05/09/2026
સુરત શહેર સરથાણા પોલીસની ટીમે બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને શક્તિ વિજય સોસાયટી, બાપા સીતારામ ચોક, સરથાણા ખાતે દરોડો પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢ્યો છે. આ રેડ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા 4 આરોપીઓ શાંતીભાઈ ટપુભાઈ ભીરભડીયા, રવીભાઈ શાંતીભાઈ ભીરભડીયા, વિરજીભાઈ હરજીભાઈ ભીરભડીયા અને કાંતીભાઈ ટપુભાઈ ભીરભડીયાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹12,600/- તેમજ જુગાર રમવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે