Mahila Samakhya Gir Somnath

Mahila Samakhya Gir Somnath Education through Women Empowerment

તારીખ.૪-૭-૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ચાર જેટલા તાલુકામાં માહિતી કેન્દ્ર ચાલે છે જેમાં કોડીનાર, ઉના, ગીર ગઢડા અને વેર...
14/07/2022

તારીખ.૪-૭-૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ચાર જેટલા તાલુકામાં માહિતી કેન્દ્ર ચાલે છે જેમાં કોડીનાર, ઉના, ગીર ગઢડા અને વેરાવળમાં વિના મૂલ્ય દરેક સરકારી યોજનાઓના ફ્રોમ ભરી આપવામાં આવે છે તેમજ તેમાં જોડવાના થતા દસ્તાવેજ વિષે, ભરેલ ફોર્મ ક્યાં વિભાગમાં આ ફોર્મ જમા કરાવવા જેવી દરેક પ્રક્રિયામાં મદદરૂપ થયા છે અને લાભાર્થીને લાભ મળે ત્યાં સુધી વારંવાર ફોલોએપ પણ કરે છે જેમાં વિધવા તેમજ વૃદ્ધા પેન્શન નિરાધાર,આવક,જાતિના દાખલા તેમજ મરણોતર સહાય મકાન સહાય કુંવરબાઈનું મામેરા વગેરે જેવી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવે છે.

તારીખ ૨૪-૬૦-૨૨ના રોજ કોડીનાર, ગીર ગઢડા. અને વેરાવળ તાલુકામાં કિશોરી જેન્ડર તાલીમ કરવામાં આવી જેમાં કિશોરીઓને માસિક ધર્મ ...
14/07/2022

તારીખ ૨૪-૬૦-૨૨ના રોજ કોડીનાર, ગીર ગઢડા. અને વેરાવળ તાલુકામાં કિશોરી જેન્ડર તાલીમ કરવામાં આવી જેમાં કિશોરીઓને માસિક ધર્મ તેમજ કિશોરા અવસ્થામાં થતા ફેરફારો અને કિશોર કિશોરી બન્ને વચ્ચેના લિંગ ભેદ, શારીરિક ફેરફાર, વૈચારિક તફાવત વિશે માર્ગદર્શન આપ્યું, બાળપણ અને કિશોરી અવસ્થા બંનેમાંથી ઉમરની કઈ અવસ્થા વધુ ગમે તે વિષે ચર્ચા કરી.

ગીર ગઢડા, વેરાવળ અને કોડીનાર તાલુકામાં તારીખ ૨૩-૬-૨૦૨૨ ના રોજ કિશોરી જેન્ડર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળપણ ગય...
14/07/2022

ગીર ગઢડા, વેરાવળ અને કોડીનાર તાલુકામાં તારીખ ૨૩-૬-૨૦૨૨ ના રોજ કિશોરી જેન્ડર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળપણ ગયું અને કિશોરી અવસ્થા આવી તે વિષયે વિશેષ જાણકારી આપવામાં આવી આ તાલીમમાં કિશોરીઓને કિશોરાવસ્થામાં પ્રવેશતાં શરીરમાં થતાં શારીરિક ફેરફારો, કારણો, પ્રથમવાર માસિક આવે ત્યારે શું કરવું, માસિક દરમિયાન કાળજી રાખવા વિશે જાણકારી, આપી કિશોરીઓને પોતાના શરીરના બદલાવ વિશે માહિતી આપી લિંગ ભેદ વિષે માહિતી આપી ત્યાર બાદ કિશોરીઓ કે કિશોરોમાં થતાં વિજાતીય આકર્ષણ વિશે માહિતી આપી.

તા.૨૦-૬-૨૨ના રોજ  કોડીનાર તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  દ્વારા મહિલા સામખ્યની બહેનો અને  કિશોરીઓને મશરૂમના વાવેતરની તા...
23/06/2022

તા.૨૦-૬-૨૨ના રોજ કોડીનાર તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા સામખ્યની બહેનો અને કિશોરીઓને મશરૂમના વાવેતરની તાલીમ આપવામાં આવેલ જેમાં બહેનોને ખાવા લાયક મશરૂમ અને ઝેરીલા મશરૂમ વિશે માહિતીઆપી સાથે સાથે જમીન વગર પણ મશરૂમ નું વાવેતર કરી શકાય તેની ચર્ચા અને માર્ગદર્શન આપ્યું.

અત્યાચાર એ તમારો દોષ નથી એટલે તમારે તેને સહન કરવો જોઈએ નહિ  આ વાતને લઈને તારીખ ૧૬-૬-૨૦૨૨ના રોજ વેરાવળ તાલુકાના ગામોની બહ...
20/06/2022

અત્યાચાર એ તમારો દોષ નથી એટલે તમારે તેને સહન કરવો જોઈએ નહિ આ વાતને લઈને તારીખ ૧૬-૬-૨૦૨૨ના રોજ વેરાવળ તાલુકાના ગામોની બહેનો સાથે કાયદાકીય મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ૫૭ જેટલી બહેનો તેમજ કિશોરી સહભાગી થયેલ હતી જેમાં કાયદા વિષે માહિતી આવામાં આવેલ અને મહિલા ઓને લગતા કાયદા તેમજ ઘરેલુ હિંસા બાબતે કેવી રીતે મહિલા પોતે જાગૃત થાય તેની ચર્ચા, પોતાના બાળકો ને કિશોર કિશોરીના કાયદા વિશે માહિતી તેમજ બાળ લગ્ન અટકાવતા કાયદાની ચર્ચા તેમજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન વિષે જાણકારી ૧૦૦ નબર વિષે માહિતી આપવામાં આવી.

કોડીનાર તાલુકાની ગામની કિશોરીઓ સાથે તા.૦૮-૬-૨૦૨૨ના રોજ  કિશોરી મેલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કિશોરીને આરોગ્ય બાબ...
13/06/2022

કોડીનાર તાલુકાની ગામની કિશોરીઓ સાથે તા.૦૮-૬-૨૦૨૨ના રોજ કિશોરી મેલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કિશોરીને આરોગ્ય બાબતે માહિતી આપી જેમાં કિશોરીઓને માસિક ધર્મ બાબતે માહિતી આપેલ હતી તેમજ લોહતત્વની ગોળી ગળવા બાબતે, બાલભોગના પેકેટમાંથી મળતા પોષણની માહિતી, વજન, ઉંચાઇ, હિમોગ્લોબીન ચેકઅપ કરાવવું વિગેરે માટે માર્ગદર્શન આપેલ હતું કિશોરીઓ માટે સેડી સંસ્થાના કોર્સ વિશે અને કિશોરીઓને લગતા કાયદા વિશે પણ માહિતી આપી તેમજ કિશોરી સંઘની માહિતી આપેલ હતી.

કોઈપણ સમાજ જો શિક્ષિત હોય તો જ આગળ વધી શકે સમાજ શિક્ષિત બને તે માટે મહિલાઓ શિક્ષિત બને તે ખુબ જરૂરી છે. ગીર સોમનાથ  જિલ્...
13/06/2022

કોઈપણ સમાજ જો શિક્ષિત હોય તો જ આગળ વધી શકે સમાજ શિક્ષિત બને તે માટે મહિલાઓ શિક્ષિત બને તે ખુબ જરૂરી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના, ગીર ગઢડા અને વેરાવળ તાલુકામાં માહિતી કેન્દ્રમાં વિના મુલ્યે સરકારી યોજના હેઠળ મળતા લાભની માહિત તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે ચાર તાલુકામાં સાક્ષરતા વર્ગો ચાલી રહ્યા છે જેમાં બહેનોને અક્ષરજ્ઞાન આપવામાં આવે છે સાથો સાથે જીવન ઉપયોગી શિક્ષણ પૂરું પાડીને બહેનોને આત્મનિર્ભર બનાવવાનો નાનકડો પ્રયાસ મહિલા સામખ્ય ગીર સોમનાથ કરી રહ્યું છે.

તારીખ.૨૬-૫-૨૦૨૨ના રોજ કોડીનાર, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં કાર્યરત માહિતી કેન્દ્ર માં માહિતી તેમજ માર્ગદર્શન મેળાનું આયોજન ...
30/05/2022

તારીખ.૨૬-૫-૨૦૨૨ના રોજ કોડીનાર, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં કાર્યરત માહિતી કેન્દ્ર માં માહિતી તેમજ માર્ગદર્શન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં ગામડાની બહેનોને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી લોકોપયોગી યોજનાઓ વિષે માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે પેન્શન યોજના, વિધવા સહાય, નિરાધાર ફ્રોમ ની મરણોત્તર સહાય આવક, જાતિના દાખલા, તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા બાબતે માહિતી આપવા માં આવી.

શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયાના બદલાવ માટે કરી શકાય છે અને આપણે મેળવેલ શિક્ષણ જયારે કોઈના ભલા માટ...
20/05/2022

શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયાના બદલાવ માટે કરી શકાય છે અને આપણે મેળવેલ શિક્ષણ જયારે કોઈના ભલા માટે કામ આવે ત્યારે આ હથિયાર ભલમનસાઈનો હાથો બની જાય છે. ઉક્ત વાક્યને જીવનમાં ઉતારનાર કોડીનાર, ગીર ગઢડા અને ઉના જિલ્લાની માહિતી કેન્દ્રની સંચાલિકા બહેનો દ્વારા તારીખ.૧૯-૫-૨૦૨૨ ના રોજ માહિતી કેન્દ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના વિધવા તેમજ વૃધ વડીલોને પેન્શન સહાય મળે તેની જાણકારી આપવામાં આવી, નિરાધાર અને ગરીબ કલ્યાણ મેળાની સહાય, માનવ ગરીમા યોજનાની જાણકારી, આપી તેમજ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારને મકાન સહાય જેવી સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની માહિતી આપી અને લાભાર્થીને તે અંગેના ફ્રોમ ભરી આપ્યા તેમજ સમયસર અને ઝડપી સહાય મળી રહે તે માટે સંલગન કચેરીઓ સાથે સંકલન કરીને તે દિશામાં કામગીરી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો લાભાન્વિત બન્યા.

વેરાવળ તાલુકામાં તા.૧૮-૫-૨૦૨૨ ના રોજ જેન્ડર તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં ૪૦ જેટલી કિશોરી તેમજ મહિલાઓ સહભાગી થઇ હતી ...
20/05/2022

વેરાવળ તાલુકામાં તા.૧૮-૫-૨૦૨૨ ના રોજ જેન્ડર તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં ૪૦ જેટલી કિશોરી તેમજ મહિલાઓ સહભાગી થઇ હતી જેમાં કિશોરીઓને જેન્ડર વિષે માહિતી આપી અને માસિક ધર્મ વિષે જાગૃતિ અને કિશોરીઓ લોહતત્વની ગોળી ગળવા બાબતે માહિતગાર કર્યા ત્યાર બાદ શિક્ષણ પર સૌનો સમાન હક છે તેની માહિતી આપવામાં આવી.

પહેલું સુખ તે જાતે નર્યા  ઉક્ત વાક્યના યથાર્થતા હેતુ તારીખ.૧૭-૫-૨૦૨૨ ના રોજ ઉના તાલુકામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં ...
18/05/2022

પહેલું સુખ તે જાતે નર્યા ઉક્ત વાક્યના યથાર્થતા હેતુ તારીખ.૧૭-૫-૨૦૨૨ ના રોજ ઉના તાલુકામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ગામડાની ૬૫ જેટલી કિશોરીઓ તેમજ મહિલાઓ સહભાગી થઈ હતી જેમાં આરોગ્ય વિષે માહિતી તેમજ મહિલાઓના સ્વાસ્થ્યની ચર્ચા કરવામાં આવી તેમજ કિશોરીઓમાં લોહતત્વની જરૂરિયાત, મહત્વ તેમજ ગોળી ગળવા માટેની જાગૃતિ વિષે માહિતગાર કર્યા. આંગણવાડીમાંથી મળતા લાભની માહિતી, સગર્ભા સ્ત્રીઓને આંગળવાડીમાં નામ નોંધણીની જાણકારી, બાળભોગમાંથી બનતી વાનગીની જાણકારી, તેમાંથી મળતા પોષણની ચર્ચા ઉપરાંત કિશોરીઓના વજન, ઊંચાઈ, અને લોહીની તપાસની જાગૃતિ વિષે માહિતી આપી.

જો એક મહિલા જો શિક્ષિત હશે તો  બાળકો પરિવાર અને સમાજને પણ શિક્ષિત કરી શકે છે આ વાક્યને ચરિતાર્થ કરવા હેતુ તારીખ.૧૧-૫-૨૦૨...
17/05/2022

જો એક મહિલા જો શિક્ષિત હશે તો બાળકો પરિવાર અને સમાજને પણ શિક્ષિત કરી શકે છે આ વાક્યને ચરિતાર્થ કરવા હેતુ તારીખ.૧૧-૫-૨૦૨૨ ના રોજ કોડીનાર તાલુકામાં આવેલા સેડી સંસ્થામાં શિક્ષા મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ ગામથી આવેલ ૧૨૦ જેટલી કિશોરીઓ સહભાગી થઈ હતી. આ કિશોરીઓને આર્થિક રીતે પગભર થવા બાબત તેમજ ૧૦ /૧૨ ધોરણ પછી આગળ શું અભ્યાસ કરી શકે તેમજ ક્યાં કોર્સ કરી શકે તેની માહિતી ઉપરાંત સેડીમાં ચાલી રહેલ અલગ-અલગ કોર્સ જેમકે CNC, નર્સિંગ, મિકેનિકલ, BPO, ઇલેક્ટ્રોનિક તેમજ વેલ્ડર જેવા કોર્ષ ની માહિતી આપી સાથે જોબ અપાવવા બાબતે તે લોકો કેટલી મદદ કરે છે ? કેવી સુવિધાઓ આપે છે ? તેના વિષે સવિસ્તાર માહિતી તેમજ પગભર થવા માટે સારી એવી આવક મેળવીને પોતાની સાથે પરિવારનું પણ ભવિષ્ય સારું કરી શકે છે તે અર્થેનું માર્ગદર્શન આપ્યું.

Address

Somnath

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahila Samakhya Gir Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahila Samakhya Gir Somnath:

Share