Info Girsomnath GoG

Info Girsomnath GoG page of District Information Office, (Gir Somnath), Government of Gujarat

Official page of District Information Office, Gir somnath, Government of Gujarat

29/08/2026

‘શ્રાવણ ઉત્સવ’ જેવા મેળાઓ થકી મહિલાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદનને વ્યાપક બજાર મળે છે – જયશ્રીબહેન જાલોંધ્રા

વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટીમાં સંસ્કૃતની અસ્મિતાને પ્રગટ કરતી પ્રદર્શની યોજાઈ----------------સંસ્કૃત નામાવલી સહિત સાહિત...
29/08/2026

વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટીમાં સંસ્કૃતની અસ્મિતાને પ્રગટ કરતી પ્રદર્શની યોજાઈ
----------------
સંસ્કૃત નામાવલી સહિત સાહિત્યગ્રંથોનું પ્રદર્શન નિહાળતા મુલાકાતીઓ
----------------
વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સંસ્કૃત ભાષા તથા તેના સમૃદ્ધ સાહિત્ય પ્રત્યે રસ, જાગૃતિ અને અભિરુચિ કેળવાય એવા હેતુસર વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત, શ્લોકગાન સહિતની વિવિધ સ્પર્ધાઓ અને સંસ્કૃતની અસ્મિતાને પ્રગટ કરતી પ્રદર્શની યોજાઈ હતી.

સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રદર્શનીમાં સંસ્કૃતમાં ભારતના વિવિધ પ્રદેશો, નદી, ભૌગૌલિક સ્થાનો, વિવિધ રમતો, ફળ-ફૂલના નામ, ઘરવખરીની ચીજવસ્તુઓના નામ, વિજ્ઞાનના પ્રયોગો, શારીરિક ભાવ-ભંગીમાઓ, અંગો સહિત ઉપયોગી વસ્તુઓની સંસ્કૃતમાં નામાવલી દર્શાવવામાં આવી હતી.

મહિલાઓ ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ બનાવી શકે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે એ હેતુસર સોમનાથના આંગણે શ્રાવણ ઉત્સવ યોજાયો ...
29/08/2026

મહિલાઓ ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ બનાવી શકે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે એ હેતુસર સોમનાથના આંગણે શ્રાવણ ઉત્સવ યોજાયો છે. આ શ્રાવણ ઉત્સવમાં વિવિધ જિલ્લાઓની સખીમંડળના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓને એક જ સ્થળે પ્રદર્શન અને વેચાણ માટેની ઉત્તમ તક મળી છે.

ભૂમિકા મિશન મંગલમ સાથે જોડાયેલા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડિયા ગામના જયશ્રીબહેન જાલોંધ્રા આવા જ એક મહિલા ઉદ્યોગસાહસિક છે. જેમની પરંપરાગત અને ભાતીગળ કાપડશૈલીને આ મેળા થકી પ્રોત્સાહન મળ્યું છે અને તેમના ઉત્પાદનોને વધુ વ્યાપક બજાર મળ્યું છે.

મહિલાઓના કસબ અને કામને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનતો શ્રાવણ ઉત્સવ--------------લિંપણ કળા થકી સારુ આર્થિક ઉપાર્જન થય...
29/08/2026

મહિલાઓના કસબ અને કામને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનતો શ્રાવણ ઉત્સવ
--------------
લિંપણ કળા થકી સારુ આર્થિક ઉપાર્જન થયાનો હરખ વ્યકત્ કરતા સાબરકાંઠાના દિયાબહેન પટેલ
--------------
મહિલા સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર) દ્વારા પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે શ્રાવણ ઉત્સવ યોજવામાં આવ્યો છે.

પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે યોજાયેલો આ શ્રાવણ ઉત્સવ મહિલાઓના કસબ અને કામને લોકો સુધી પહોંચાડવાનો ઉત્તમ માધ્યમ બન્યો છે. શ્રાવણ ઉત્સવમાં પોતાનો સ્ટોલ ધરાવતા સાબરકાંઠાના દિયાબહેન પટેલે લિંપણ કળા થકી સારુ આર્થિક ઉપાર્જન થયાનો હરખ વ્યકત્ કર્યો હતો.

29/08/2026

પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે યોજાયેલો આ શ્રાવણ ઉત્સવ મહિલાઓના કસબ અને કામને લોકો સુધી પહોંચાડવાનો ઉત્તમ માધ્યમ બન્યો છે. શ્રાવણ ઉત્સવમાં પોતાનો સ્ટોલ ધરાવતા સાબરકાંઠાના દિયાબહેન પટેલે લિંપણ કળા થકી સારુ આર્થિક ઉપાર્જન થયાનો હરખ વ્યકત્ કર્યો હતો.

28/08/2026

આજનો શબ્દ

28/08/2026

રક્ષાસૂત્ર એ માત્ર એક દોરો નથી, એમાં વણાયેલો છે સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનો ભાવ...

આપ સૌને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ...

28/08/2026

ડીસા ખાતે નિર્માણ પામનાર ઝૂઓલોજિકલ પાર્કમાં લગભગ 83 પ્રજાતિઓનાં આશરે 2700 દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવામાં આવશે; તે વિશ્વનું આ પ્રકારનું ત્રીજું ડેઝર્ટ-થીમ ઝૂ હશે અને વિશ્વનું ચોથું નાઈટ સફારી ઝૂ હશે.

28/08/2026
28/08/2026

Address

District Information Office, 3rd Floor, Vinayak Plaza, Opp. Nagarpalika, Rajendra Bhuvan Road
Veraval
362266

Alerts

Be the first to know and let us send you an email when Info Girsomnath GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Girsomnath GoG:

Shortcuts

Share