30/09/2026
હીરાઉધોગ ના રત્નકલાકારો માટે "રત્નકલાકાર કલ્યાણ બોર્ડ"બનાવવા ની માંગણી માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવા મા આવી છે
કેમ કે આપણા રત્નકલાકારો ની ક્યાંય નોંધણી નથી,મજુર હોવા છતાં મજુર કાયદા હેઠળ ના લાભો મળતા નથી,કેટલા કારીગર છે,કેટલા કારખાના છે એની કોઈ માહિતી સરકાર પાસે નથી
જેથી જ્યારે મંદી આવે ત્યારે રત્નકલાકારો ભારે હેરાનગતિ ભોગવવી પડે છે,જેના કારણે લોકો હીરા છોડી જતા રહે છે,આપઘાત કરી લે છે,કેમ કે ખરાબ સમય માં તેમને કોઈ મદદ મળતી નથી
બાંધકામ છેત્ર માં કામ કરતા કામદારો માટે શ્રમિક કલ્યાણ બોર્ડ છે, સફાઈ કામદારો માટે પણ બોર્ડ છે ત્યારે રાજય મા અંદાજે 20 લાખ રત્નકલાકારો હોવા છતાં પણ કોઈ બોર્ડ કે નિગમ ના હોવાના કારણે રત્નકલાકારો ને કોઈ મદદ મળતી નથી
જો હીરાઉધોગ ના રત્નકલાકારો માટે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માં આવે તો જરૂરિયાતમંદ રત્નકલાકારો ને સારી આરોગ્ય ની સુવિધા મળે,તેમના બાળકો ની શિક્ષણ ફી ભરવા માં મદદ મળે,મકાન બનાવવા માં સબસિડી મળે,ખાસ મંદી આવે ત્યારે તેમને આર્થિક સહાય પણ સરકાર કરી શકે
એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગણી કરવા મા આવી છે પરંતુ તેમાં તમારા સાથ સહકાર ની જરૂર છે ખાલી લેટર લખવા થી કાઈ થવાનું નથી