31/01/2026
આજ રોજ હઝરત હશનઅલી બાવાના ૩૯મા ઉર્ષ નિમિત્તે ૮મો સમૂહ લગ્નોત્સવ હાજી સૈયદ ઝાકિરઅલી બાપુની નિગરાની હેઠળ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધ ડ્રીમ ફાઉન્ડેશન, ટુંડાવના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવિકાઓ દ્વારા પ્રશંસનીય સામાજિક સેવા કરવામાં આવી. ખાસ કરીને ટુંડાવ ગામની સ્ત્રીઓને જમવામાં તેમજ અન્ય કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી, જે એક ઉમદા અને અનુપમ કાર્ય ગણાય છે.
ધ ડ્રીમ ફાઉન્ડેશન, ટુંડાવ