15/08/2026
🇮🇳સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳
પુસ્તકોને વંદન… વાંચનને નમન… અને સ્વાતંત્ર્યને સલામ! 📚🇮🇳
કેટલાક સન્માન માત્ર સન્માન નથી હોતા…
એ આપણી વર્ષોની નિષ્ઠા, સંકલ્પ અને સેવાભાવને મળેલી એક સુંદર સ્વીકૃતિ હોય છે.
આઝાદીના પાવન પર્વે વલસાડ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભવ્ય કાર્યક્રમમાં પુસ્તક પરબ, વલસાડને પુસ્તકપ્રેમ અને વાંચનપ્રવૃત્તિ માટે મળેલું સન્માન અમારા સૌ માટે એવી જ એક ગૌરવપૂર્ણ અને ભાવસભર ક્ષણ બની રહી. 📚🙏
ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે સન્માન પ્રાપ્ત થયું. પુસ્તક પરબનું સન્માન સાથે; આ સન્માન એ તમામ વાચકો, દાતાશ્રીઓ, સહયોગીઓ, સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓનું સન્માન છે, જેમણે પુસ્તક પરબની આ યાત્રામાં પોતાનો પ્રેમ અને સહયોગ આપ્યો છે.
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી જિતુભાઈ ચૌધરી, મા. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી ડૉ. હેતલબેન પટેલ,વલસાડ જિલ્લાના કલેક્ટર માનનીય સાંગવાન સાહેબ, DEO ડૉ. રાજશ્રી ટંડેલ તથા અનેક અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે જ શિક્ષણજગતના વિદ્વાનો, સામાજિક કાર્યકરો, રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, પત્રકારશ્રીઓ તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ઉષ્મા આપી હતી. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી એક માહોલ બનાવ્યો. જેને ઉપસ્થિત સૌએ માણ્યો.
આ પ્રસંગે પુસ્તક પરબ, વલસાડ તરફથી ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિક પટેલ, શ્રી મનિષ પરમાર અને શ્રી દીપક મર્ચન્ટ ઉપસ્થિત રહી આ સન્માન સ્વીકાર્યું હતું.😊🙏
📚 23 એપ્રિલ, 2022 — વિશ્વ પુસ્તક દિવસથી શરૂ થયેલી એક સફર…
એક વિચારથી શરૂ થયેલી આ યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે.
દર મહિનાના પ્રથમ રવિવારે વલસાડમાં બે જાહેર સ્થળોએ યોજાતા પુસ્તક પરબમાં વાચકોને નિઃશુલ્ક પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આજે પુસ્તક પરબ 17,000 જેટલાં પુસ્તકોના ભંડારથી સમૃદ્ધ બન્યું છે અને અત્યાર સુધીમાં 11,000થી વધુ પુસ્તકો વાચકો સુધી પહોંચ્યાં છે.
પરંતુ પુસ્તક પરબની સફર માત્ર પુસ્તકો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાથી આગળ વધુ એક... છોગું પણ છે :
📖 **‘પુસ્તક વાંચનરસિયાઓ’**વિવિધ સ્થળોએ જઈ પુસ્તકો વિશે વાતો કરે છે. અત્યાર સુધીમાં 56 મણકા યોજાઈ ચૂક્યા છે અને 250થી વધુ પુસ્તકો પર સંવાદ થઈ ચૂક્યો છે.
🏫 24થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં નાનકડી લાઇબ્રેરીઓ ઊભી કરવાનો પ્રયાસ થયો છે.
📚 તિથલમાં ‘કિતાબ અડ્ડા’ નામે નાનકડું બુક હાઉસ ઊભું કરવામાં આવ્યું છે—જ્યાં પુસ્તકો મૂકવામાં આવે છે અને જેને વાંચવું હોય તેઓ પુસ્તક લઈ જઈ શકે છે.
વલસાડમાં વિવિધ સાહિત્યિક કાર્યક્રમો, પુસ્તક પરિચય, વક્તવ્યો અને વિચારગોષ્ઠીઓનું આયોજન કરીને વાંચન અને વિચારની સંસ્કૃતિને જીવંત રાખવાનો સતત પ્રયાસ પણ થઈ રહ્યો છે.
આ સમગ્ર યાત્રામાં જોડાયેલા દાતાશ્રીઓ, સહયોગીઓ, સાહિત્યપ્રેમીઓ અને વાચકોનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.
આ સન્માનની ક્ષણે સૌનો હૃદયપૂર્વક આભાર. 🙏
આ પુસ્તક પરબ આપણું સૌનું છે…
અને આ સફર પણ આપણા સૌની છે.
🇮🇳 જય હિંદ!
📚 વાંચીએ… વંચાવીએ… અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ.
પુસ્તક પરબ, વલસાડની આ અવિરત સફર આપ સૌ સાથે... 📚❤️
તા. 15/08/2026
#સ્વાતંત્ર્યપર્વ #પુસ્તકપરબ #પુસ્તકપરબવલસાડ #વાંચનસંસ્કૃતિ #પુસ્તકપ્રેમ #વાંચીએવંચાવીએ #જયહિંદ #વલસાડ #પુસ્તકો #સાહિત્ય #જ્ઞાન