Surendranagar District Congress

Surendranagar District Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surendranagar District Congress, Political organisation, Surendranagar district.

સૌ મુસિ્લમ બિરાદરોને ઈદ-એ-મિલાદ-ઉન-નબી મુબારક..|
26/08/2026

સૌ મુસિ્લમ બિરાદરોને ઈદ-એ-મિલાદ-ઉન-નબી મુબારક..|

*સંગઠનાત્મક બેઠક*સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ મંડળ તથા સેક્ટર પ્રભારીઓની અગત્યની બેઠકઆગામી વિધાનસભા ચૂંટણીન...
25/08/2026

*સંગઠનાત્મક બેઠક*

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ મંડળ તથા સેક્ટર પ્રભારીઓની અગત્યની બેઠક

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને વધુ વ્યાપક અને મજબૂત બનાવવા તેમજ સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મંડળ તથા સેક્ટર પ્રભારીઓની વિશેષ સમીક્ષા અને માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં *ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી કુલદીપ શર્મા (IPS)* ઉપસ્થિત રહી સંગઠનાત્મક કામગીરી, આગામી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે.

*તારીખ: 27 ઓગસ્ટ 2026, ગુરુવાર*
*સમય: સવારે 10:00 કલાકે*
*સ્થળ: સી. યુ. શાહ મેડિકલ* *હોલ, જી.આઈ.ડી.સી. ફેઝ-3, વડવાણ*

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને જનઆધારિત બનાવવા માટે આપ સૌની ઉપસ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ છે.

આપ સૌ સમયસર ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવશો તેવી અપેક્ષા સાથે.

Naushad Solanki
*પૂર્વ ધારાસભ્ય, દસાડા વિધાનસભા*
*પ્રમુખશ્રી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Mahendrabhai Parmar
*પ્રમુખશ્રી, સુરેન્દ્રનગર શહેર*
*કોંગ્રેસ*

અભિનંદન 🎉સુરેન્દ્રનગર જિલ્લા NSUIના પ્રમુખ તરીકે શ્રી અક્ષત જાની ની નિમણૂક બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐વિદ્યાર્થ...
23/08/2026

અભિનંદન 🎉

સુરેન્દ્રનગર જિલ્લા NSUIના પ્રમુખ તરીકે શ્રી અક્ષત જાની ની નિમણૂક બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐

વિદ્યાર્થીઓના હક અને હિત માટે આપના નેતૃત્વમાં NSUI વધુ મજબૂત બને અને સંગઠનને નવી ઊંચાઈ મળે તેવી શુભકામનાઓ. ✊🇮🇳

શ્રી અક્ષત જાનીને ખૂબ ખૂબ અભિનંદન! 💐👏

🌱 રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ 🌱 ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના શિલ્પી સ્વ. શ્રી...
22/08/2026

🌱 રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ 🌱

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના શિલ્પી સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી રાજીવ ગાંધીજીએ કમ્પ્યુટર અને ટેલિકોમ ક્ષેત્રથી લઈને પંચાયતી રાજ તથા યુવાનોના સશક્તિકરણ સુધી અનેક ક્ષેત્રોમાં ઐતિહાસિક પરિવર્તનો લાવીને આધુનિક ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

તેમના વિચારો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને આગળ વધારવાના સંકલ્પ સાથે શ્રી નરસિંહ મકવાણા શિક્ષણ સંકુલ, સિદ્ધાર્થ કેળવણી મંડળ, સુરેન્દ્રનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને હરિયાળા, સ્વચ્છ તથા સુંદર ભવિષ્યનો સંદેશ આપવામાં આવ્યો.

આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી Naushad Solanki જી તથા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મહેન્દ્ર પરમારજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

🌳 વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો અને આવતી પેઢીને સ્વચ્છ-સુંદર ધરતી આપો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી બનેલા તમામ સાથી કાર્યકર્તાઓ, આગેવાનો તથા પર્યાવરણપ્રેમી મિત્રોનો હૃદયપૂર્વક આભાર.

સ્વ. શ્રી રાજીવ ગાંધીજીને જન્મજયંતિ નિમિત્તે શત્ શત્ નમન. 🙏

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની અતિ અગત્યની કારોબારી બેઠક યોજાઈસુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી Naus...
22/08/2026

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની અતિ અગત્યની કારોબારી બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી Naushad Solanki જીની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની અતિ અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા તેમજ આગામી AICCના કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી.

રાજીવ ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી

આ સાથે રાજીવ ગાંધીજીની જન્મજયંતિની ભાવભીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા કેક કાપીને રાજીવ ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ઉપસ્થિત સૌએ એકસાથે **“રાજીવ ગાંધીજી અમર રહો”**ના નારા સાથે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી પંકજ સિંહ વાઘેલાસહિત કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Address

Surendranagar District
363031

Website

Alerts

Be the first to know and let us send you an email when Surendranagar District Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share