
05/07/2025
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા શનિવાર, તા. ર૧ જૂન ર૦રપના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘લેડીઝ વીંગ મહા સંમેલન’યોજાયું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરપર્સનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી મયૂરીબેન મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ મહા સંમેલનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના લેડીઝ વીંગના પૂર્વ ચેરપર્સનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખોએ લેડીઝ વીંગના ચેરપર્સનો દ્વારા તેઓના કાર્યકાળ દરમ્યાન ચેમ્બરમાં આપવામાં આવેલા યોગદાનને શબ્દરૂપી આલેખ આપીને તેમનો સન્માનજનક ઉલ્લેખ કર્યો હતો. આ મહા સંમેલનમાં લેડીઝ વીંગના પૂર્વ ચેરપર્સનો દ્વારા કરાયેલા કાર્યો જેવા કે વિવિધ વિષયો પરના સેમિનારો, અવેરનેસ સેશન અને ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની નોંધ લેવામાં આવી હતી.
લેડીઝ વીંગ મહા સંમેલનમાં ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, પૂર્વ પ્રમુખો અને લેડીઝ વીંગના પૂર્વ ચેરપર્સનો ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના લેડીઝ વીંગના તત્કાલિન પૂર્વ ચેરપર્સન શ્રીમતી ગીતાબેન વઘાસિયા તથા લેડીઝ વીંગના એડવાઇઝરો શ્રીમતી રોમાબેન પટેલ અને શ્રીમતી રેશ્માબેન માંડલેવાલા તેમજ સભ્યો શ્રીમતી જ્યોતિબેન લાલવાલા અને શ્રીમતી અમિષાબેન ગાંધીએ મહા સંમેલનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
[SGCCI, Ladies Wing, Chairperson, Corporate Event, Surat, Explore]