/08/2026

આઝાદી પર્વ નિમિત્તે આપ સૌને વિશ્વકર્મા વિચાર મંચ ગ્રુપ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.

શુભેચ્છક: વિશ્વકર્મા વિચાર મંચ

લુહાર સમાજનું ગૌરવ : ઉપલેટાના લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરાની ચાર પેઢીઓથી જીવંત રહેલી પરંપરાગત કલાત્મક સૂડી હસ્તકળાને મળ્યું...
30/07/2026

લુહાર સમાજનું ગૌરવ : ઉપલેટાના લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરાની ચાર પેઢીઓથી જીવંત રહેલી પરંપરાગત કલાત્મક સૂડી હસ્તકળાને મળ્યું રાષ્ટ્રીય સન્માન

વડોદરા હરિપ્રબોધમ પરિવાર દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સૌજન્ય મુલાકાત કરવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે ઉપલેટા સ્થિત લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરા દ્વારા છેલ્લા ચાર પેઢીથી નિર્માણ પામતી પરંપરાગત કલાત્મક સૂડીની અનોખી હસ્તકળા, તેની નિર્માણ પ્રક્રિયા તેમજ ઐતિહાસિક પરંપરા અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉપલેટાની આ પરંપરાગત સૂડી હસ્તકળાએ ભૂતકાળમાં પણ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ અને સન્માનો પ્રાપ્ત કરીને લુહાર સમાજ તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રસંગે લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરા વતી તેમના પુત્ર સાવનભાઈ સિદ્ધપુરાએ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પરંપરાગત કલાત્મક સૂડીની વિશેષ ભેટ અર્પણ કરી હતી.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પરંપરાગત હસ્તકળાની હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારતીય પરંપરાગત કારીગરીને દેશ-વિદેશમાં વધુ ઓળખ અને સન્માન મળે, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તેમજ આવી અમૂલ્ય હસ્તકળાનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે સમયની આવશ્યકતા છે.

આ મુલાકાત સમગ્ર લુહાર સમાજ તેમજ લુહાર અશ્વિનભાઈ સિદ્ધપુરાના પરિવાર માટે ગૌરવની અવસ્મરણીય ક્ષણ બની રહી હતી. સાથે જ, આ પ્રસંગે ઉપલેટાની પરંપરાગત સૂડી હસ્તકળાને રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને ભાવિ પેઢીમાં આ અમૂલ્ય વારસાના સંવર્ધન, સંરક્ષણ તથા પ્રચાર-પ્રસાર માટે નવી પ્રેરણા મળી.
માહિતી:સાવન અશ્વિનભાઇ સિદ્ધપુરા

*-@વિશ્વકર્મા વિચાર મંચ*
મોબાઈલ:8511096426

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
17/07/2026

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

જ્ઞાતિ ગૌરવ... ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામ મોટા સુરકા ના રહેવાશી મકવાણા કિશોરભાઈ લલ્લુભાઈ ના દ...
12/07/2026

જ્ઞાતિ ગૌરવ... ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામ મોટા સુરકા ના રહેવાશી મકવાણા કિશોરભાઈ લલ્લુભાઈ ના દીકરા અંકુર કિશોરભાઇ એ *(1) RTO INSPECTOR (GPSC) Rank-28*
તથા
*(2)Gsecl(gujarat State electrical corporation limited) as a JE( junior engineer) class-2* ની પરીક્ષા તેમની અથાગ મહેનત થી સફળતાપૂર્વક પાસ કરી અને મકવાણા પરિવાર સાથે સાથે લુહાર સમાજનું ગૌરવ વધારવા બદલ વિશ્વકર્મા વિચાર મંચ ગ્રુપ તેમની આ સિદ્ધિ બદલ ખુબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
ભૂતકાળ મા તેવો કોર્ટ માં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે સમાજના આવા વીરલાઓ ને વધાવતા ખૂબ ગર્વ લઈ શકાય.આપને મળેલી આ સફળતા ભવિષ્યમાં આપને સર્વોચ્ય સન્માન અપાવે તેવી ભગવાન વિશ્વકર્મા પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ આપના ઉજ્જવળ ભવિષ્ય ની કામનાઓ સાથે સાથે સમાજમાં શિક્ષણનું વધતું પ્રમાણ એ સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ચાવી છે. જો આ વધતા પ્રમાણ સાથે યુવાનોને સાચું માર્ગદર્શન અને રોજગારલક્ષી કૌશલ્ય પૂરા પાડવામાં આવે, તો એક આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે છે.

*-@વિશ્વકર્મા વિચાર મંચ*
*મો:- 8511096426*
*માહિતી:-મકવાણા અંકુર કિશોરભાઇ*

Address

Morbi

Telephone

+918511096426

Website

Alerts

Be the first to know and let us send you an email when વિશ્વકર્મા વિચાર મંચ ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to વિશ્વકર્મા વિચાર મંચ ગુજરાત:

Shortcuts

Share

Category