Nargol Grampanchayat

Nargol Grampanchayat FAVOURITE VILLAGE OF PM NARENDRA MODI

નારગોલ ગામે ICDS વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાશે.ઉમરગામ ICDS વિભાગના ઘટક-૨ દ્વારા "પાપા પગલી ...
06/11/2024

નારગોલ ગામે ICDS વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાશે.
ઉમરગામ ICDS વિભાગના ઘટક-૨ દ્વારા "પાપા પગલી પ્રોજેક્ટ" અંતર્ગત "શિક્ષણની વાત વાલી સાથેનો સંવાદ" ભૂલકા મેળો 2024નું આયોજન ભંડારી સમાજ નારગોલ સાંસ્કૃતિક ભવન-જગદંબાધામ ખાતે આજે તા. ૦૭/૧૧/૨૦૨૪ના ગુરૂવારના રોજ સવારે 9:30 કલાકેથી યોજાશે. આ કાર્યક્રમની અંદર અનેક ગામોના આંગણવાડીના બાળકો અને કાર્યકર બહેનો ભાગ લેશે.

ઉમરગામ

નારગોલ ગામે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સભા મળી.
26/10/2024

નારગોલ ગામે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સભા મળી.

25/10/2024
15/10/2024
Wel come
12/10/2024

Wel come

સ્મશાનની સગડી આપણા નારગોલ ગામની અંદર, દરેક સ્મશાન ભૂમિ ખાતે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા નવા સ્મશાન ભૂમિના મકાનો નિર્માણ ક...
10/10/2024

સ્મશાનની સગડી

આપણા નારગોલ ગામની અંદર, દરેક સ્મશાન ભૂમિ ખાતે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા નવા સ્મશાન ભૂમિના મકાનો નિર્માણ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં દરેક સ્મશાન ભૂમિ ખાતે બેઠક વ્યવસ્થા સહિત રંગકામ જેવી કામગીરી કરવામાં આવશે. સ્મશાન ભૂમિના મકાન બન્યા બાદ સગડીનો અભાવ વર્તાઈ રહ્યો હતો જેના કારણે નવા બનેલા મકાન ઉપયોગમાં લઈ શકાતા ન હતા. ઉર્જા મંત્રાલય ગાંધીનગરના માધ્યમથી આજરોજ નવી બનેલી સ્મશાન ભૂમિઓ માટે સગડી ફાળવવામાં આવી છે. આજરોજ નારગોલ ગામે આજરોજ સ્મશાનભૂમિ ખાતે નવી સગડી ફીટ કરવામાં આવી રહી છે.
સમગ્ર ગુજરાત ભરથી 1000 જેટલી સગડીની માંગ ઉર્જા મંત્રાલયને મળી છે જે પેન્ડિંગ હોવા છતાં આપણા ગામને સગડી ફાળવણી કરતા ઉર્જા મંત્રાલય ગાંધીનગર તેમજ ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.

સ્વીટી યતીન ભંડારી
સરપંચ
ગ્રામ પંચાયત નારગોલ

નારગોલ ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે નવી આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉ...
10/10/2024

નારગોલ ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે નવી આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગામના સરપંચ સ્વીટી ભંડારી તેમજ ગામના અગ્રણીઓએ ઉપસ્થિત ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા વિકાસ અધિકારી સી.આર. પઢિયાર, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન દુમાડા, જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન ધોડી, ઉમરગામ ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ઇન્ચાર્જ CDPO ફરહાનાબેનઓનું પુષ્પગુંછથી સ્વાગત કર્યું હતું. નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં તાજેતરમાં નિર્માણ પામેલ માંગેલવાડ આંગણવાડી કેન્દ્રના મકાનનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ અન્ય વિકાસના કામોનું ભૂમિપુંજન તથા વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા.

*નંમસ્તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જી ના જન્મદિવસ નિમિતે..આવતીકાલે તા 17/9/24 ના રોજ સવારે 11 કલાકે સ્...
16/09/2024

*નંમસ્તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જી ના જન્મદિવસ નિમિતે..આવતીકાલે તા 17/9/24 ના રોજ સવારે 11 કલાકે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને નારગોલ ગ્રામ પંચાયત સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારી તથા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન દ્વારા નારગોલ બીચ પર સાફ સફાઈ, "સ્વરછતા અભિયાન "નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે માટે આ કાર્યક્રમ માં તાલુકાના સૌવ કાર્યકર્તા ને હાર્દિક નિમંત્રણ છે... આભાર સહ🙏🏻*

Address

Nargol

Website

Alerts

Be the first to know and let us send you an email when Nargol Grampanchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share