Mission Mangalam TAPI

Directions Website

Mission Mangalam TAPI National Rural Livelihood Mission
Working with Women
livelihood promotion

તા.05/08/2026 ના રોજ માનનીય નિયામક સાહેબશ્રી દ્વારા વાલોડ તાલુકાના ગોલણ ગામ ખાતે ઓમ સખી મંડળ તથા પ્રકૃતિ સખી મંડળની મુલા...
05/08/2026

તા.05/08/2026 ના રોજ માનનીય નિયામક સાહેબશ્રી દ્વારા વાલોડ તાલુકાના ગોલણ ગામ ખાતે ઓમ સખી મંડળ તથા પ્રકૃતિ સખી મંડળની મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે મહિલા સભ્યો સાથે આત્મીય સંવાદ કરી મંડળની નિયમિત બેઠકો, બચતની પ્રવૃત્તિ, રિવોલ્વિંગ ફંડનો ઉપયોગ તેમજ મંડળની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ત્યારબાદ મંડળ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મહિલા બહેનોને આર્થિક સશક્તિકરણ, સ્વરોજગારના વિકાસ, આવકવર્ધક પ્રવૃત્તિઓના વિસ્તરણ તથા મંડળને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. મહિલા સભ્યોએ પણ પોતાના અનુભવો અને કાર્યની વિગતો રજૂ કરી હતી.

05/08/2026

સ્વદેશીની રાહે, આત્મનિર્ભરતાની સાથે.

નેશનલ હેન્ડલૂમ સપ્તાહમાં સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રાધાન્ય આપીએ. સ્વદેશી ખરીદીને મહિલા કારીગરોના હુનર અને રોજગારને પ્રોત્સાહન આપીએ.

Support local and strengthen self-reliance this National Handloom Week. Choose Swadeshi handloom products and empower women artisans through every purchase.

WomenEmpowerment

🌸 સશક્ત મહિલાઓની પ્રેરણાદાયી સફર: લખપતિ દીદી તરફ 🌸વ્યારા તાલુકાના તાડકુવા ગામના કામિની સખી મંડળની બહેનો શિલાબેન રાકેશભાઈ...
17/07/2026

🌸 સશક્ત મહિલાઓની પ્રેરણાદાયી સફર: લખપતિ દીદી તરફ 🌸

વ્યારા તાલુકાના તાડકુવા ગામના કામિની સખી મંડળની બહેનો શિલાબેન રાકેશભાઈ ગામીત અને નયનાબેન જેઠાભાઈ ગામીતએ સ્વ સહાય જૂથમાંથી ₹4.00 લાખની કેશ ક્રેડિટ લોન મેળવી ઇન્દુ ઓવરબ્રિજ ખાતે વ્યારા માંડવી હાઈવે પર નવા રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કર્યો.

પોતાની આવડત, મહેનત અને ગ્રાહકોના વિશ્વાસના બળે તેમણે નિયમિત આવકનું સાધન ઊભું કરી લખપતિ દીદી બનવા તરફ સફળ પગલું ભર્યું છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારના દ્વારા  National Supportive Supervision Framework (NSSF) અમલમાં મૂકવામાં આવેલ છે. ત...
12/07/2026

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારના દ્વારા National Supportive Supervision Framework (NSSF) અમલમાં મૂકવામાં આવેલ છે. તેના અનુસંધાને આજ રોજ તાપી જિલ્લામા NRPશ્રી ધ્રુબા મુખર્જીની અધ્યક્ષતામાં ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવેલ.

જેમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એકતા સખી ક્લસ્ટર સખી સંઘ ચાંપાવાડી અને નારી શક્તિ સખી સંઘ ઘાટા તેમજ પ્રગતિ સખી મંડળ ઘાટા ગામ ની વિઝિટ કરવામાં આવી.

આ વિઝિટમા નેશનલ મિશન મેનેજરશ્રી પંકજ સુયાલ, વડી કચેરી થી જનરલ મેનેજર શ્રી IBCB - નિમિષા રાઠવા, જનરલ મેનેજર શ્રી SISD - હર્ષદભાઈ રાઠોડ, MSRP શ્રી પરેશભાઈ ગઢવી(અમદાવાદ), MSRP અને ઈનચાર્જ DLM શ્રી ચિરાગભાઈ ભડકણ(નવસારી) અને SRP શ્રી સંદીપ ચૌધરી(તાપી), જિલ્લા અને તાલુકા મિશન સ્ટાફ હાજર રહેલ.

ઉકત તમામ દ્વારા સંયુક્ત રીતે "CLF Site, Village Organization (VO) તથા Self Help Group (SHG)" નું મૂલ્યાંકન અને સપોર્ટિવ સુપરવિઝન કરવામાં આવ્યું.

આજ રોજ તાપી જિલ્લામાં માન.નિયામક સાહેબશ્રી દ્વારા વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામ ખાતે એકતા મોડેલ ક્લસ્ટર કક્ષા સંઘની મુલા...
08/07/2026

આજ રોજ તાપી જિલ્લામાં માન.નિયામક સાહેબશ્રી દ્વારા વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામ ખાતે એકતા મોડેલ ક્લસ્ટર કક્ષા સંઘની મુલાકાત લેવામાં આવી. જેમાં એકતા મોડેલ ક્લસ્ટર કક્ષા સંઘની પેટા સમિતિઓની અને તેમની કામગીરી બાબતે જાણકારી મેળવી અને તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજ રોજ તાપી જિલ્લામાં માન.નિયામક સાહેબ શ્રી દ્વારા RSETI સેન્ટર ઇન્દુ ખાતે મુલાકાત કરવામાં આવી.સેન્ટરમાં તાલીમાર્થીઓની ર...
08/07/2026

આજ રોજ તાપી જિલ્લામાં માન.નિયામક સાહેબ શ્રી દ્વારા RSETI સેન્ટર ઇન્દુ ખાતે મુલાકાત કરવામાં આવી.સેન્ટરમાં તાલીમાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી તથા સેન્ટરમાં ચાલી રહેલ પશુપાલનની તાલીમ અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

આજ રોજ તાપી જિલ્લા કુકરમુંડા ખાતે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું...
25/03/2026

આજ રોજ તાપી જિલ્લા કુકરમુંડા ખાતે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાલુકા પંચાયત કુકરમુંડાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી,બેન્ક ઓફ બરોડાના બેંક મેનેજર તેમજ તમામ સ્ટાફ અને સખી મંડળની ૩૨ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં કુલ ૦૫ લોન ડિસ્બર્સમેન્ટ થયું અને અંકે ૧૫.૦૦ લાખ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું. જેમાં વિવિધ જૂથોના બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા અને ૩ સેંકશન લેટર ફાળવવામાં આવ્યા.

આજ રોજ તાપી જિલ્લા વાલોડ તાલુકાના કોસંબિયા ગામે સની ક્લસ્ટર સખી સંઘ (CLF)ની મીટીંગ કરવામાં આવી. જેમાં સની ક્લસ્ટર સખી સં...
24/03/2026

આજ રોજ તાપી જિલ્લા વાલોડ તાલુકાના કોસંબિયા ગામે સની ક્લસ્ટર સખી સંઘ (CLF)ની મીટીંગ કરવામાં આવી. જેમાં સની ક્લસ્ટર સખી સંઘ (CLF) ના પ્રમુખશ્રી નર્મદાબેન કીર્તિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા ઉપરાંત તાલુકા કક્ષાએથી ટીએલએમશ્રી,એપીએમ,સીસી અને સીએલએફ ના હોદેદારો હાજર રહયા.

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત સાહેબશ્રીના વરદ હસ્તે સોનગઢ ખાતે ૩૧માં ...
15/03/2026

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત સાહેબશ્રીના વરદ હસ્તે સોનગઢ ખાતે ૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-તા. ૧૪-૧૫ માર્ચ બે દિવસનો આરંભ કરવામાં આવ્યો.મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિના વિવિધ વ્યંજનો સ્વ સહાય જૂથ ની બહેનો દ્વારા પીરસતા ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ્સ’ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેમાં કુલ ૧૦ સ્ટોલ માથી ૫ ફૂડ સ્ટોલ અને ૫ સ્ટોલ વેચાણ માટે રાખવામાં આવ્યા હતા જેમાં જૂથો ની બહેનો ને અંદાજિત ૭૦-૭૫ હજાર રૂપિયા ની આવક થવા પામી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ, નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Jilla Seva Sadan Panvadi
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Mission Mangalam TAPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share