District Rural Development Agency, Patan

District Rural Development Agency, Patan Official page drda patan

11/08/2026
આજરોજ માનનીય નિયામકશ્રી એ.ડી.વણજારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ દ્વારા અત્રેના જિલ્લાના પાટણ તાલુકાના કુણઘેર ગામ ખા...
04/08/2026

આજરોજ માનનીય નિયામકશ્રી એ.ડી.વણજારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ દ્વારા અત્રેના જિલ્લાના પાટણ તાલુકાના કુણઘેર ગામ ખાતે આવેલ 'ગ્રામ હાટ'ની પ્રોત્સાહક મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે તેમણે સ્વ-સહાય જૂથ (SHG) ની મહિલાઓ સાથે સંવાદ સાધીને સ્વ-રોજગાર, આજીવિકા વર્ધન અને આર્થિક સ્વાવલંબન અંગે બહુમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

CMO Gujarat
Glpc Mission Manglam DDO Patan Commissionerate of Rural Development, Gujarat

આજરોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રભારી મંત્રીશ્રી સ્વરુપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તથા માન પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પાટ...
30/07/2026

આજરોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રભારી મંત્રીશ્રી સ્વરુપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તથા માન પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પાટણ શ્રી ભાવિકકુમાર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કુલ 32 અને તાલુકા ના કુલ 169 નવ નિયુક્ત પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓ માટે વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત પંચ સંમેલન એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

DDO Patan
VB-G RAM G PATAN
CMO Gujarat Commissionerate of Rural Development, Gujarat Narendra Modi kuvarji bavaliya Swarupji Thakor

ગત રોજ તારીખ 17/7/26 ના રોજ હારીજ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ માં ગ્રામહાટની સ્થાપના કરવાની હોવાથી માનનીય નિયામક શ્રી દ્વારા ...
18/07/2026

ગત રોજ તારીખ 17/7/26 ના રોજ હારીજ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ માં ગ્રામહાટની સ્થાપના કરવાની હોવાથી માનનીય નિયામક શ્રી દ્વારા સ્થળ તપાસ તેમજ મુલાકાત કરવામાં આવી હતી.

Commissionerate of Rural Development, Gujarat DDO Patan CMO Gujarat

ગત રોજ તારીખ 17/7/26 ના રોજ સાંતલપુર ખાતે માન.નિયામકશ્રી ની અધ્યક્ષતામાં એ.બી.પી.અંતર્ગત આરોગ્ય ,આઈ.સી.ડી.એસ શિક્ષણ તથા ...
18/07/2026

ગત રોજ તારીખ 17/7/26 ના રોજ સાંતલપુર ખાતે માન.નિયામકશ્રી ની અધ્યક્ષતામાં એ.બી.પી.અંતર્ગત આરોગ્ય ,આઈ.સી.ડી.એસ શિક્ષણ તથા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સાથે સ્વસહાય જૂથની કામગીરી બાબતે તથા સૂચકાંકોની સમીક્ષા કરવામાં આવી.

DDO Patan NRLM Patan Glpc Mission Manglam Commissionerate of Rural Development, Gujarat

ગત રોજ તારીખ 17/7/26 ના રોજ પ્રાંત કચેરી,રાધનપુર ખાતે માન.આસિસ્ટન્ટ નોડલ ઓફીસર(VVP-II)-વ-નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ ...
18/07/2026

ગત રોજ તારીખ 17/7/26 ના રોજ પ્રાંત કચેરી,રાધનપુર ખાતે માન.આસિસ્ટન્ટ નોડલ ઓફીસર(VVP-II)-વ-નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાટણ ના અધ્યક્ષપદે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-II (VVP-II) અંતર્ગત માળખાગત સુવિધાઓ વિકસાવવા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તેમજ ગ્રામીણ જીવનસ્તર સુધારવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

DDO Patan CMO Gujarat Info Patan GoG Gujarat Information

તા. 16/07/2026 ના રોજ જિલ્લા પંચાયત કચેરી, પાટણ ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની લખપતિ ...
16/07/2026

તા. 16/07/2026 ના રોજ જિલ્લા પંચાયત કચેરી, પાટણ ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની લખપતિ દીદી સંચાલન સમિતિની બેઠક તેમજ બેન્કર્સ મીટીંગ સફળતાપૂર્વક યોજાઈ.બેઠકમાં તમામ વિભાગો અને બેંકોના સંકલન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને વધુમાં વધુ સ્વ-સહાય જૂથોને બેંકો સાથે કેશ ક્રેડીટ બાબતે જોડાણ કરી મહિલાઓને લખપતિ દીદી તરીકે આત્મનિર્ભર બનાવવા વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યુ.

DDO Patan Commissionerate of Rural Development, Gujarat CMO Gujarat Glpc Mission Manglam

કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે જૂન - ૨૦૨૬ સુધીની કામગીરીની સમીક્ષા બેઠક આજ રોજ...
10/07/2026

કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે જૂન - ૨૦૨૬ સુધીની કામગીરીની સમીક્ષા બેઠક આજ રોજ કલેક્ટર કચેરી, પાટણ ખાતે માન.સંસદસભ્યશ્રી ભરતસિંહજી ડાભી ની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની હાજરી અને પદાધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં "દિશા" મિટિંગ યોજવામાં આવી.

Commissionerate of Rural Development, Gujarat
CMO Gujarat BHARATSINHJI DABHI DDO Patan

આજ રોજ નિયામક શ્રી એ. ડી. વણજારા ના અધ્યક્ષ સાથે PMAY-G રિવ્યુ મિટિંગ કરવામાં આવી, જેમાં આવાસ મંજૂરી અને પ્રગતિની સમીક્ષ...
08/07/2026

આજ રોજ નિયામક શ્રી એ. ડી. વણજારા ના અધ્યક્ષ સાથે PMAY-G રિવ્યુ મિટિંગ કરવામાં આવી, જેમાં આવાસ મંજૂરી અને પ્રગતિની સમીક્ષા,નિર્માણાધીન આવાસોની સ્થિતિ,હપ્તાની ચુકવણીની સમીક્ષા,બાકી રહેલા કેસોની ચર્ચા,ગુણવત્તા અને સમયસર પૂર્ણતા અંગે માર્ગદર્શન,આગામી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું.

Commissionerate of Rural Development, Gujarat Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat

તા.૦૧/૦૭/૨૬ ના રોજ માનનીય નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને NRLM યોજનાનાં તાલુકા કક્ષાનાં તમામ સ્ટા...
01/07/2026

તા.૦૧/૦૭/૨૬ ના રોજ માનનીય નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને NRLM યોજનાનાં તાલુકા કક્ષાનાં તમામ સ્ટાફની સમીક્ષા બેઠક રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે યોજવામાં આવી.

Address

Raj Mahel Road
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when District Rural Development Agency, Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District Rural Development Agency, Patan:

Shortcuts

Share