16/09/2022
સિવિલ ડિફેન્સ, સુરતે ભૂતકાળમાં કરેલ કામગીરીને ધ્યાને લઇ કેન્દ્રિય ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી દિવસ સમારોહની કામગીરી માટે સિવિલ ડિફેન્સ સુરતને તક અપાઇ, જેમાં તારીખ 14-15 ના રોજ કામગીરી કરવાની થતી હતી, પરંતું તા.11 ના રોજ થયેલ મીટીંગમાં તુરંત બીજા દિવસથી યાને તા. 12 સપ્ટેમ્બર થી ફરજ બજાવવા જણાવાયું, જે આપણા વોર્ડનોએ સહર્ષ સ્વીકાર કરી તેમના કામધંધા અને વ્યસ્તતાની પરવા કર્યા વિના બીજા દિવસથી જ ફરજ ઉપર લાગી ગયા.
રજિસ્ટ્રેશન, કીટ વિતરણ, બેઠક વ્યવસ્થા, પ્રવેશદ્વાર તેમજ હોટેલ મેરિયેટ, સર્કિટ હાઉસ, એસ.વી.એન.આઈ. ટી., રેલવે સ્ટેશન, ટ્રાન્સપોર્ટ, બસ રૂટ જેવી વિવિધ ટીમે વી.વી.આઈ.પી., વી.આઈ.પી., અધિકારીઓ તથા મુલાકાતીઓ માટેની વ્યવસ્થા સંભાળી હતી, જે તમામને કેન્દ્ર સરકારના અધિકારીઓ અને મુલાકાતીઓએ બિરદાવી છે.
*અત્યંત ટુંકી નોટિસ પર હાજર થઈ છેલ્લા ચાર દિવસથી તનતોડ મહેનત કરી સિવિલ ડિફેન્સ સુરતને ગૌરવ પ્રદાન કરનાર તમામ વોર્ડનોનો તથા નાજુકભાઈ પટેલ, પી.આઈ.શ્રી બી. બી. કરપડા સાહેબ, નાયબ કલેકટરશ્રી અને ઈ.ચા. એચ. એ. પટેલ સાહેબ, કલેકટરશ્રી આયુષ ઓક સાહેબનો સહૃદય આભાર*
ઇન્ડોર સ્ટેડિયમમાં હજારો અધિકારીગણ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હસ્તે સિવિલ ડિફેન્સ સુરતને આપવામાં આવેલ સન્માન સિવિલ ડિફેન્સ સુરતના દરેક વોર્ડનો, કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓને સમર્પિત છે.