
05/07/2025
આજરોજ માન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને માન. મેયર શ્રી દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ૧૨૮ સ્લાઇસ સીટી સ્કેન અને ૧.૫ ટેસ્લા એમઆરઆઈ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ. ૧૧.૪૪ કરોડના ખર્ચે આ મશીનો કોટક મહિન્દ્રા બેંકના CSR હેઠળ આપવામાં આવી છે. સીટી સ્કેન અને એમઆરઆઈથી ઝડપી અને સચોટ નિદાન શક્ય બનશે.
સાથે જ, માનદરવાજા ખાતે ૧૩૧૨ ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, શાળા, અને આંગણવાડીના પુનઃવિકાસનું માન. શ્રી સી.આર. પાટીલ ના વરદહસ્તે ખાતમુહૂર્ત થયું. આ પ્રસંગે માન. સાંસદો, માન. ધારાસભ્યો, માન. મહાનગરપાલિકાના પદાધીકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.