Info Tapi GoG

Info Tapi GoG Facebook Account Of District Information Office Tapi , Government of Gujarat

05/08/2026
05/08/2026

પાણીની સ્વચ્છતા સુનિશ્ચિત કરીએ, પાણીજન્ય રોગોથી બચીએ...

05/08/2026

આજનો શબ્દ

05/08/2026
04/08/2026

વડનગરનો વારસો, વિરાસતની સફર...

વડનગરના અમૂલ્ય ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસની ભવ્યતાને તમારી ક્રિએટિવિટીથી રજૂ કરવાનો સોનેરી અવસર.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત "શ્રાવણોત્સવ 2026" રીલ કોમ્પિટિશનમાં ભાગ લો. આ અઠવાડિયાની થીમ "અનંત અનાદિ વડનગર" પર શાનદાર રીલ બનાવો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો.

સ્પર્ધાનો સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026

આજે જ તમારી એન્ટ્રી સબમિટ કરો: https://mygov.in/task/shravanotsav-2026-reel-competition

ઉચ્છલના સાકરદા આંગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ ---માહિતી બ્યુરો, તાપી તા. ૦૪ :- આઈસીડીએસ વિ...
04/08/2026

ઉચ્છલના સાકરદા આંગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ
---
માહિતી બ્યુરો, તાપી તા. ૦૪ :- આઈસીડીએસ વિભાગના ઉચ્છલના સાકરદા આંગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહના ચોથા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સગર્ભા-ધાત્રી માતાઓ, બાળકો અને તેમના પરિવારજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

સગર્ભા-ધાત્રી માતાઓ માટે પરિવારની ભૂમિકા મહત્વની બની જાય છે તે અંગે પણ વિગતવાર પરિવારજનોને સમજ આપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પરિવારના સભ્યો માનસિક સહકાર, ઘરકામમાં મદદ અને યોગ્ય પોષણયુક્ત વાતાવરણ ઊભું કરીને સક્રિય ભાગીદારી નોંધાવી શકે છે તેની માહિતી આપવામાં આવી હતી.

આ તકે આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય ટીમ દ્વારા આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં માતૃશક્તિ અને બાલશક્તિ પેકેટોનું વિતરણ અને તેના ઉપયોગ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ પોષણ સુધા યોજના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

DM Tapi Gujarat Information

ડો. બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાયો  --- મહિલાઓ આત્મનિર્ભર બને તે માટ...
04/08/2026

ડો. બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાયો
---
મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારના પરિણાલક્ષી પ્રયાસો - તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી
---
માહિતી બ્યુરો, તાપી તા. ૦૪ :- નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે તાપી જિલ્લાના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ડી. ચૌધરીના અધ્યક્ષસ્થાને મહિલા રોજગાર મેળો યોજાયો હતો.

આ તકે શ્રીમતી ચૌધરીએ કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. આજે મહિલાઓ પગભર થાય તે માટે વિવિધ મંચ થકી તેમણે આત્મનિર્ભરતા તરફ લઈ જવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વધુમાં તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સરકારની તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના એસ. પટેલે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સ્વાવલંબન યોજના જેવી યોજનાઓ વિષે વિગતવાર માહિતી આપી હતી.

આ ઉપરાંત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનરશ્રી સંદીપભાઈ પટેલે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે ઉપલબ્ધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. લીડ બેંક તાપીના કાઉન્સિલરશ્રી દ્વારા વીમા કવચ, બેંકિંગ સેવાઓ અને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. '૧૮૧ મહિલા અભયમ' ટીમ દ્વારા કટોકટીના સમયે સ્વ-રક્ષણ અને મદદ મેળવવા માટેનું ડેમોન્સ્ટ્રેશન કર્યુ હતુ.

કાર્યક્રમ દરમિયાન 'મહિલા સ્વાવલંબન યોજના'ના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ તથા સફળ મહિલા ઉદ્યોગસાહસિકોનું વિશેષ સન્માન કરાયું હતું. યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનેલી લાભાર્થી બહેનોએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી અન્ય ઉપસ્થિત બહેનોને સ્વરોજગાર મેળવવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષશ્રી રવિલાબેન ગામીત સહિત મહાનુભાવો-પદાધિકારીઓ, આમંત્રિતો, વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થી તેમજ મોટી સંખ્યાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

DM Tapi Gujarat Information

Address

2nd Floor, Block No. 4, Seva Sadan, District-Tapi
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Info Tapi GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Tapi GoG:

Shortcuts

Share