12/07/2025
આથી તમામ જાહેર જનતાને સુરત ગ્રામ્ય જજલ્લા પોલીસ તરફથી જાહેર અપીલ કરવામા આવે છે કે, અમદાવાદ થી મુંબઈ જતા નેશનલ હાઈવે નું.48 ઉપર સુરત ગ્રામ્ય જજલ્લામા ખોલવડ ગામની હદમા તાપી નદી ઉપર આવેલ ઓવરબ્રીજનુ રીપેરીંગનુ કામ ચાલુ હોય જેથી અમદાવાદ તરફથી સુરત, પલસાણા, સચીન, બારડોલી, તાપી, નવસારી, વલસાડ ધુલીયા અને મુંબઈ તરફ જતા વાહનોને નાનીનરોલી થી (LAT.21.417417, LONG.72.965922) નવનનમીત એક્ષપ્રેસ હાઈવે ઉપરથી પસાર થવા ડાયવર્ઝન આપેલ છે.
તેમજ આ સીવાય સુરત શહેર તરફ જતા વાહનોને કીમ ચાર રસ્તા થી તથા રાજ હોટલની બાજુમાથી હજીરા તરફ જતા રસ્તે થી પુંણ પસાર થઈ શકશે, રાજ હોટલથી કામરેજ તરફ જતો બ્રીજનો રસ્તો સદુંતર બુંધ કરવામા આવેલ છે જેથી પોલીસને ટ્રાફીક કાયઝવાહીમા મદદરૂપ થવા તથા સહકાર આપવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામા આવે છે.
#સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ