Collectorate and District Magistrate Surendranagar

Collectorate and District Magistrate Surendranagar The state government appoints a Collector under section 8 of the Bombay Land Revenue Code, 1879. From 15th August, 1950

The Divisional Commissioner had been looking after the implementation and supervision of the land revenue code during ex-Bombay state.

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ‘સેવા સેતુ’ કાર્યક્રમના સુચારુ અમલીકરણ તથા વધુમાં વધુ નાગરિકોને તેનો લાભ મળે તે અંગે ...
01/09/2026

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ‘સેવા સેતુ’ કાર્યક્રમના સુચારુ અમલીકરણ તથા વધુમાં વધુ નાગરિકોને તેનો લાભ મળે તે અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં નાગરિકોને રહેઠાણની નજીક અને તે જ દિવસે વિવિધ સરકારી સેવાઓ મળી રહે તે માટે ‘સેવા સેતુ’ અંગે વિસ્તૃત માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. કેમ્પમાં રજૂ થતી અરજીઓનો સકારાત્મક અભિગમ સાથે સ્થળ પર જ નિકાલ થાય, પાત્ર નાગરિકો યોગ્ય માર્ગદર્શનના અભાવે યોજનાકીય લાભોથી વંચિત ન રહે તથા જરૂરી પ્રમાણપત્રો અને મંજૂરીપત્રો સ્થળ પર જ ઈશ્યુ થાય તે સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો. તેમજ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા વચ્ચે યોગ્ય સંકલન જાળવી કાર્યક્રમનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ નાગરિકોને ‘સેવા સેતુ’નો લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information Info Surendranagar GoG

આજરોજ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલ Omex Cotspin Pvt. Ltd. કંપની...
31/08/2026

આજરોજ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલ Omex Cotspin Pvt. Ltd. કંપની ખાતે ફાયર સેફ્ટી અને પ્રાથમિક સારવાર અંગેની તાલીમ યોજાઈ. કર્મચારીઓ અને સ્ટાફને વિવિધ આપત્તિઓ અંગે તથા આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે ડેમોસ્ટ્રેશન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે "રાજ્ય સ્વાગત" કાર્યક્રમ યોજાયો, જેમાં ...
27/08/2026

આજરોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે "રાજ્ય સ્વાગત" કાર્યક્રમ યોજાયો, જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા.
Swagat Online
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના સભાખંડ ખાતે સ્ટાફ બેઠક યોજવામાં આવી. બેઠકમાં કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી ત...
27/08/2026

આજરોજ કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના સભાખંડ ખાતે સ્ટાફ બેઠક યોજવામાં આવી. બેઠકમાં કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તથા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી, તેમજ કામગીરી સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ નાગર...
27/08/2026

નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આપેલ નંબરો પર સંપર્ક કરી શકે છે.

CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ ચોટીલા તાલુકાના દેવપરા (આણંદપુર) ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ, તલાટી કમ મંત્રીશ્રીની સામાન્ય દફતર તપાસણી કરવામા...
26/08/2026

આજરોજ ચોટીલા તાલુકાના દેવપરા (આણંદપુર) ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ, તલાટી કમ મંત્રીશ્રીની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. ગામે ગૌચર જમીનની ઓળખ કરી ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી. તેમજ ગામલોકોને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો સાંભળ્યા અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ “જિલ્લા સ્વાગત” કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તથા અરજદારો...
25/08/2026

આજરોજ “જિલ્લા સ્વાગત” કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તથા અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
Swagat Online
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘સંસ્કૃત ગૌરવયાત્રા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્...
25/08/2026

આજરોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘સંસ્કૃત ગૌરવયાત્રા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણા અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના આયોજન હેઠળ અલ્ટ્રાવિઝન સ્કૂલ (૮૦ ફૂટ રોડ)થી એસ.એન. વિદ્યાલય, ગુરુકુળ ખાતે યોજાયેલી સંસ્કૃત ગૌરવયાત્રામાં ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી. સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ, સંરક્ષણ અને જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલી યાત્રામાં વિવિધ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ જોડાયા. યાત્રા દરમિયાન સંસ્કૃત પ્રદર્શનીઓ, વેદ મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો, સુભાષિતોનું ગાન તેમજ સંસ્કૃત ગરબા સહિતની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાઈ.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ઈ-સેવા સોસાયટીની બેઠક યોજાઈ. બેઠકમાં જન સેવા કેન્દ્ર ખાતે થતી આવક-ખર્ચની વ...
24/08/2026

આજરોજ કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ઈ-સેવા સોસાયટીની બેઠક યોજાઈ. બેઠકમાં જન સેવા કેન્દ્ર ખાતે થતી આવક-ખર્ચની વિગતો તેમજ તાલુકા કક્ષાએ ઈ-ધરા શાખામાં થતી આવક-ખર્ચની વિગતોની સમીક્ષા કરવામાં આવી તથા બાકી ઓડિટની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. ઉપરાંત, આધાર કાર્ડ શાખાની કામગીરી અંગે ચર્ચા કરી આધાર સેન્ટરો તથા તાલુકાઓમાં જૂની અને રિપેરીંગને પાત્ર આધાર કીટના સ્થાને જરૂરિયાત મુજબ નવી આધાર કીટ ફાળવવા સૂચના આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

આજરોજ કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે District Firecracker Safety Committeeની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ફટા...
24/08/2026

આજરોજ કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે District Firecracker Safety Committeeની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ફટાકડાના સલામત ઉપયોગ તથા ફટાકડા સંબંધિત બનતા અકસ્માતો અંગે કાયદો અને વ્યવસ્થા ધ્યાને લઈ જરૂરી ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG

Address

Collector Office
Surendranagar District

Alerts

Be the first to know and let us send you an email when Collectorate and District Magistrate Surendranagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share