District Panchayat Morbi

District Panchayat Morbi District Devlopment Officer Morbi

જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ ટંકારા મા ઘરે  ઘરે જઈ ને આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી...
13/11/2024

જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ ટંકારા મા ઘરે ઘરે જઈ ને આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી.



મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે જિલ્લા વિકાસ ...
13/11/2024

મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિક્ષણ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
વેકેશન દરમિયાન બાળકો તેમના મનગમતા વિષયોમાં આગળ વધી શકે, તેમની અંદર રહેલી સુષુપ્ત કળાઓ બહાર આવે અને સોળે કળાએ પાંગરે તથા તેમની અંદર વિવિધ કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નૂતન પહેલ કરવામાં આવી છે. જ્યાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ચિત્ર, વાર્તા અને કાવ્યલેખન તથા ચેસ માટે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપ અંતર્ગત ૨૬ બાળકો ચેસ, ૩૭ બાળકો ચિત્ર તથા ૨૫ બાળકો કાવ્ય અને વાર્તા લેખન અંગે જરૂરી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. જિલ્લાના કુલ ૮૦ થી વધુ બાળકો આ વર્કશોપનો લાભ લઈ રહ્યા છે. આ બાળકોને નિષ્ણાતો દ્વારા ચિત્ર અંગે ભૌમિતિક અલંકૃત મોડર્ન અમુર્ત આકાર પેન્સિલ મંડલા સહિત વિવિધ ચિત્રો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે કાવ્ય અને વાર્તા લેખન ચેસ ઉપરાંત મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને એપ્ટીટ્યુડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા ખુબ જ સુંદર રીતે આ વર્કશોપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.


CMO Gujarat
Panchayats, Rural Housing & Rural Development Department,Govt. of Gujarat
Drda Morbi

માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિધાર્થીઓ...
12/11/2024

માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિધાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ. ઈ. કોલેજ મોરબી ખાતે તા: ૧૨-૧૩-૧૪ એમ ત્રી- દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા કુલ ૮૮ વિધાર્થીઓએ આ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો. જેમાં વિધાર્થીઓને ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આ વર્કશોપમાં વિધાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી માન. હંસાબેન પારધી, માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એન. એ. મહેતા મેડમ ઉપસ્થિત રહી વિધાર્થીઓએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ. સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જીલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમે કરેલ હતું.


Address

District Panchayat Morbi
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when District Panchayat Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share