10/06/2022
*રાજકોટનાં નવનિયુક્ત પોલીસ કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લેતુ ગ્રાહક સુરક્ષા સંગઠન - રાજકોટ*
*ગ્રાહક સુરક્ષા સંગઠન- રાજકોટ નાં પ્રમુખ પ્રનંદ ભાઈ કલ્યાણી* તથા કારોબારી સભ્યોએ આજે *રાજકોટ નવનિયુક્ત પોલીસ કમિશ્નર આઇપીએસ રાજુ ભાર્ગવની* શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે નવનિયુક્ત કમિશ્નરએ શહેરીજનોને ચોકક્સ સલામતી આપવા અને ટ્રાફીક સમસ્યા અને ગ્રાહકલક્ષી તથા વેપારીલક્ષી ફરિયાદો પર ધ્યાન આપી ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ મુલાકાત દરમિયાન કમિશનર રાજુ ભાર્ગવે પોલીસ દ્વારા કરવામાં આવતા પોલીસિંગ સિવાયના અન્ય કાર્યોની પણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો. *તેમણે જણાવ્યુ હતું કે ગ્રાહક સુરક્ષા સંગઠન રાજકોટ સહિતના સંગઠનો* સાથે મળી તેમની મુશ્કેલીઓ સમજી પોલીસ કાર્યવાહી તરફ આગળ વધશે.”
આ મુલાકાત દરમિયાન કમિશનરે શક્ય તેટલું શ્રેષ્ઠ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. જે સૂચવે છે કે *રાજકોટના અતિ હકારાત્મક ,સૌમ્ય અને બાહોશ નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ* જમીન સાથે જોડાઈ વાસ્તવિકતાના આધારે આગળ વધશે.
*રાજકોટ ગ્રાહક સુરક્ષા સંગઠન નાં પ્રમુખ શ્રી પ્રનંદભાઈ કલ્યાણીએ* પોલીસ કમિશનરશ્રીને રાજકોટ ગ્રાહક સુરક્ષા સંગઠન વતી તમામ તબ્બકે સહકાર અને સેવા આપવાની તૈયારી દર્શાવેલી અને ખાતરી આપીહતી.