19/11/2025
હીરાઉધોગ ના રત્નકલાકારો ના બાળકો માટે સરકારે જાહેર કરેલી શિક્ષણ સહાય યોજના હેઠળ જે 26000 ફોર્મ નામંજૂર કરવા મા આવ્યા છે તેમાં મોટાભાગ ના રત્નકલાકારો ગરીબ અને ભાડે રહેતા લોકો છે અને સાચા હકદારો છે
સરકારે જે 50,000 હજાર બાળકો ને શિક્ષણ ફી ચૂકવી છે તેમાં ઘણા લોકો એવા છે જેને હીરાઉધોગ સાથે કાઈ લેવાદેવા નથી અને પૈસે ટકે સુખી સંપન્ન છે ત્યારે 26000 રત્નકલાકારો ના ફોર્મ કયા કારણોસર નામંજૂર કરવા મા આવ્યા છે
તેનુ કારણ જાણવા રત્નકલાકારો જ્યારે જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે ગયા તો તેમને યોગ્ય માહિતી નહોતી મળતી જેથી અમે ફોર્મ રદ કરવા નુ કારણ જાણવા (આર ટી આઈ) અભિયાન ચલાવ્યું હતું જેમાં છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 1000 હજાર આર.ટી.આઈ દાખલ કરવા માં આવી હતી
સાથોસાથ જે રત્નકલાકારો ના ફોર્મ નામંજૂર કરવા મા આવ્યા છે જે સાચા હકદારો છે અને જરૂરતમંદ છે એવા રત્નકલાકારો તેમના બાળકો ને શિક્ષણ સહાય યોજના હેઠળ 13500 રૂપિયા ની રકમ ચૂકવવા માં આવે અને ફોર્મ નામંજૂર કરવા ના નિર્ણય માં ફેરવિચારણા કરવા મા આવે એવી રજૂઆત પણ કરવા મા આવે છે