મહિલા મંડળ - પાટણ, શ્રી મૂળીબાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય

  • Home
  • India
  • Patan
  • મહિલા મંડળ - પાટણ, શ્રી મૂળીબાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય

મહિલા મંડળ - પાટણ, શ્રી મૂળીબાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય સન 1930 થી મહિલા ઉત્કર્ષ ના કાર્યો કરનારી કાર્યરત સંસ્થા

સ્નેહની રાખડી, સન્માનનું બંધન 🌸આજે અમારી મહિલા મંડળ સંસ્થા દ્વારા હંમેશની જેમ પાટણ શહેરના સફાઈ કર્મચારી ભાઈઓને રાખડી બાં...
26/08/2026

સ્નેહની રાખડી, સન્માનનું બંધન 🌸

આજે અમારી મહિલા મંડળ સંસ્થા દ્વારા હંમેશની જેમ પાટણ શહેરના સફાઈ કર્મચારી ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનનું સ્નેહપર્વ ઉજવવામાં આવ્યું. ...

સ્વચ્છ અને સુંદર પાટણના નિર્માણમાં દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપતા આપણા સફાઈ કર્મચારી ભાઈઓ પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરવાનો આ નાનકડો પ્રયાસ હતો. 🙏

આ પ્રસંગ નિમિત્તે સંસ્થાના પ્રમુખશ્રી મીનાબેન પ્રજાપતિ, મંત્રી શ્રી સંધ્યાબેન પ્રધાન , અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોની તેમજ મંત્રી શ્રી સતિષભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ... સફાઈ કર્મચારીઓને કુમકુમ તિલક કરી રક્ષા સૂત્ર બાંધી અને મીઠાઈ તેમજ ફરસાણની કીટ આપવામાં આવી હતી જેમાં મુમતાજબેન મનસુરીએ આર્થિક સહયોગ પૂરો પાડેલ હતો તે બદલ મહિલા મંડળ મુમતાજબેન મનસુરી તેમજ પધારેલ બંને અતિથિઓનું આભાર વ્યક્ત કરે છે... કાર્યક્રમનું સંચાલન મમતાબેન ખમારે કર્યું હતું તેમ જ આભાર વિધિ મમતાબેન ગાંધીએ કરી હતી તેમજ સંસ્થાની સભ્ય બહેનોએ પણ આ રક્ષાબંધન પર્વ નિમિત્તે હાજરી આપી હતી...

તમામને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ! 🪢✨

🌸 મહિલા મંડળ – મહેંદી વર્ગની બહેનોની સફળતાની સુંદર સિદ્ધિ 🌸 તા. 17-08-2026 અને 18-08-2026 ના રોજ યોગાંજલિ કેળવણી મંડળ, સ...
21/08/2026

🌸 મહિલા મંડળ – મહેંદી વર્ગની બહેનોની સફળતાની સુંદર સિદ્ધિ 🌸

તા. 17-08-2026 અને 18-08-2026 ના રોજ યોગાંજલિ કેળવણી મંડળ, સિદ્ધપુરના સહયોગથી પાટણના કનાસાના પાડા ખાતે યોજાયેલા જૈન ઓચ્છવમાં મહિલા મંડળ મહેંદી વર્ગની બહેનોને મહેંદી મુકવાનો ઓર્ડર મળ્યો હતો. 💚

આ તકનો બહેનોએ ખૂબ જ સુંદર રીતે લાભ લીધો અને માત્ર બે દિવસમાં કુલ ₹10,000 ની આવક મેળવી. 💰✨

આ માત્ર આવક નથી, પરંતુ બહેનોની કલા, આત્મવિશ્વાસ અને સ્વરોજગાર તરફનું એક સુંદર પગલું છે. 👩‍🎨🌱

મહિલા મંડળના મહેંદી વર્ગને મળેલું આ પ્રોત્સાહન ખરેખર ગૌરવની વાત છે. 💐

🙏 સહયોગ બદલ યોગાંજલિ કેળવણી મંડળ, સિદ્ધપુરનો હૃદયપૂર્વક આભાર. 🙏

08/08/2026
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગતરોજ મહિલા મંડળ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મેઘાબ...
08/08/2026

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગતરોજ મહિલા મંડળ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ આશાબેન પટેલે મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ અમલમાં રહેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અને તેના લાભો અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળલગ્ન પ્રતિબંધ, બાળ સુરક્ષા અને બાળકોના અધિકારો સંબંધિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામીએ સરકારની મહિલાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ગામોની મહિલાઓ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને સ્વરોજગાર અપનાવી આત્મનિર્ભર બનવા તેમજ અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનવા અપીલ કરી હતી.
શિબિરમાં તમામને મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ હાઇજીન કીટ અને માહિતીપ્રદ IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર અને જિલ્લા મહિલા તથા બાળ અધિકારીની કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પ્રજાપતિ , મંત્રી શ્રી સંધ્યાબેન પ્રધાન, ભગીની સમાજ પાટણના પ્રમુખ લીલાબેન સ્વામી સહિત DHEW અને OSCના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સંચાલન પૂર્ણિમાબેન મોદીએ કરેલ તેમજ પૂર્વીબેન ખત્રી એ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી...

ગતરોજ તા.૨૪/૬/૨૬, બુધવારના રોજ મહિલા મંડળ ખાતે , મહિલા મંડળ તેમજ યોગંજલી કેળવણી મંડળ ના સંયુક્ત ઉપક્રમે બ્યુટીપાર્લર વર્...
25/06/2026

ગતરોજ તા.૨૪/૬/૨૬, બુધવારના રોજ મહિલા મંડળ ખાતે , મહિલા મંડળ તેમજ યોગંજલી કેળવણી મંડળ ના સંયુક્ત ઉપક્રમે બ્યુટીપાર્લર વર્ગ તેમજ મહેંદી વર્ગની દીકરીઓમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણનો કાર્યકમ એમ બંને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..

જેમાં ચોપડા વિતરણ કાર્યક્રમ માં અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ ના કનુભાઈ પટેલ, કનુભાઈ તેમજ કિર્તીભાઇ હાજર રહ્યા હતા. અને મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ચોપડા વિતરણ નો લાભ લીધો હતો...

તેમજ બ્યુટીપાર્લર અને મહેંદી વર્ગની સ્પર્ધામાં દીકરીઓને હોંશે હોંશે ભાગ લીધો હતો... આ કાર્યક્રમ માં મુમતાઝબેન મનસુરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા...તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મીનાબેન પ્રજાપતિ, મંત્રી શ્રી સંધ્યાબેન પ્રધાન, તેમજ સભ્ય બહેનો પણ હાજર રહી હતી... દીકરીઓને સ્પર્ધાના ઇનામ સંસ્થાના વડીલ સભ્ય એવા હેમલતાબેન રાવલ તરફથી આપવામાં આવેલ. તેમજ હિમાનીબેન પ્રજાપતિ દ્વારા કાર્યક્રમ નું સંચાલન અને મમતાબેન ખમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ ...

25/05/2026

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ઉત્કર્ષભાઈ પટેલ 🎉

25/05/2026

સંસ્થાના મંત્રી શ્રી સંધ્યાબેન પ્રધાન 🎉

25/05/2026

સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા સ્વાગત વિધિ.. 🎉

Address

Opp Babu's Bungalow
Patan
384265

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when મહિલા મંડળ - પાટણ, શ્રી મૂળીબાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category