MCC Palanpur

MCC Palanpur રોજગાર કચેરી, પાલનપુર-બનાસકાંઠા રોજગાર કચેરી, પાલનપુર - બનાસકાંઠા

31/10/2025
28/10/2025

RRB NTPC Recruitment 2025: RRB NTPC UG ભરતી માટે કાલથી કરી શકાશે અરજી, 3050 પદો પર થશે ભરતી.RRB NTPC UG ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી તેમનું ઇન્ટરમીડિયેટ (10+2) પૂર્ણ કર્યું હોવું જોઈએ.
રેલવેમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે વિભાગ આવતીકાલે 28 ઓક્ટોબરથી RRB NTPC અંડરગ્રેજ્યુએટ લેવલ (CEN 7/2025) ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરશે. અરજી પ્રક્રિયા ખુલ્યા પછી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો RRB પોર્ટલ rrbapply.gov.in પર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર, 2025 છે.

09/10/2025

૨૧ બટાલિયન બીએસએફ દાંતીવાડા ખાતે તાલીમ લેનાર તાલીમાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને ટ્રેકશુટ અને શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું.

16/09/2025

જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા bsf દાંતીવાડા ખાતે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરેલ છે. જે ઉમેદવારો 17 1/2 થી 21 વર્ષની વય ધરાવતા હોય અને આર્મી બીએસએફ સીઆરપીએફ સીઆઇએસએફમાં જવા ઇચ્છુક હોય તેઓએ તારીખ 18/ 9/ 2025 ના સવારે 8 વાગે 21 બટાલિયન દાંતીવાડા ખાતે પોતાના આધાર કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું.

28/03/2025

પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ રોશન હાઈસ્કુલ,ગઠામણ ખાતે ધોરણ 9 ના કુલ 73 ઉમેદવારો ના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના અભ્યાસક્રમો ની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત RIASEC ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થી ઓને મદદરૂપ થાય તે માટે માહિતી આપવામાં આવી. કેરિયર કાઉન્સેલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા ઉમેદવારોના ટેસ્ટ લઈ તેમને વન ટું વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

16/01/2025

પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ એકલવ્ય મોડેલ સકૂલ, જગાણા તેમજ એકલવ્ય મોડેલ સ્કૂલ, અમીરગઢ ખાતે ધોરણ 9 તેમજ ધોરણ 10 ના કુલ 90 ઉમેદવારો ના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 9 તેમજ ધોરણ 10 પછીના અભ્યાસક્રમો ની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત RIASEC ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થી ઓને મદદરૂપ થાય તે માટે માહિતી આપવામાં આવી. કેરિયર કાઉન્સેલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા ઉમેદવારોના ટેસ્ટ લઈ તેમને વન ટું વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

🔰જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર🔰                  દ્વારા આયોજિત*જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો*🔊🔊🔊🔊🔊🔊બનાસકાંઠા જિલ્લાના ન...
07/01/2025

🔰જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર🔰
દ્વારા આયોજિત

*જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો*

🔊🔊🔊🔊🔊🔊
બનાસકાંઠા જિલ્લાના નોકરી મેળવવા ઇચ્છુક મહિલા અને પુરુષ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક
📚 *લાયકાત:10 પાસ/12 પાસ/આઈ. ટી. આઈ પાસ/ડિપ્લોમા/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ*

*ઉંમર:18 થી 35 વર્ષ સુધી*

🗓️ *ભરતી મેળાની તારીખ:10.01.2025*

⏰સમય:સવારે 09:00 કલાકે

🌎 *સ્થળ: નગરપાલિકા ટાઉન હોલ જહાંઆરા બાગ, પાલનપુર*

📎ભારતીમેળામાં ભાગ લેવા માટે
*https://rb.gy/nk94kv*
લિંક ખોલી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

➡️નોંધ:ઉમેદવારોએ બે થી ત્રણ નકલ બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો, આધાર કાર્ડની નકલ સાથે હાજર રહેવું.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પાલનપુર દ્રારા આયોજીત જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચેની વિગતો ....

Address

Palanpur

Alerts

Be the first to know and let us send you an email when MCC Palanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MCC Palanpur:

Share