Nilesh Mandlewala

Nilesh Mandlewala Founder & President : Donate Life
‘DONATE LIFE’ is an NGO working for awareness and promotion of

This Janmashtami, let us celebrate the spirit of giving and saving lives. Just as Lord Krishna protects and blesses huma...
04/09/2026

This Janmashtami, let us celebrate the spirit of giving and saving lives. Just as Lord Krishna protects and blesses humanity, you too can become a lifeline for someone in need by pledging to donate organs.

Wishing everyone a very Happy Janmashtami From Donate Life.

શુભેચ્છા મુલાકાતસર ટી. હોસ્પિટલ, ભાવનગરના મેડિકલ ઓફિસર અને ડો. ગણેશ બારૈયા ફાઉન્ડેશનના સ્થાપક ડો. ગણેશ બારૈયાએ Donate Li...
03/09/2026

શુભેચ્છા મુલાકાત

સર ટી. હોસ્પિટલ, ભાવનગરના મેડિકલ ઓફિસર અને ડો. ગણેશ બારૈયા ફાઉન્ડેશનના સ્થાપક ડો. ગણેશ બારૈયાએ Donate Life ની મુલાકાત લીધી.

પદ્મશ્રી થી સન્માનિત Nilesh Mandlewala એ 21 વર્ષથી ચાલતા અંગદાન અભિયાનની માહિતી આપી અને તેને રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બનાવવા અંગે ચર્ચા કરી.

આ પ્રસંગે ડો. દલપતભાઈ કાતરીયા, ભાવનગર જિલ્લા યુવા મોરચા (ભાજપા)ના ઉપપ્રમુખ ડો. અક્ષયગીરી ગોસ્વામી અને પી.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ગૌરવભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

અંગદાન... જીવનદાન...

Wanted: A second chance at life.Reward: Up to 10 lives saved.Pledge your organs and leave behind a legacy of hope.      ...
03/09/2026

Wanted: A second chance at life.

Reward: Up to 10 lives saved.

Pledge your organs and leave behind a legacy of hope.

તા: ૦૨/૦૯/૨૦૨૬સુરતઆણંદ જીલ્લામાંથી વધુ એક અંગદાન Donate Life સંસ્થા દ્વારા કરમસદ ની Shree Krishna Hospital and Medical R...
02/09/2026

તા: ૦૨/૦૯/૨૦૨૬
સુરત

આણંદ જીલ્લામાંથી વધુ એક અંગદાન Donate Life સંસ્થા દ્વારા કરમસદ ની Shree Krishna Hospital and Medical Research Centre માંથી કરાવવામાં આવ્યું.

૯ વર્ષીય બાળક આકાશ બ્રેઇનડેડ થતાં તેના દાદા એ વ્હાલસોયા પૌત્ર ના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતા ની મહેક પ્રસરાવી અને સમાજ ને અંગદાન – જીવનદાન નો સંદેશ આપ્યો.

કિડની અને લિવર સમયસર અમદાવાદ IKDRC પહોચાડવા માટે કરમસદ ની શ્રી ક્રિષ્ણા હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસના સહકાર થી બનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ અંગોનું દાન કરાવીને દેશ - વિદેશના કુલ બારસો નેવું થી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

બનાવની વિગત :
મોરીનો કુવો, કુંજરાવ, આણંદ ખાતે પોતાના દાદાજી વાઘજીભાઈ મેલાભાઈ પરમાર સાથે રહેતો અને કુંજરાવની કુમાર શાળામાં ધોરણ ૨ માં અભ્યાસ કરતો ૯ વર્ષીય આકાશ તા. ૨૮ ઓગસ્ટના રોજ સાંજે ૪ : ૩૦ વાગ્યે પોતાના મોટાભાઈ પ્રકાશ ઉ. વ. ૧૨ સાથે તરસાડ - તલાવડી રોડ પરથી ચાલીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા આકાશને માથામાં ગંભીર ઈજા થઈ અને તે બેભાન થઇ ગયો હતો.

તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારસા CHC સેન્ટર ખાતે લઈ જઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ આણંદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં પીડીયાટ્રીક ઇન્ટેન્સિવિસ્ટ ડો. અમિત શાહની સારવાર હેઠળ દાખલ કરાયો હતો. CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

તા. ૨ સપ્ટેમ્બર ના રોજ મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ, આસીસ્ટન્ટ પ્રોફેસર પીડીયાટ્રીક ICU કન્સલ્ટન્ટ ડૉ. ભવદીપ મુંગલા, ન્યુરોસર્જન ડૉ. મિરાંત દોશી અને પીડીયાટ્રીક ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. અમિત શાહે આકાશ ને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

ડૉ. અમિત શાહે ડોનેટ લાઈફ ની આણંદ ટીમના સભ્યો નીખીલ શાસ્ત્રી અને સુનીલ શાહ નો ટેલીફોનીક સંપર્ક કરી આકાશ ના બ્રેઈનડેડ અંગેની જાણ કરી હતી.

ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલ, ડોનેટ લાઈફ આણંદ ટીમના નીખીલ શાસ્ત્રી, શૈલુ પટેલ (કોમ્ફી), સુનીલ શાહે કરમસદની શ્રી ક્રિષ્ણા હોસ્પિટલ પહોંચી મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ સાથે રહીને આકાશના દાદા વાઘજીભાઈ, દાદી શારદાબેન, ફૂવા દેવેન્દ્રભાઈ, દાદા ચીમનભાઈ (વાઘજીભાઈ ના નાના ભાઈ), તેમજ પરિવાર ના અન્ય સભ્યો ને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

આકાશના દાદા વાઘજીભાઈ એ જણાવ્યું કે, અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ, જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી, કમનસીબે મારો પૌત્ર બ્રેઈનડેડ છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે મારા પૌત્ર ના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. આકાશના પરિવારમાં દાદા વાઘજીભાઈ પરમાર ઉં.વ. ૬૭ અને દાદી શારદાબેન પરમાર ઉં.વ. ૬૫ જેઓ ખેતમજુરીનું કામ કરે છે. તેમજ મોટો ભાઈ પ્રકાશ ઉં.વ. ૧૨ જે કુંજરાવની કુમાર શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરે છે.

SOTTO દ્વારા બંને કિડની અને લિવર અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદ ની IKDRC માં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન શ્રી ક્રિષ્ણા હોસ્પિટલ કરમસદે સ્વીકાર્યું.

કિડની અને લિવર સમયસર અમદાવાદ IKDRC પહોચાડવા માટે કરમસદ ની શ્રી ક્રિષ્ણા હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસના સહકાર થી બનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. આકાશ ભરતભાઈ પરમાર ઉ.વ ૯ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં આકાશના દાદા વાઘજીભાઈ પરમાર, દાદી શારદાબેન, ફૂવા દેવેન્દ્રભાઈ, દાદા ચીમનભાઈ (વાઘજીભાઈ ના નાના ભાઈ) તેમજ પરિવાર ના અન્ય સભ્યો, શ્રી ક્રિષ્ણા હોસ્પિટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ, આસીસ્ટન્ટ પ્રોફેસર પીડીયાટ્રીક ICU કન્સલ્ટન્ટ ડૉ. ભવદીપ મુંગલા, ન્યુરોસર્જન ડૉ મિરાંત દોશી, પીડીયાટ્રીક ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. અમિત શાહ, શ્રી ક્રિષ્ના હોસ્પિટલ ના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફ ના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ, ડોનેટ લાઈફ આણંદ ટીમ ના નિખિલ શાસ્ત્રી, સુનીલ શાહ (બોરીયાવી), શૈલુ પટેલ (કોમ્ફી), કિરણ પટેલ (કોમ્ફી), પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, વિશાલ ચૌહાણ, નયન ભરવાડ નો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૪૦૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૬૦ કિડની, ૨૪૫ લિવર, ૫૯ હૃદય, ૫૬ ફેફસાં, ૧૦ પેન્ક્રીઆસ, ૧૧ હાથ, ૧ નાનું આતરડું અને ૪૫૮ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૯૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન... જીવનદાન...

ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો: https://www.donatelife.org.in/

Saluting and remembering our Organ Donor, today and forever 🙏🏻The Donate Life family solemnly remembers Late. Sunitaben ...
01/09/2026

Saluting and remembering our Organ Donor, today and forever 🙏🏻

The Donate Life family solemnly remembers Late. Sunitaben KiranKumar Rajwadi on her 2nd death anniversary. Her selfless act of giving has touched countless lives, and her legacy continues to inspire hope and gratitude.

Donate Organs... Save Lives...

You can pledge for organ donation by clicking on the below-mentioned link:
https://www.donatelife.org.in/pledge-organs/
Do not forget to mention 'Donate Life' in NGO section.

To know more about Donate Life visit our website www.donatelife.org.in

NottoIndia SOTTO Gujarat Narendra Modi J.P.Nadda Amit Shah Ministry of Health and Family Welfare, Government of India, Health & Family Welfare Department, Government of Gujarat, Bhupendra Patel Praful Pansheriya Rashtriya Swayamsevak Sangh (RSS)

#અંગદાનમહાદાન #અંગદાનજીવનદાન

01/09/2026

Padma Shri Awardee Nilesh Mandlewala: How Is A Green Corridor Created For Organ Transplantation? Podcast

You can read this clearly, now make sure someone else gets the chance to, too. Pledge your eyes today.
31/08/2026

You can read this clearly, now make sure someone else gets the chance to, too. Pledge your eyes today.

31/08/2026

Padma Shri Awardee Nilesh Mandlewala: एक दिल को ले जाने के लिए कहां रुकी थी Vande Bharat Train? Podcast

Address

Donate Life, Prime Shoppers, 428 To 430, 4th Floor, Opp. Safal Square, University Airport Road, Vesu
Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Nilesh Mandlewala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nilesh Mandlewala:

Shortcuts

Share