JituBhai Kuhada

JituBhai Kuhada President of veraval samast kharva samaj & hindu seva samaj. Vice President of Gujarat kharva samaj

વેરાવળમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શીતળા માતાજીના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિ...
17/08/2026

વેરાવળમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શીતળા માતાજીના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા પૂજા, ધ્વજારોહણ અને મહાપ્રસાદ યોજાયો

વેરાવળ ખાતે વર્ષોની પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદીના કાંઠે આવેલા શ્રી શીતળા માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ-સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન, આરતી, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમાજના પંચ-પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ-બહેનોએ જોડાઈને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે જીતુભાઈ કુહાડા સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાયાવેરાવળ:શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ...
13/08/2026

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે જીતુભાઈ કુહાડા સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાયા
વેરાવળ:
શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત રીત-રિવાજ મુજબ દર વર્ષની જેમ શ્રાવણ માસની એકમના પવિત્ર દિવસે, તારીખ ૧૩/૦૮/૨૦૨૬ના રોજ શ્રી કામનાથ મહાદેવ મંદિરના હોલ ખાતે સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધ્યક્ષો, ચોવતીયા પંચના સભ્યો તથા ડાયરાના પટેલશ્રીઓ સમક્ષ નવા વર્ષ માટે પટેલશ્રી તરીકેની ઉમેદવારી અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ગત વર્ષની તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને, હાજર રહેલા પંચ-પટેલો દ્વારા શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાને વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે બિનહરીફ પટેલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જીતુભાઈ કુહાડા સતત ૨૨મી વખત પટેલશ્રી તરીકે અને ૨ વખત ઉપ પટેલશ્રી તરીકે મળીને કુલ ૨૪ વર્ષથી સમસ્ત ખારવા સમાજનું બિનહરીફ નેતૃત્વ કરી રહ્યા છે. વહીવટી કામકાજમાં મદદરૂપ થવા માટે બાબુભાઈ આગીયા અને ગોપાલભાઈ ફોફંડીની ઉપ પટેલશ્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, અધ્યક્ષ ખીમજીભાઈ કુહાડા, દેવજીભાઈ ફોફંડી, ચુનીભાઈ ગોહેલ, અરવિંદભાઈ ફોફંડી (પૃથ્વી),દિનેશભાઈ કુહાડા, કિશોરભાઈ ગોહેલ, જીતુભાઈ ગોહેલ, ગોપાલભાઈ વરીદુમ, વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજના પટેલ હીરાભાઈ વધાવી, ચુનીલાલ ચોમલ, ધરમશીભાઈ ભુત્તી તેમજ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સમાજની વિવિધ બેઠકો પટેલશ્રીઓ, માલમડી બેઠક ના પટેલ શ્રી પદમભાઈ ભુત્તી, ઉક્લાગોધા બેઠક ના પટેલ શ્રી અર્જુનભાઈ દોરીયા, દાણા બેઠક ના પટેલ શ્રી મોહનભાઈ ભારાવાળા, પાનખાઈબેઠક ના પટેલ શ્રી પ્રેમજીભાઈ લોઢારી, ધાનખાય બેઠક ના પટેલ શ્રી ધનજીભાઈ ભાઈ દોરીયા, ભાટલી બેઠક ના પટેલ શ્રી મોહનભાઈ આગિયા મસાણી બેઠક ના પટેલ શ્રી દિનેશ નાથાલાલ કોટીયા, ભુરીયા બેઠક ના પટેલ શ્રી વીનુભાઈ ભુત્તી, ભૈસલા બેઠક ના પટેલ શ્રી મહેન્દ્રભાઈ ભૈસલા, મુકાદમ બેઠક ના પટેલ શ્રી મુકેશભાઈ ચોમલ, ડેલા બેઠક ના પટેલ શ્રી દેવજીભાઈ ફોફંડી, ડાબરીયા બેઠક ના પટેલ શ્રી કિશોરભાઈ કુહાડા, ખાપંડી બેઠક ના પટેલ હરેશભાઈ ખાપંડી ભીખાહાયત બેઠક ના પટેલ ગિરીશ આંજણી તેમજ ચોવતીયાઓ મા કીશનભાઈ વાંદર, ગણેશભાઈ ગોહેલ, દિનેશભાઈ માલમડી, રાજુભાઈ કુહાડા ધનસુખભાઈ પ્રેમજીભાઈ સુયાણી, જીતુભાઈ ચોરવાડી, વિજારામ વણીક, સુરજ ભાઈ સુયાણી, મનોજભાઈ પ્રેમજીભાઈ લોઢારી, કિશન ભાઈ વણીક, મોહન ભાઈ આંજણી, ત્રિકમભાઈ મોતીવરસ, ભદ્રેશભાઈ ભુટ્ટી, જગદીશભાઈ કુહાડા, રાજુભાઈ ફોફંડી, બાબુભાઈ પાનવાલા, જયેશભાઈ વધાવી, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, દરબાર સમાજના અગ્રણી રમજુભા ચાવડા, માંગરોળ ખારવા સમાજના અગ્રણી મેઘજીભાઈ વંદુર, કાનજીભાઈ, ખારવા સમાજ મહેતાજી નારણભાઈ બાંડીયા તથા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષશ્રી, ચોવતીયા, પંચ, સભ્યો, તથા ડાયરા ના પટેલશ્રીઓ તેમજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજ ના આગેવાનશ્રીઓ તેમજ બોટ એસોસીએશન આગેવાનશ્રીઓ, સહિત બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને મિત્ર મંડળોએ હાજરી આપી નવનિયુક્ત પટેલશ્રી જીતુભાઈ કુહાડાનું ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

આજ રોજ તારીખ ૨૫:૦૭:૨૦૨૬ ના રોજ વણાકબારા સમસ્ત ખારવાની ચોમાસામાં દરમિયાન નવા પટેલ ની નિયુકતી થાય છે જેમાં વણાકબારા સમસ્ત ...
25/07/2026

આજ રોજ તારીખ ૨૫:૦૭:૨૦૨૬ ના રોજ વણાકબારા સમસ્ત ખારવાની ચોમાસામાં દરમિયાન નવા પટેલ ની નિયુકતી થાય છે જેમાં વણાકબારા સમસ્ત ખારવા સમાજ ના લોકો ઉપસ્થિત હોય છે તેમાં નવનિયુક્ત પટેલ ની નિયુકતી થાય છે જેમાં પટેલ શ્રી દિનેશભાઈ પાંજરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ નવ નિયુક્ત પટેલ શ્રી દિનેશભાઈ પાંજરી તથા કારોબારી સભ્યો દ્વારા ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ શ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા નું શાલ ઓઢાડી અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વણાકબારા સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ શ્રી કિર્તી ભાઈ ગોહેલ દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ વણાંકબારા સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિયેશન ના પ્રમુખ શ્રી મુકેશભાઈ લોઢારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વણાકબારા સમસ્ત ખારવા સમાજ ના કારોબારી સભ્યો એપણ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દિવ જીલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ ધીરૂભાઇ કોટીયા દ્વારા ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ શ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા નુ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું

સમાજ સેવા, ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા સમર્પિત અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ! 🙏✨
25/07/2026

સમાજ સેવા, ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા સમર્પિત અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ! 🙏✨

આજરોજ વેરાવળ ખાતે 22 જુલાઈ 2026 ના રોજ વેરાવળ ખારવા  સમાજના 15 યુવાનો દ્વારા વેરાવળ થી બગદાણા ભગુડા ઝાંઝરીયા હનુમાન ઉચાક...
23/07/2026

આજરોજ વેરાવળ ખાતે 22 જુલાઈ 2026 ના રોજ વેરાવળ ખારવા સમાજના 15 યુવાનો દ્વારા વેરાવળ થી બગદાણા ભગુડા ઝાંઝરીયા હનુમાન ઉચાકોતરા સહિતના તમામ ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલ આ ટકે ખારવા સમાજના 15 યુવાનોને આજે 22 જુલાઈના રાત્રિના સમયે વેરાવળ સમસ્તા સમાજની વંડી ખાતેથી સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા 15 યુવાનોને ફૂલ હાર પહેરાવી અને મોઢું મીઠું કર્યું અને યાત્રાનું શુભ પ્રારંભ કરવામાં આવેલ આ શું અવસર વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઇ બાંડીયા, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, આ ઉપરાંત ખારવા સમાજના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહીને યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વેરાવળ ખાતે સોમનાથ ઇસ્કોન મંદિર  વેરાવળ સમસ્ત ખારવા સમાજના સહયોગથી ભવ્ય રથયાત્રાનું આયોજન આવેલ આજરોજ ૨૧ જુલાઈ 2026 ના રો...
21/07/2026

વેરાવળ ખાતે સોમનાથ ઇસ્કોન મંદિર વેરાવળ સમસ્ત ખારવા સમાજના સહયોગથી ભવ્ય રથયાત્રાનું આયોજન આવેલ

આજરોજ ૨૧ જુલાઈ 2026 ના રોજ વેરાવળ ખાતે સોમનાથ ઇસ્કોન મંદિર તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના સહયોગથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અતિથિ વિશેષ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી ની પૂજા વિધિ તથા મહાઆરતી કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ પવિત્ર રથયાત્રાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને વેરાવળ શહેરમાં આ રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવેલ આ ધાર્મિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ જોડાયેલ રામેશ્વર એક્સપોર્ટર ના માલિક રામજીભાઈ પીઠડ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ લોધી જ્ઞાતિના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, સહિતના ખારવા સમાજના તમામ આગેવાનો તેમજ સોમનાથ ઇસ્કોન મંદિરના પ્રભુજીઓ તેમજ વિવિધ જિલ્લાના પ્રભુજીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને આ રથયાત્રામાં સૌભાગ્ય થયેલા હતા

22/06/2026
રાજ્યસભાના નવનિર્વાચિત સાંસદ માનસિંગભાઈ પરમારનું વેરાવળ ખારવા સમાજ આગેવાન દ્વારા ભવ્ય સન્માનઆજ રોજ કાજલી ખાતે તા. ૧૦/૦૬/...
10/06/2026

રાજ્યસભાના નવનિર્વાચિત સાંસદ માનસિંગભાઈ પરમારનું વેરાવળ ખારવા સમાજ આગેવાન દ્વારા ભવ્ય સન્માન

આજ રોજ કાજલી ખાતે તા. ૧૦/૦૬/૨૦૨૬
આજરોજ કાજલી ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લામાંથી ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગભાઈ પરમારને રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે. સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સન્માન માનસિંગભાઈ પરમારની આ જીતને વધાવવા માટે વેરાવળના સામાજિક અગ્રણીઓ દ્વારા તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું: અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળ ના પ્રમુખતેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ, શ્રી કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડા, બંને મહાનુભાવો દ્વારા નવનિર્વાચિત સાંસદશ્રીને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉત્સાહભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિતઆ મંગલમય પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ઉપ-પટેલ બાબુભાઈ આગિયા, ઉપ-પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશન ના પ્રમુખશ્રી હીરાભાઈ વધાવી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના પૂર્વ ઉપ-પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપ ના ઉપ-પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, બ્રાહ્મણ સમાજ ના અગ્રણી ભુપતભાઈ જાણી, ખારવા સમાજના ના મંત્રી નારણભાઇ બાંડીયા, સમાજ ના આગેવાન કિશનભાઈ વાંદર, કિશોરભાઈ ગોહેલ, ગોવિંદભાઇ ખોરાબા સહીત ના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, પ્રકાશભાઈ માલમડી, તથા સમાજના તમામ નાના-મોટા આગેવાનો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માનસિંગભાઈ પરમારને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં તેમના નેતૃત્વમાં મચ્છીમાર નો વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

26/04/2026

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પરિવાર સાથે મતદાન કર્યું, આપ સૌને મતદાનની પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરું છું.

Address

Somnath

Website

Alerts

Be the first to know and let us send you an email when JituBhai Kuhada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share