17/05/2026
ગત રોજ ગુજરાત વાલ્મીકિ સંગઠન દ્વારા આયોજિત 'પસંદગી પરિચય મેળા'માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો લહાવો મળ્યો. આ પ્રસંગે આશરે ૧૦૦ જેટલા શિક્ષિત યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એકબીજાનો પરિચય મેળવ્યો હતો.
વાલ્મીકિ સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે, ત્યારે આવા સરાહનીય આયોજનો યુવાનોને યોગ્ય જીવનસાથી પસંદ કરવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સુંદર અને સફળ આયોજન બદલ દીપકભાઈ તથા તેમની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ! કાર્યક્રમમાં મને સન્માનપૂર્વક આમંત્રિત કરવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. 🙏