02/10/2025
આજરોજ તા ૦૨/૧૦/૨૦૨૫ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે અને સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના નવરચિત તાલુકા ચીકદા ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં નર્મદા જિલ્લા ના માન. પ્રભારી મંત્રીશ્રી, શ્રી ભીખુસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતા માં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી, સ્વચ્છ્તા દિવસ ના ઉપક્રમે સ્વચ્છતા હી સેવા ઝૂબેશમાં ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સ્તરે સ્વચ્છતાલક્ષી કામગીરી અને સર્વશ્રેષ્ઠ કામગીરી માટે,
૧. સાગબારા તાલુકા ને સ્વચ્છતાલક્ષી કામગીરી માટે શ્રેષ્ઠ તાલુકા,
૨. ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત,
૩. ડેડીયાપાડા તાલુકાના ડુમખલ માંધ્યમિક શાળાને શ્રેષ્ઠશાળા,
૪. ડેડીયાપાડા તાલુકાની બાબદા આગણવાડી કેન્દ્રને શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્ર
૫. નાદોદ તાલુકા ના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને
૬. તિલકવાડા સામુહીક આરોગ્ય કેન્દ્રને સ્વચ્છતાલક્ષી કામગીરી શ્રેષ્ઠ સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે એવાર્ડ એનાયત કરવામાં આવ્યું.
કાર્યક્રમ માં માન. સાંસદસભ્યશ્રી , શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ , માન. જિલ્લા કલેકટર, શ્રી. એસ કે, મોદી સાહેબ, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી , આર વી. વાળા, માન. ધારાસભ્યશ્રી, શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ, માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, શ્રી ભીમસિહ તડવી સાહેબ, માજી ધારાસભ્યો, માજી પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓશ્રી અને ગ્રામજનો વિગેરે કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.