04/07/2026
નમસ્કાર મિત્રો… 🙏
આજે હું તમારા બધા પાસે એક નાનકડી વિનંતી લઈને આવ્યો છું.
આપણે રોજ પોતાના માટે ઘણો ખર્ચ કરીએ છીએ… પરંતુ જો રોજ માત્ર ₹1 દાન કરીએ, તો આખા વર્ષમાં માત્ર ₹365 થાય.
આ નાનકડું યોગદાન કોઈ અબોલ, નિરાધાર અને બીમાર ગાયના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. 🐄❤️
પ્રેમાળ જીવ દયા ટ્રસ્ટ, સુરતમાં રોજ અનેક ગાય, પશુ અને પક્ષીઓની સારવાર અને સેવા કરવામાં આવે છે.
આવતીકાલે રવિવાર છે. સમય કાઢીને તમારા પરિવાર સાથે એકવાર જરૂર પધારો. સેવા જુઓ, આશીર્વાદ લો અને બને એટલો સહયોગ આપો.
યાદ રાખજો…
દાનની કિંમત રૂપિયા નથી નક્કી કરતા, દાન પાછળનો ભાવ નક્કી કરે છે.
રોજનો ₹1… કોઈ અબોલ જીવ માટે જીવનદાન બની શકે છે. 🙏
ચાલો, સેવા સાથે જોડાઈએ… કારણ કે જીવદયા એ જ સાચી માનવતા છે. ❤️🐄